ચોકલેટનો એક પ્રયોગ થયો પછી જે બહાર આવ્યું એ જાણીને તમે દિલ ખોલીને રાજી થઇ જશો

યુવા દિલની ધડકન કહેવાતી ચોકલેટ ખાવામાં હવે તમારે સહેજ પણ કચવાટ નહીં અનુભવવો પડે. હવે તો તમારી પાસે ચોકલેટ ખાવાનું એક બહાનું હોવું જોઈએ!! વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે ચોકલેટ ખાવાથી…….જી હા, આ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

બચપનમાં નાની ઉંમરમાં વડીલોએ ચોકલેટ પ્રત્યેના પ્રેમમાં રૂકાવટ કરી હતી, અમુક લોકોએ એવું પણ કહ્યું હતું કે ચોકલેટ ખાવાથી બીમાર પડી જવાય છે. આવી તો એક નહીં બલકે અનેક ભ્રામક વાતો સાંભળી છે અને સાંભળતા આવીએ છીએ પણ તાજેતરમાં વૈજ્ઞાનિકોની ટીમે ચોકલેટને લઈને જે પ્રયોગ કર્યાં અને અંતે જે સાબિત થયું એ માહિતી ખરેખર રોચક છે.

વધુ દિલચસ્પ માહિતી માટે નીચેનો પેરેગ્રાફ વાંચો :

બ્રિટનની દવા બનાવતી કંપની એસઈઈકે ચોકલેટમાં એક એવું તત્વ શોધ્યું કે લોકોના મગજની તમામ ખોટી ધારણા દૂર કરી દીધી. દવા બનાવતી કંપનીનું એક કહેવું છે કે, કફ સીરપમાં ‘કોડીન’ નામક નશાનો પ્રયોગ કરવામાં આવે છે.

હાલના તબક્કે આ કંપની ‘થિયોબ્રોમીન’ આધારિત દવા બનાવવમાં વ્યસ્ત છે ત્યારે વૈજ્ઞાનીક ટીમનું પ્રયોગના આધારે કહેવું એવું છે કે શરીરની વેગસ તંત્રિકાઓમાં કોઈ સમસ્યા થવાથી ઉધરસ થવાની થઇ શકે છે. જયારે ‘થિયોબ્રોમીન’ ચોકલેટની અંદર હોય છે, જેના ઉપયોગથી ઉધરસ મટાડવામાં રાહત મળે છે.

પ્રોફેસર “એલીન મોરીસ” કહેતા જણાવે છે, ડાર્ક ચોકલેટની અંદર ’થિયોબ્રોમીન’ વધુ માત્રમાં મળે છે, જે વ્યક્તિને ઉધરસમાંથી મુક્તિ અપાવે છે અને કફ સીરપ જેવું કામ કરે છે. હાલ પણ વધુ પ્રયોગો ચાલુ છે અને આ આધારે ભવિષ્યના સમયમાં નવી દવાનું સંશોધન થશે.

વૈજ્ઞાનિકો નશામુક્ત દવા કેવી રીતે બનાવવી એ બાબતે રીસર્ચ કરી રહ્યા છે અને વધુ પ્રયોગો કરીને એવી દવા બનાવવા ઈચ્છે છે કે જેના સેવન પછી પણ કોઈ પ્રકારની આડઅસર ન થાય. બ્રિટનની દવા બનાવતી આ કંપનીએ તાજેતરના રીપોર્ટમાં જ જાહેર કર્યું કે ડાર્ક ચોકલેટ ખાવી એ શરીર માટે એક રીતે જોઈએ તો ફાયદાકારક ગણાય છે. ડાર્ક ચોકલેટ ઉધરસ મટાડવા માટે કફ સીરપ જેવું કામ આપે છે.

આજની માહિતી મેડીકલ ક્ષેત્રને લગતી હતી તેમજ આ લેખની સાથે આશા છે કે આ માહિતી આપને પસંદ આવી હશે. હજુ વધુ માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment