ઘણી માતાઓની ફરિયાદ હોય છે કે તેમનું બાળક દૂધ પીવામાં નાટક કરે છે, તેને દૂધ ભાવતું નથી વગેરે વગેરે… દૂધ ન પીવાને કારણે બાળકોમાં પોષણ, વિટામિન અને કેલ્શિયમની ભારે ઉણપ રહી જાય છે. દૂધ પીવાથી બાળકના મગજ અને શરીરનો વિકાસ થાય છે. કેલ્શિયમથી હાડકા અને દાંત મજબૂત બને છે. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે બાળકો દૂધને બહુ નફરત કરતા હોય છે. એવામાં તેમનો દૂધ પ્રત્યે લગાવ કેવી રીતે વધારી શકાય તે આજે જણાવીશું.
દૂધ પીવડાવતી વખતે બોલશો નહી
આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આપણે એવુ શું કરીએ જેનાથી તમારુ બાળક સારી રીતે દૂધ પીવા માંડે. તેને રમત રમતમાં દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરો. દૂધ પીવડાવતી વખતે બોલશો નહી. જો તમે તેને દૂધ પીતા સમયે બોલાવશો તો એ રોજ માટે દૂધ પીવાનું બંધ કરી દેશે.
ફ્લેવર્ડ મિલ્ક
કોઈ બાળકને દૂધ એટલા માટે નથી ભાવતુ કે, સિમ્પલ દૂધ સ્વાદમાં સારુ નથી લાગતુ. તેથી માતાને સલાહ આપવામાં આવે છે કે, તેઓ બાળકોને મનપસંદ ચોકલેટ કે સ્ટ્રોબેરી ફ્લેવરવાળુ દૂધ પીવડાવે.
મિલ્ક શેક
બાળકોને ફળો સાથે મિક્સ કરીને શેક બનાવી આપો. આવુ કરવાથી બાળકો પ્રેમથી દૂધ પી જશે.
નાસ્તા પહેલા આપો દૂધ
હંમેશા યાદ રાખો કે જ્યારે પણ બાળકોને ભૂખ હોય ત્યારે તેમને નાસ્તો આપતા પહેલા દૂધ આપો. આવુ કરવાથી તે દૂધ પી લેશે.
સુંદર અને સ્ટાઈલિશ ગ્લાસ
જ્યારે તમારુ બાળક દૂધ પીવાની ના પાડે તો તેને સુંદર અને ડિઝાઈનર ગ્લાસમાં દૂધ આપવાનું શરૂ કરી દો. તે ગ્લાસની સુંદરતાને જોઈને દૂધ પર ધ્યાન નહી આપે અને દૂધ પી લેશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team