પતિ પત્ની નો એ સંબંધ શ્રેષ્ઠ છે જેમાં પ્રેમ, ત્યાગ, સમર્પણ, સંતોષ અને સંસ્કાર આ પાચ તત્વો રહેલા હોય

•હરિશ્ચંદ્ર અને તારામતી ના દામ્પત્ય જીવન એ કેવી વિપરીત પરિસ્થિતિ મા પણ એક બીજા નો સાથ ન છોડ્યો.

Image source
કંઈ ગૃહસ્થી સૌથી વધુ સુખી માનવામાં આવે છે. આ વાત ને લઇ ને લાંબી તકરાર થઇ શકે છે, પરંતુ સાચી વાત તો એ છે કે સૌથી વધુ સુખી ગૃહસ્થી તે છે, જ્યાં પ્રેમ, ત્યાગ, સમર્પણ, સંતોષ અને સંસ્કાર આ પાચ તત્વો રહેલા હોય. આના વગર દામ્પત્ય કે ગૃહસ્થી નું અસ્તિત્વ જ સંભવ નથી.

જો આ પાચ તત્વો માંથી કોઈ એક તત્વ પણ ન હોઈ તો તે સંબંધ પછી સંબંધ નથી રહેતો, સહેજ એક સમજાવટ બની જાય છે. ગૃહસ્થી એ કોઈ સમજાવટ નથી હોતી. તેમાં માનવ ના ભાવો ની હાજરી અનિવાર્ય હોય છે.

ભાગવત મા મહાન રાજા હરિશ્ચંદ્ર નું ચારિત્ર અને તેની પત્ની તારામતી સાથે તેમના દામ્પત્ય ને સમજવું જોઈએ. હરિશ્ચંદ્ર તેના સત્ય ભાષણ ને લીધે જાણીતા હતા. તે હંમેશા સાચું બોલતા હતા. તેના આ સત્ય વ્રત માં તેની પત્ની તારામતી પણ પૂરો સાથ આપતી હતી. તે એવી કોઈ જ પરિસ્થિતિ ઉદભવવા ન દેતી જેનાથી સત્ય વ્રત તૂટે.

હવે ચાલો, જોઈએ કે તેના દામ્પત્ય માં આ પાચ તત્વો કેવી રીતે કાર્ય કરતા હતા. પહેલું તત્વ પ્રેમ, હરિશ્ચંદ્ર અને તારામતી ના દામ્પત્ય નો પહેલો આધાર પ્રેમ હતો. હરિશ્ચંદ્ર, તારામતી ને એટલો પ્રેમ કરતા હતા કે તેમણે પોતાના સમકાલીન રાજાઓ ની જેમ ક્યારેય કોઈ બીજા લગ્ન ન કર્યા. એક પત્ની વ્રત નું પાલન કર્યું. તારામતી માટે પતિ જ બધું હતા, પતિ ના કહેવા થી તેમણે બધા જ સુખ અને રાજમહેલ છોડી પોતાને એક દાસી નું રૂપ આપી દીધું. આ તેમની વચ્ચે સમર્પણ અને ત્યાગ ની ભાવના હતી.

બંને એ એક બીજા ને ક્યારેય કોઈ વાત ને લઇ ને ફરિયાદ ન કરી. જીવન માં જે મળ્યું તેને ભાગ્ય સમજી ને સ્વીકારી લીધું. બંને એ આજ ગુણ પોતાના પુત્ર ને પણ આપ્યા. પ્રેમ, ત્યાગ, સમર્પણ, સંતોષ અને સંસ્કાર આ પાચેય ભાવો તેમના દામ્પત્ય માં, તેમની ગૃહસ્થી માં હતા. એટલા માટે રાજ પાઠ ગુમાવ્યા પછી પણ, તેઓ પોતાનો ધર્મ નિભાવતા રહ્યા, અને તેના બળ પર જ એક દિવસ તેને પાછું મેળવી પણ લીધું

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment