સવારે ઉઠતાં જ હુંફાળું પાણી પીવું ખૂબ ફાયદાકારક હોય છે.તે તમે બધા જાણો જ છો. તેનાથી શરીર અંદર થી સાફ થાય છે. પાચન તંત્ર થી જેરિલા તત્વો દૂર થાય છે. ચયાપચય ની ક્રિયા જડપી થાય છે. અને ત્વચા સાફ અને સ્વસ્થ થાય છે. જો તમને ખ્યાલ હોય તો ગરમ પાણી માં થોડી હળદર મિક્સ કરીએ તો તે લાભકારી સાબિત થાય છે. તે તમારા દીર્ઘકાલીન સ્વાસ્થ્ય માંટે વરદાન સાબિત થાય છે.
સવારે હળદર વાળુ પાણી પીવાથી આ ફાયદા થાય છે.
આપણે જાણીએ છીએ કે હળદર માં સોજો આવ્યો હોય કે બળી ગયા હોય તેની માંટે નો ઈલાજ છુપાયેલો હોય છે. આપણાં દિવસ ની શરૂઆત કરવા માંટે હળદર વાળુ પાણી જ બેસ્ટ છે.
હળદર વાળુ પાણી વધારે છે ઇંમ્યુંનિટી
હળદર માં રહેલ લીપોપોલીસૈકેરાઇડ શરીર ની પ્રતિરક્ષા પ્રણાલી ને મજબૂત કરે છે. સાથે જ તે ખાંસી, ફ્લૂ અને અન્ય સંક્રમણ નું જોખમ ઓછું કરે છે. એટલે જ હળદર વાળુ પાણી નિયમિત રૂપ થી લેવું. ખાસ કરી ને શિયાળા ની ઋતુ માં. ઠંડી માં વાઇરસ થી બચવા માંટે ગરમ પાણી ની સાથે હળદર નાખી ને પાણી પીવું વધુ સારું છે.
હળદર અને ગરમ પાણી પાચન તંત્ર કરે છે મજબૂત
સવારે સવારે હળદર વાળુ પાણી પીવાથી પાચન તંત્ર પર સારી અસર પડે છે. જેથી તમારી પાચન ની પ્રણાલી દિવસભર ના ભોજન ને પચાવા માંટે તૈયાર રહેશે. હળદર થી પિત્તશાય ને પિત્ત અને પાચન માંટે જરુરી એવા એન્જાઈમ ને બનાવા માં મદદ મળે છે. જે શરીર ના ભોજન ને પચાવા માં મદદ કરે છે.
હળદર અને ગરમ પાણી છે ડાયાબિટિસ માંટે ફાયદાકારક
હળદર શરીર માં રહેલી શર્કરા ને સારી રીતે પ્રસંસ્કૃત કરે છે. તેનાથી બ્લડ શુગર નું સ્તર ઓછું થાય છે. હળદર નો આ ગુણ ડાયાબિટિસ ના દર્દી માંટે ખૂબ જ સારો છે.
હળદર અને ગરમ પાણી કરે છે વજન ઓછું
હળદર વાળુ પાણી પીવાથી શરીર માં ચરબી ઓછી થાય છે. એટલે જ જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને આ ઉપાય જરૂર થી કરવો. કેટલાક કિસ્સા માં આ ઉપાય ખૂબ જ ઉપયોગી નિવડ્યો છે. હળદર માં રહેલ કરક્યુંમીન વસા ને જમા નથી થવા દેતો.
હળદર અને ગરમ પાણી થી સોજા અને બળતરા ઓછી થાય છે
કરક્યુંમીન માં સોજા અને બળતરા ઓછી થાય તેવા ગુણ હોય છે. એટલે કે હળદર વાળુ પાણી શરીર ના કોઈ પણ હિસ્સા માંટે સારું છે. હળદર વાળુ પાણી સોજા ઓછા કરે છે સાથે જ સાંધા માં થયેલા ઘા ને પણ રુજ આપે છે. તેનાથી સાંધા માં થતાં દુખાવો અને ઘૂટણ માં રાહત થાય છે. એટલે જ ઘૂટણ ના દુખાવા માંટે આ પાણી કોઈ ચમત્કાર થી ઓછું નથી.
હળદર અને ગરમ પાણી છે ત્વચા માંટે ફાયદાકારક
ત્વચા માંટે હળદર ખૂબ જ ફાયદાકારક છે. હળદર પ્રાકૃતિક રૂપ થી લોહી સાફ કરવાનું કામ કરે છે. તે લોહી માંથી જેરિલા પદાર્થ દૂર કરે છે. હળદર માં એંટિ ઓક્સિડેંટ હોય છે જે ત્વચા ને મુક્ત કણો ના નુકશાન થી બચાવે છે. તેનાથી ત્વચા માં ચમક આવે છે. હળદર થી ત્વચા નો રંગ સુધરે છે. સાથે જ ડાઘ, ખીલ અને ડાર્ક સર્કલ થી પણ છુટકારો મળે છે.
ગરમ પાણી અને હળદર છે મગજ માંટે ખૂબ સારુ
ઍલ્જાઈમર રોગ શરીર માં વૃદ્ધિ હોર્મોન ના સ્તર ને ઓછું કરે છે. કરક્યુંમીન શરીર માં આ હોર્મોન ને નિયંત્રણ કરે છે. જો તમે નિયમિત રૂપ થી હળદર વાળા પાણી નું સેવન કરો છો તો તે મગજ માંટે ઘણું સારું છે.
હળદર ના સેવન થી ઍલ્જાઈમર રોગ થવાની આશંકા ઓછી થઈ જાય છે. વૈજ્ઞાનિકો ના અનુસાર કરક્યુંમીન, બીટા- એમિલોયડ ને બનાવા થી રોકે છે. જે કોશિકાઓ ને નુકશાન પહોંચાડે છે. આ સિવાય હળદર તાંત્રિકા ઉત્તક ના સોજા ને પણ ઓછું કરે છે.
ગરમ પાણી અને હળદર થી કેન્સર થી બચી શકાય છે.
ગરમ પાણી અને હળદર ના સેવન થી કેન્સર ના ખતરા ને ટાળી શકાય છે. હળદર માં કેન્સર રોધી ગુણ પણ હોય છે. હળદર માં રહેલા એંટિ ઓક્સિડેંટ કેન્સર ની કોશિકાઓ બનતા રોકે છે. રેડીએશન ના સંપર્ક આવતા જે ટયૂમર થાય છે તેની સામે હળદર રક્ષણ આપે છે.
હળદર અને ગરમ પાણી હર્દય ને રાખે સ્વસ્થ
હળદર કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ તે એથેરોસ્લેરોસિસ ને રોકવા માંટે સારો ઉપાય છે. જેનાથી ધમનીઓ માં પ્લાનક જમા થાય છે. અને સ્ટ્રોક અને હાર્ટ અટેક ના જોખમ ને વધારે છે. હળદર ના સેવન થી ધમની ના અંદર ની સપાટી પર લોહી ના ઘઠઠા ને જામતાં અટકાવે છે.
હળદર કેવી રીતે લેવી
એક ગ્લાસ ગરમ પાણી કે હૂંફાળા પાણી માં ¼ ચમચી હળદર પાવડર નાખી ને રોજ સેવન કરવું. પાણી માં હળદર લીંબુ અને મધ નાખી ને પણ પી શકાય છે.
હળદર અને ગરમ પાણી ના નુકશાન
ગર્ભવતી મહિલા એ હળદર નું સીધું જ સેવન ન કરવું. તે ગર્ભાશય ને ઉદ્દીપત કરે છે. આ સિવાય એસિડ રિફલૅક્સ અથવા ગર્ડ જેવી કોઈ પાચન સમસ્યા હોય તો હળદર નો ઉપયોગ ડોક્ટર ને પૂછી ને જ કરવો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team