મિત્રો સવારનો નાસ્તો આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કેમકે જ્યારે આપણે સવારે એક સારો નાસ્તો કરીએ છીએ ત્યારે આખા દિવસ દરમિયાન ઉર્જા જળવાઈ રહે છે. જો આપણે નાસ્તામાં કોઈ એવી તાકાત વાળી વસ્તુ ખાઇએ, જે આપણને તાકાત પણ આપે અને તંદુરસ્ત પણ રાખે, તો તે આપણા માટે વધારે યોગ્ય રહેશે.
આજના આ લેખમાં અમે તમને એક એવા નાસ્તા વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે તાકાતથી ભરપુર અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેનું નામ છે ફણગાવેલા અનાજ, જેને અંગ્રેજીમાં sprouts કેહવાય છે. આજના આ લેખમાં અમે ફણગાવેલા અનાજના ફાયદા અને નુકશાન વિશે જણાવવાના છીએ.
ફણગાવેલા અનાજ શું છે ? – સ્પ્રાઉટ:
તમારા માંથી ઘણા લોકોના મનમાં સવાલ થયો હશે કે સ્પ્રાઉટસ્ શું છે? સ્પ્રાઉટસ્ જેને હિન્દીમાં ફણગાવેલા અનાજ અથવા ફણગાવેલા બીજના નામે પણ ઓળખવામાં આવે છે. આમ તો તે પ્રાકૃતિક બીજ જ હોય છે, જેને લગભગ ૫ થી ૬ કલાક માટે પાણીમાં પલાળીને બીજને અંકુરીત કરવામાં આવે છે.
તેમાં ખુબજ પોષક તત્વ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. ઘણાબધા નિષ્ણાતોનું માનવું છે કે સ્પ્રાઉટસ્નું સેવન સવારે કરવાથી આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ રહેતી નથી અને તેની સાથે ધણા પોષક તત્વો પણ મળે છે.
ફણગાવેલા અનાજના પ્રકાર:
આમ તો આપણે ફક્ત અનાજના માત્ર ફણગાવેલા બીજનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેનાથી વધારે પણ ઘણા પ્રકારની જાતો છે જેનો ઉપયોગ ફણગાવેલા બીજ રૂપે કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે –
૧. ફણગાવેલા ચણા:
તમારા માંથી ઘણા લોકો ફણગાવેલા ચણાનું સેવન સવારે નાસ્તા રૂપે કરતા હશે. તમને બધાને ખબર જ હશે, ફણગાવેલા ચણાનો ઉપયોગ ફણગાવેલા અનાજ રૂપે સૌથી વધારે કરવામાં આવે છે. તેમાં ઘણાબધા પોષક તત્વો જોવા મળે છે જે આપણા શરીરને સ્વસ્થ અને જીવન શક્તિને વધારવામાં મદદ કરે છે.
૨. ફણગાવેલા મગ:
ફણગાવેલા અનાજ રૂપે મગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ પુષ્કળ પોષક તત્વ જોવા મળે છે, અને તેમાં એક વિશેષ પ્રકારનો સ્વાદ પણ જોવા મળે છે.
૩. ફણગાવેલુ અનાજ:
એવા ઘણા અનાજ છે જેનો ઉપયોગ ફણગાવેલા બીજ રૂપે કરવામાં આવે છે. જેમકે બ્રાઉન ચોખા, બાજરો, ઘઉ વગેરે.
૪. બીજ અને નટસ :
બધા પ્રકારના નટ્સ અને બીજનો ઉપયોગ ફણગાવેલા બીજ રૂપે કરવામાં આવે છે. જેમકે બદામ, મૂળાના બીજ, કોળાના બીજ , તલના બીજ અને સૂર્યમુખીના બીજ વગેરેને ફણગાવીને ઉપયોગ કરી શકો છો.
૫. દાળનો પરિવાર:
દાળ પરિવાર સાથે જોડાયેલ ઘણાબધા બીજ છે જેનો ઉપયોગ ફણગાવેલા અનાજ રૂપે કરવામાં આવે છે. જેમકે મસુર, મગ, ચણા, સોયાબીન, વટાણા વગેરે.
ફણગાવેલા અનાજના પોષક તત્વો:
સ્પ્રાઉટસ્માં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલ હોય છે, અને વિટામિન એ , વિટામિન કે અને વિટામિન સી ની હાજરી આ ફણગાવેલા ભોજનને પોષક તત્વોનો એક સમૃદ્ધ સ્ત્રોત બનાવે છે. સ્પ્રાઉટસ માં મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ અને ઝિંક પણ સારી માત્રામાં રહેલા હોય છે અને જે આપણા માટે ખુબજ ફાયદાકારક છે તેથી આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે તેનું સેવન કરવું જોઈએ.
ફણગાવેલ અનાજ એટલે સ્પ્રાઉટસ્ એન્ઝાઇમથી ભરપુર હોય છે જે શરીરની પ્રતિરક્ષાને સુધારવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ઈ પૂરતા પ્રમાણમાં રહેલું હોય છે અને તેમાં પોટેશિયમ અને ફોલિક એસિડ પણ મોટી માત્રામાં મળી આવે છે.
ફણગાવેલા અનાજના ફાયદા:
આમ તો તમે બધા જાણતા જ હશો કે ફણગાવેલ અનાજ ખાવાના ઘણાબધા ફાયદા છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તેના સેવનથી આપણા શરીરમાં ઘણાબધા રોગો સામે લડવામાં મદદ કરે છે. તેના ફાયદા શું છે? લેખના આ ભાગમાં અમે ફણગાવેલા અનાજના કેટલાક ફાયદા વિશે તમને જણાવીશું –
૧.હદય માટે ફાયદાકારક:
આપણે બધા જાણીએ છીએ કે દિલ એટલે હદય આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ છે. જ્યારે હદય જ તંદુરસ્ત નહિ રહે, તો શરીર કેવી રીતે તંદુરસ્ત રેહશે. જો તમે ઈચ્છો છો કે તમારું હદય તંદુરસ્ત રહે, તો તેના માટે તમારે તમારા ભોજનમાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરવો જોઈએ. જો સ્પ્રાઉટસના ફાયદા જોશો, તો ફણગાવેલા અનાજ હદય માટે ખુબજ ફાયદાકારક છે. કેમકે તે આપણા હદય માટે એન્ટી હાઇપરલીપિડેમિક ની જેમ કામ કરે છે.
બ્રોકલી સ્પ્રાઉટસ્ હદય માટે ખુબજ ફાયદાકારક હોય છે, કેમકે તેમાં ગ્લુકોરાફેનિન નામનું એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે. જે આપણા શરીરમાં રહેલ હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને આપણને હદય સબંધી સમસ્યાથી બચાવે છે.
૨. ડાયાબિટીસ માટે ફાયદાકારક:
આપણે બધા જાણીએ છીએ કે આજકાલ ડાયાબિટીસ અથવા મધુમેહ એક સામાન્ય રોગ બની ગયો. મોટાભાગના લોકો તેનાથી પરેશાન રહે છે. તેવામાં તમારે તમારા ભોજનમાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરવો જોઈએ. ફણગાવેલુ અનાજ ડાયાબિટીસ માટે ખુબજ ફાયદાકારક હોય છે.
ડાયાબિટીસ ના દર્દીને તેમના ભોજનમાં બ્રોકલી સ્પ્રાઉટસ્ નો સમાવેશ કરવો જોઈએ તેમાં સલ્ફોરાફેન જોવા મળે છે. જે આપણા શરીરમાં બ્લડ શુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિન પ્રતિકારમાં પણ સુધારો કરે છે.
તમે ઇચ્છો તો તમારા ભોજનમાં બ્રસેલ્સ સ્પ્રાઉટસ્નો પણ સમાવેશ કરી શકો છો. તેમાં જોવા મળતા આલ્ફા લીપોઇક એસિડ એન્ટી ઓક્સીડંટની જેમ કામ કરે છે. જે બ્લડ શુગર અને ઇન્સ્યુલિન બંનેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
૩. વજન ઓછું કરવામાં:
આજકાલ લોકો તેમના વધતા વજનથી પરેશાન રહે છે. કેમકે તે તેમના ભોજન પર ધ્યાન આપતા નથી. તેવામાં તમારે તમારા સવારના નાસ્તામાં ફણગાવેલા અનાજનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારા વધતા વજનને રોકી શકાય છે.
એક સંશોધનથી જાણવા મળ્યું છે કે સ્પ્રાઉટસ્નો ઉપયોગ આપણા જાડાપણા માં સુધારો કરી શકે છે. જો તમે જાડાપણા થી પરેશાન છો, તો તમે તમારા રોજના ભોજનમાં મગફળીના સ્પ્રાઉટસ્ , ફણગાવેલા ચણા વગેરેનું સેવન કરી શકો છો જે તમારા વધતા વજનને રોકી શકે છે. તેની સાથે સારું ભોજન અને નિયંત્રિત વ્યાયામ પણ જરૂરી છે.
૪. પાચન માટે:
તમને બધાને ખબર જ હશે કે આજકાલ પેટ સંબંધી સમસ્યાઓ સામાન્ય વાત થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ છે બહારનું ભોજન. આપણે બધા દરરોજ બહારનું ભોજન ખાઈએ છીએ જેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.
તેવામાં તમારે તમારા સવારના નાસ્તામાં સ્પ્રાઉટસ્નો સમાવેશ કરવો જોઈએ. તેમાં જોવા મળતાં સલ્ફોરાફેન વિવિધ પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ એન્ઝાઈમને ઉત્પન્ન કરે છે. જે જઠરાંત્રિયા માર્ગને સુરક્ષિત કરે છે અને આપણા પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે.
૫. આંખો માટે ફાયદાકારક:
આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે આપણા આંખનું તેજ ઓછું થવા લાગે છે. જો આંખ ને સારું પૌષ્ટિક ભોજન મળી રહે તો આવું ન થાય. ફણગાવેલા અનાજમાં ઘણા એવા પોષક તત્ત્વો છે જે આપણી આંખની દ્રષ્ટિને નબળી થતી અટકાવે છે અને આપણા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.
બ્રસેલ્સ સ્પ્રાઉટસ્માં લ્યુટીન અને જીયાજૈથીન જેવા શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ અને વિટામીન સી હોય છે, જે આંખને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
૬. સહનશક્તિ વધારવામાં:
મિત્રો સહનશક્તિ વધારવાનો અર્થ છે શારીરિક અને માનસિક નબળાઈને દૂર કરવું અને તેને મજબૂત બનાવવું. તેના માટે તમારે તમારા ભોજનમાં સવારના નાસ્તા રૂપે સ્પ્રાઉટસ્નો સમાવેશ કરવો જોઈએ. જેનાથી તમે સંપૂર્ણ દિવસ ઉત્સાહિ બની રહો. તેને તમે નિયમિત રૂપે તમારા નાસ્તામાં શામેલ કરો જેનાથી તમારો સ્ટેમિના જળવાઈ રહે.
૭. પ્રતિરક્ષાતંત્ર માટે :
જો તમે બધા રોગોથી બચવા માંગો છો, તો તેના માટે તમારી પ્રતિરક્ષાતંત્ર એટલે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. જો તમે તંદુરસ્ત રેહવા માંગો છો તો સ્પ્રાઉટસ્નું સેવન કરવું જોઈએ, કેમકે તેમાં ઘણા એવા તત્વ હોય છે જે આપણા રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને આપણને નિમોનિયા, ડાયરિયા, મલેરિયા અને બીજા રોગોથી બચાવે છે.
૮. એનિમિયા માટે ફાયદાકારક :
એનીમિયા એટલે શરીરમાં આયર્ન થી થનારી તે સમસ્યા જેને સામાન્ય ભાષામાં લોહીની ઊણપ પણ કહે છે. તેવામાં તમારે તમારા ભોજનમાં અથવા નાસ્તામાં સ્પ્રાઉટસ નો સમાવેશ કરવો જોઈએ જેનાથી આપણા શરીરમાં આયર્નની ઉણપ ન થાય અને આપણે એનિમિયા જેવી સમસ્યાથી બચી શકીએ.
૯. ત્વચાની સુંદરતા માટે :
પ્રદૂષણ, ખોટી ખાણી પીણી, સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ અને ત્વચાની સંભાળમાં ઉણપને કારણે આપણી ત્વચાની સુંદરતા અથવા ચમક ઓછી થવા લાગે છે. તેવામાં ત્વચા સૂકી, નિર્જીવ થવા લાગે છે અને ચેહરા પર કરચલી પણ થવા લાગે છે.
આ સમસ્યાના સમાધાન માટે તમારે તમારા ભોજનમાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરવો જોઈએ. તેમાં રહેલ એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ અને એન્ટી એંજીંગ ગુણ આપણી ત્વચાની ચમકને જાળવી રાખે છે અને તમને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.
૧૦. ગર્ભાવસ્થા દરમિયાન સારુ ભોજન:
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ફણગાવેલા અનાજનો તેમના દરરોજના ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. પરંતુ કાચું સ્પ્રાઉટસ્ન ખાવું જોઈએ કેમકે તેમાં બેક્ટેરિયા પણ હોઈ શકે છે તેવું FDA નુ કેહવુ છે. તેથી સ્પ્રાઉટસ્ ને ૧૬૫ ડિગ્રી F પર રાંધીને જ ગર્ભાવસ્થામાં તેનું સેવન કરવુ. આમ કરવાથી નવજાત શિશુના માનસિક અને શારીરિક વિકાસમાં કોઈ તકલીફ થતી નથી.
અનાજને ફણગાવવાની રીત :
આપણે બધા જાણીએ છીએ કે ફણગાવેલો ખોરાક એક સસ્તુ પૌષ્ટિક ખોરાક છે, જેને તમે સરળતાથી તમારા ઘરે જ બનાવી શકો છો, તમારે જે અનાજને ફણગાવવા છે, તેને રાત્રે પલાળી દો અને તેને સવારે ગાળીને ધોઈ લો.
પછી તેને એક ભીના કપડામાં લપેટીને રાખી દો. તે વાતનું ધ્યાન રાખો કે કપડાં માં ભેજ જળવાઈ રહે. આ ભીના કપડાંને અંધારામાં રાખી દો. જેનાથી તે અનાજ નું અંકુરણ જલદી થઈ જાય. જ્યારે તમે તે ભીના કપડાંને પછીના દિવસે ખોલશો તો તમને ફણગાવેલુ અનાજ મળશે.
ફણગાવેલ અનાજ ખાવાના નુકસાન:
આપણે બધા જાણીએ છીએ કે દરેક વસ્તુની અમુક આડઅસર હોય છે. તેવી રીતે સ્પ્રાઉટસ્ ની પણ આડઅસર છે તેની પાછળ ઘણાં કારણ હોઇ શકે છે. જે અમે તમને જણાવીશું.
- ફણગાવેલા અનાજ ને વધારે સમય સુધી રાખવાથી ઘણીવાર તેમાં કેટલાક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને ફૂડ પોઇઝનિંગ, ઉલ્ટી, ઝાડા અથવા બીજી ઘણી પ્રકારની સમસ્યા થઈ શકે છે. તેથી તેને વધારે સમય સુધી ન રાખો, સેવન કરતા પહેલા તેને સારી રીતે ધોઈ લો અથવા તમે તેનો ઉકાળીને પણ ઉપયોગ કરી શકો છો.
- તેને વધારે ખાવાથી ઘણીવાર પેટમાં ખેંચાણ, ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે તેનું પૂરતી માત્રામાં સેવન કરો.
- જો તમે જઠરનો સોજો, ડાયરિયા, ગેસ્ટ્રીક અલ્સર કે સ્વાદુપિંડના દર્દી છો, તો સ્પ્રાઉટસ નું સેવન કરતા પેહલા કોઈ ડોકટરની સલાહ જરૂર લેવી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team