૭૧ વર્ષ પહેલા શરૂ થયેલ આ લવ સ્ટોરીએ કંઈકના આંખોમાં પાણી લાવી દીધા..

પ્રેમમાં ભલે તમે ગમે એટલી ઠોકર ખાધી હોય પણ એ વાત તો સત્ય છે કે, આજે પણ દુનિયામાં સાચો પ્રેમ કરે એવા પ્રેમી તો છે જ. હા, એ વાત સાચી છે કે, સાચા પ્રેમ કરે એવા બહુ ઓછા માણસો હશે પણ છે એ વાત નિશ્ચિત છે.

Image Source

ઓનલાઈન અને ઈન્ટરનેટના માધ્યમથી અત્યારે ઘણી એવી લવ સ્ટોરી બને છે, જેમાં બે વ્યક્તિનું મિલન ઈન્ટનેટ થકી થયું હોય. બે વ્યક્તિના દિલ એકબીજાની નજીક આવવાનું કારણ માત્ર ને માત્ર ચેટીંગ અથવા વધુ લાંબા ચાલતા ફોન કોલ હોય. કોઇપણ સ્થિતિમાં સાથ નિભાવે એવા પ્રેમીઓ આજે પણ છે, જેના માટે ‘જૂજ’ શબ્દનો પ્રયોગ કરવો પડે.

આજ એક એવી લવ સ્ટોરી જણાવવાના છીએ જે જાણીને કદાચ તમને તમારી લવ સ્ટોરી યાદ આવી જશે. એક એવા વૃદ્ધ કપલની વાત જેને જીવનના ૭૧ વર્ષ એકબીજા સાથે વિતાવ્યા અને એક સાથે જ બંનેએ આ દુનિયાને અલવિદા કહ્યું. તો ચાલો, જાણીએ મનમાં પ્રેમના અંકુર ફૂટે અને સાચા પ્રેમની કદર થાય એવી એક લવ સ્ટોરી…

Image Source

જર્મનીમાં રહેતા હર્બર્ટ ડેલાઈગલની લવ સ્ટોરી લગભગ ૭૨ વર્ષ પહેલા શરૂ થઇ હતી. એક કોફી કાફેમાં પ્રણયના ફાગ ફૂટ્યા હતા અને પ્રેમમાં પડવા માટેનો આ પ્રથમ દિવસ હતો. એ વખતની ઉંમર હર્બર્ટ ડેલાઈગલની ૨૨ વર્ષની હતી અને મર્લિન ૧૬ વર્ષના હતાં. 

મર્લિન કાફેમાં કામ કરતી હતી અને ડેલાઈગલ તેના દોસ્તોને મળવા માટે એ કાફેમાં ગયા હતા. ડેલાઈગલની નજર કાફેમાં કામ કરતી મર્લિન પર પડી ત્યારે એ થોડી ક્ષણો માટે તેને જોતા જ રહી ગયા હતાં. પહેલી વારનું પ્રેમમાં થયેલું આકર્ષણ અને ડેલાઈગલે મર્લિનને ડેટ માટે પૂછ્યું. સમયે સાથે આપ્યો અને મર્લિને ‘હા’ પણ કહી દીધી. 

Image Source

પહેલી ડેટમાં બંને સાથે ફિલ્મ જોવા ગયા હતા અને એકબીજાના સાથને મહેસૂસ કરતા હતા. એક વર્ષ એકબીજા સાથે વિતાવ્યું અને ડેલાઈગલે મર્લિનને લગ્ન માટે પ્રપોઝ કર્યું. બંનેએ મેરેજ કરી લીધા. લગ્ન બાદ મર્લિને પતિ સાથે છ-સાત વર્ષ વિતાવ્યા. 

અને સમય કસોટીનો આવી પહોંચ્યો હતો કારણ કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડેલાઈગલ સૈન્યમાં જોડાયા. કોરિયા અને વિયેતનામમાં નોકરી કરીને પણ તેને અનુભવ કર્યો. અને ૨૨ વર્ષની ઉંમરમાં તેને નિવૃત્તિ લઇ લીધી. આ કપલનો પરિવાર બહુ મોટો હતો જેમાં તેઓ છ બાળકો અને ૧૬ પૌત્ર-પૌત્રીઓ સાથે એક જ પરિવારમાં રહેતા હતા. 

Image Source

આ કપલની અચરજની વાત એ હતી બંને વચ્ચેનું બોન્ડીંગ જોઇને આજના કપલને શીખવા જેવું છે અને પ્રેમના પાઠ ભણાવી જાય એવું આ વૃદ્ધ કપલ હતું. બંનેએ તેના જીવનકાળ દરમિયાન એકપણ વાર ઝઘડ્યા ન હતાં અને ઝઘડો કરવાનું કોઈ કારણ બન્યું પણ ન હતું. જીવનના ૭૧ વર્ષ એકબીજા સાથે પસાર કર્યા અને એકબીજાના પ્રેમના રંગમાં રંગાઈ ગયેલા આ દંપતીએ જીવન-મરણના કસમ લઇ લીધા હતા.

Image Source

કુદરતે તેના સાચા પ્રેમની રચના પણ એવી કરી હતી કે, ૯૪ વર્ષના ડેલાઈગલ અને ૮૮ વર્ષની મર્લિનના અવસાન પણ એકસાથે જ થયા. કુદરતે બંનેને એકસાથે જ મોત આપ્યું. બંનેના મોત વચ્ચે માત્ર ૧૨ કલાકનું જ અંતર રહ્યું અને બંનેએ એકસાથે, એક જ દિવસે અને એક જ જગ્યાએ આ દુનિયાને  અલવિદા કર્યું. એમ, આ રંગીન દુનિયાને છોડીને બંનેના એકસાથે જ અવસાન થયા.

પ્રેમની અનુભૂતિ કેવી હોય છે? તમારો પોતાનો અભીપ્રાય કમેન્ટ બોક્ષમાં લખવાનો ભૂલતા નહીં. સાથે આ લવ સ્ટોરીને મિત્રો સાથે શેયર કરજો અને “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment