આમ તો દરેક મંદિરો માં ભગવાન ગણેશ ની ગજમુખ સ્વરૂપ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં સ્થિત એક મંદિર આનું અપવાદ છે. આ છે તમિલનાડુ માં સ્થિત આડી વિનાયક મંદિર, જ્યાં ભગવાન ગણેશ નું મુખ માણસ ના રૂપમાં છે. આ દુનિયાનું એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશ ગજમુખી બની ને નહિ પણ માણસ ના સ્વરૂપ માં બીરાજ છે.
આ સાથેજ હજી એક ખૂબી છે આ મંદિર ની, આ એક માત્ર ગણેશ મંદિર પણ છે જ્યાં લોકો પિત્રની શાંતિ કરવા માટે પૂજન કરવા આવે છે. અહીયાની લોક માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન શ્રીરામેં પણ પોતાના પૂર્વજો ની શાંતિ માટે પૂજા કરી હતી. આ પરમ્પરા ના કારને આજે પણ ઘણાય ભક્તો પોતાના પૂર્વજો ની શાંતિ માટે અહી પૂજા કરવા આવે છે.
તમિલનાડુ માં મોજુદ આ મંદિર ભલે ભવ્ય ના હોય પણ આ મંદિર તેની ખૂબી માટે જાણીતું છે. સામાન્યત: પિતૃદોષ માટે નદિયોં કિનારે તર્પણ ની વીશી કરવામાં આવે છે પણ આ મંદિર ની ખૂબી ના કારને આ જગ્યાનું નામજ તિલતર્પણપૂરી રાખ્યું છે.આ મંદિર ના કારને અહી દુર-દુર થી લોકો પોતાના પિતરો ના નિમિત પૂજન કરવા આવે છે.
ક્યાં સ્થિત છે આ મંદિર : તમિલનાડુ ના કૂટનુર થી લગભગ ૨ કી.મી ની દુરી પર તિલતર્પણપૂરી નામની એક જગ્યા છે, અહિયાંજ ભગવાન ગણેશનું આડી વિનાયક મંદિર આવેલું છે.
મંદિરમાં મોજુદ છે ભગવાન શિવ નું મંદિર : આ જગ્યા પર ભગવાન ગણેશ ના નરમુખી રૂપ ની સાથે સાથે ભગવાન શિવ નું મંદિર પણ છે. મદિરના વચ્ચે ની જગ્યા એ ભવન શિવનું મંદિર છે અને શિવ મંદિર ની બહાર નીકળતાજ ગણેશજી નું નરમુખી મંદિર જોઈ શકાય છે.
સરસ્વતી મંદિર માટે પણ પ્રસિદ્ધ છે આ ગામ : ભગવાન ગણેશ નું નરમુખી મંદિર માટે આ ધામ તો પ્રસિદ્ધ છેજ પણ અહિયાં આવવાવાળા શ્રદ્ધાળુ સરસ્વતી મંદિરના દર્શન કાર્ય વગર પાછા જતા નથી. આ મંદિરને કવી ઓટ્ટકુઠાર દ્વારા બનાવવામાં આવ્યું હતું.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI