મિત્રો આપણા સનાતન ધર્મમાં પ્રસાદને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને પોતાના ભગવાનના આશીર્વાદ માનવામાં આવે છે. સનાતન ધર્મ મુજબ સૌથી પેહલા ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ તેને બધા લોકોમાં વહેચવામાં આવે છે. પરંતુ ભગવાન શિવ પર ચઢાવવામાં આવેલ પ્રસાદને ગ્રહણ કરવો જોઈએ કે નહીં તેના વિશે ભકતોમાં હંમેશા શંકા, ભય રહે છે. તો ચાલો આ લેખના માધ્યમ દ્વારા આપણે જાણીએ કે ભગવાન અથવા શિવલિંગ પર ચડેલા પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ કે નહીં.
મિત્રો આપણે બધા દેવી દેવતાઓના પ્રસાદને ગ્રહણ કરીએ છીએ પરંતુ ઘણા લોકોના મતે શિવલિંગ પર મહાદેવજીને ચડાવવામાં આવેલ પ્રસાદ ખાવો વર્જિત માનવામાં આવે છે. તેની પાછળ માન્યતા છે કે શિવજીના મુખમાંથીથી ચંડેશ્વર નામનો ગણ ઉત્પન્ન થયો હતો. ચંડેશ્વર ભૂત પ્રેતોનું પ્રધાન છે. શિવલિંગ પર ચડાવેલ પ્રસાદ ચંડેશ્વરનો ભાગ હોય છે. ચંડેશ્વરનો અંશ એટલે પ્રસાદ ગ્રહણ કરવા ભૂત પ્રેતોનો અંશ ગ્રહણ કરવો માનવામાં આવે છે. તેથી કેહવામાં આવે છે કે શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ નહિ. પરંતુ સત્ય એ છે કે શિવ પુરાણ કહે છે કે શિવજીના પ્રસાદના દર્શન પણ કરે છે તેના પાપ નષ્ટ થાય છે તો પ્રસાદ ગ્રહણ કરવાથી કેટલું પુણ્ય થાય છે તેનો તો અંદાજ જ લગાવી શકાય તેમ નથી.
જ્યાં સુધી વાત ચંડેશ્વરની છે,તો શિવલિંગ પર ચડાવેલ તમામ પ્રસાદ ચંડેશ્વરનું વાહન હોતું નથી. જે શિવલિંગનું નિર્માણ સામાન્ય પથ્થર, માટી અથવા ચિનાઈ માટીમાથી થાય છે ફક્ત તે શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ખાવો જોઈએ નહીં. આ શિવલિંગ પર ચઢાવેલ પ્રસાદ કોઈ નદી અથવા જળાશયમાં પ્રવાહિત કરી દેવો જોઇએ. તો ચાલો તમે જાણો છો કે કઈ રીતે શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. તો તમને જણાવી દઇએ કે ધાતુથી બનેલ શિવલિંગ અથવા પારાના બનેલ શિવલિંગ અથવા સ્ફ્ટીકથી બનેલ શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ચંડેશ્વરનો ભાગ હોતો નથી.
તેને મહાદેવનો અંશ માનવામાં આવે છે. તેથી તમે આવા શિવલિંગ પર ચઢાવેલ પ્રસાદ ખાઈ શકો છો. તેમાં કોઈપણ દોષ હોતો નથી અને જ્યાં પણ શિવલિંગની સાથે શાલિગ્રામ હોય તેવા સ્થળ પર પણ ચઢાવવામાં આવેલ પ્રસાદ ખાવા પર કોઈ દોષ થતો નથી. કેહવામાં આવે છે કે શિવલિંગની સાથે શાલિગ્રામ હોય તો દોષ નો અંત આવે છે. તેથી શાલિગ્રામની સાથે શિવલિંગની પૂજા કરવાથી શિવલિંગ પર ચડેલ પ્રસાદ ખાવામાં કોઈ નુકશાન નથી અને તેની સાથેજ વાત કરીએ મૂર્તિઓની તો તમને જણાવી દઇએ કે શિવ મૂર્તિ પર ચડેલ પ્રસાદ અથવા તેની પ્રતિમા અથવા છબી પર ચડેલ પ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ સમસ્યા નથી. શિવની મૂર્તિ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ખાવાથી કોઈપણ પાપ અથવા કોઈપણ દોષ લાગતો નથી. પરંતુ તેનાથી શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ જાણકારી તમને પસંદ હોય તો કૉમેન્ટમાં જય માતા દી અથવા ઓમ નમઃ શિવાય જરૂર લખો અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ બોકસમાં અમને પુછી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team