એમણે મને મારા પ્રેમ અને તેમની વચ્ચે ચૂઝ કરવાનું કહ્યું… હવે મને મારા માં-બાપ માટે કોઈ રીસ્પેક્ટ નથી

મને ખબર નથી પડતી ક્યાંથી શરુઆત કરું અને શું કહું. મેં હંમેશાં વિચાર્યું કે મારા માતાપિતા એકદમ કુલ છે. જ્યારે હું તેમને કુલ કહું છુ, ત્યારે, તેનો અર્થ એ છે કે મારા માતા-પિતા એવા લોકો છે કે જેઓ તેમના શિક્ષણને આભારી છે, તેઓ સમજી શકે છે કે સમાજ આપણા પર બળજબરી કરતું હોય છે, જે એક ખોટી વસ્તુ છે અને સમાજ શું વિચારે એને વધારે ધ્યાન દેવાની જરૂર નથી. અને ફરીથી જયારે હું તેમને કુલ કહું છુ તો તેનો અર્થ એ છે કે મને એટલો વિશ્વાસ તો હતો કે મારા માતા-પિતા મને અને મારી લાગણીયો ને સમજશે કે જે સ્ત્રીને હું પ્રેમ કરું છુ એના વિષે મારી ભાવના સમજશે.

પણ હું ક્યારેય આટલું ખોટો નથી પડ્યો, ક્યારેય આટલો નિરાશ નથી થયો..

મને ખુબજ દુખ થાય છે કે તમે એક સ્ત્રીને તેના કલરથી અને તેના રંગ-રૂપ થી પોતાના નાના મગજ માં એક અજીબ છવી બનાવી લો છો. શું ડાર્ક રંગ ની સ્ત્રીઓ ખરાબ હોય છે? કૃપા કરીને આપણા ઘરમાં પહેલા જુઓ, સગા સંબંધીયોને જુઓ. આપણે સૌ ભારતીય ચામડીના છીએ.

મને ખુબજ દુખ થાય છે એ જાણીને કે તમે એક સ્ત્રી ક્યાંથી આવી છે એના પર વધારે ફોકસ કરો છો. અને તમે આવા વિચાર પહેલાથી સેટ કરી લીધો કારણકે તે મુંબઈ ની એક દુર વિસ્તારથી આવે છે? તમને શેનો ડર છે? કે તે કોઈ બીજા પરિવારની દીકરી હતી? તમે તેના પરિવારને જાણતા પણ નથી એનો મતલબ એ નથી કે તેનો પરિવાર અછુત કે અલગ છે.

હું ખુબજ દુખી થઇ ગયો જાણીને કે તમે અચાનક થી જાતી સંબધ માં વિશ્વાસ કરવા લાગ્યા અને અચાનક થી સમાજ આટલું મહત્વનું પાત્ર કેમ ભજવવા લાગી ગયું? મને શિખામણ મળતી હતી કે સમાજ વમાજ વિષે વિચાર્વાનુજ નહી, તો હવે શું થયું? મારા મગજ માં તમારી આ શિખામણ બેસી ગઈ હતી એટલે જયારે પ્રેમ થયો ત્યારે જાતી કે રંગ-રૂપ નું મહત્વ ન આપ્યું.

તો તમારા લીધે મેં તેને તેની જાત વિષે પૂછ્યું કારણકે મને ખબર હતી આગળ જઈને આ વાત જરૂર આવશે. બિચારી મારો આ સવાલ સાંભળીને તે પણ ચુપ થઇ ગઈ. તમારા હિસાબથી જઈએ તો કોઈ અજાણ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવાના કેમ? કારણકે એ પરિવાર સારો છે. પ્યાર કા ક્યાં હૈ વો તો હોતે રેહતા હૈ…

કાર લેવા જઈએ ત્યારે કેટલી વાર તેની ચકાસણી કરી. પછી લીધી ને ? કે પહેલા કાર લીધી પછી વિચાર્યું કે જોઈએ ફાવે છે કે નહી. એવું તો નથી કર્યું ને તો પછી જીવનસાથી સાથે કઈ રીતે કરી શકાય. તમે મને પૂછતા રેહતા કે કેમ હું તે છોકરી સાથે મિત્ર થી વધારે છુ? કારણકે રોમાન્ટિક રીલેશન પણ જીવનમાં જરૂરી છે જેમ બીજા રીલેશન જરૂરી છે. કદાચ તમે આ ફીલિંગ એન્જોય નથી કરી, અને જો કરી હોય તો પોતાના માતા-પિતા ને કહેવાની હિમ્મત ન થઇ. મારી થઇ તો તમે તમારા માતા-પિતા ની જેમ બની ગયા.

મને ખુબજ દુખ થઇ રહ્યું છે કે અત્યારે મને તમારા સાથની જરૂર છે, પણ હું જોવ છુ કે તમે સમાજ સાથે ઉભા રહી મારી ખિલાફ છો. સૌથી વધારે દુખ અને ગુસ્સો છે કે તમે મને ચૂઝ કરવાની શર્ત રાખી. એ લોકો વચ્ચે ચૂઝ જેને મને જન્મ આપ્યો અને બીજી વ્યક્તિ જેણે હું ખુબજ પ્રેમ કરું છુ અને તે મારી સાથે ઉભી છે.

જો હું તેને ચૂઝ કરી લઈશ તો મને જિંદગીભર ડરપોક તરીકે ગણશો. અને જો એને છોડીને તમને ચૂઝ કરીશ તો મનમાં હમેશા ગીલ્ટ રહેશે કે હું મારા પ્રેમ માટે લડી ન શક્યો.

તો તમને જણાવી દવ કે હવે અમે અલગ થઇ ગયા છે. હા, તમે બરાબર સાંભળ્યું તમારા આ ખોખલા સમાજ ના બેકાર શરતો ના કારણે અમે અલગ થઇ ગયા છીએ. અને આજે એવો સમય આવી ગયો છે કે મારા મન માં તમારા માટે કોઈ સમ્માન નથી રહ્યું. થોડા સમય માટે ખુબજ ગુસ્સો હતો મને પણ હવે નથી કારણકે એક સમજદાર વ્યક્તિએ કહ્યું છે કે ગુસ્સાથી નુકસાન પોતાને થાય છે બીજાને નહી. તો બસ, હવે મને નથી ખબર હું ઘરે ક્યારે આવીશ અને તમારી સાથે ક્યારે વાત કરીશ.

હા એક દિવસ ઘરે જરૂર આવીશ, તમારી સાથે વાત પણ ચોક્કસ કરીશ, પણ એ સમ્માન અને એ રીસ્પેક્ટ પછી કયારેય નહી આવે….

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment