પૂનમ ઉપર નદી મા સ્નાન કરવાની અને દાન પુણ્ય કરવાની પરંપરા, આ તિથિ પર બની રહ્યો છે શુભ યોગ, આ દિવસે શું કરવું અને શું ન કરવું.
અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે. આ મહિના ની પૂનમ, ૧ ઓક્ટોબરે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. હિન્દી પંચાંગ મુજબ અધિક મહિનો ત્રણ વર્ષે એક વાર આવે છે. આ કારણે આ પૂનમ નું મહત્વ બહુ વધુ હોય છે. આ મહિનો ૧૬ ઓક્ટોબર સુધી ચાલશે. ઉજજૈન ના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા ના મતે ગુરુવાર અને પૂનમ ના યોગ માં નદી મા સ્નાન કરવાની અને દાન પુણ્ય કરવાની પરંપરા છે.
- અધિક મહિના ની પૂનમ ના દિવસે વહેલા ઊઠી અને સ્નાન કર્યા પછી સૂર્ય ને તાંબા ના લોટા થી અર્ધ્ય અર્પણ કરવું જોઈએ. સૂર્ય નો મંત્ર ૐ સુર્યાય નમઃ નો જાપ કરવો જોઈએ. મંત્ર જાપ ઓછામાં ઓછો ૧૦૮ વાર કરો.
- હવે કોરોના ને લીધે નદી મા સ્નાન નથી કરી શકતા તો ઘરે નદીઓ અને તીર્થો ના નામ ના જાપ કરતા કરતા સ્નાન કરવું જોઈએ.
- પૂનમ ના દિવસે ભગવાન સત્યનારાયણની કથા નો પાઠ કરવો જોઈએ. ભગવાન ને હલવા નો ભોગ ચડાવો. ધૂપ દીપ કરી ને આરતી કરો.
- આ દિવસે સૂર્યાસ્ત માં તુલસી પાસે દીવો કરો. પરિક્રમા કરો. ચંદ્ર ઉદય પછી ચાંદી ના લોટા માં દૂધ ભરીને ચંદ્રદેવ ને અર્ઘ્ય અર્પિત કરો.
- અધિક મહિનામાં ભગવાન વિષ્ણુ ની સાથે શિવજી, શ્રીકૃષ્ણ, શ્રીરામ, હનુમાનજી અને બીજા દેવી દેવતાઓ ની પણ પૂજા કરવી જોઈએ.
ત્રણ વર્ષ મા એક વાર આવે છે અધિક મહિનો.
- હિન્દી પંચાંગ મુજબ એક ચંદ્ર વર્ષ મા ૩૫૪ દિવસ હોય છે. જ્યારે એક સૂર્ય વર્ષ મા ૩૬૫ દિવસ અને લગભગ ૬ કલાક હોય છે. આ બંને સૂર્ય અને ચંદ્ર વર્ષો ની વચ્ચે લગભગ ૧૧ દિવસો નું અંતર રહે છે. દર ત્રણ વર્ષે આ અંતર એક મહિના જેટલું થઈ જાય છે. આ અંતર ને પૂર્ણ કરવા માટે દર ત્રણ વર્ષ મા એક ચંદ્ર એટલે કે અધિક મહિના ની વ્યવસ્થા કરવામાં આવી છે.
- પૂનમ ના દિવસે ઘર માં ઝધડો ન કરવો જોઈએ. ઘરમાં પ્રેમ અને શાંતિ જાળવી રાખવી જોઈએ. અધાર્મિક કામો ન કરવા જોઈએ. ઘર પરિવાર અને સમાજમાં કોઈ નો અનાદર ન કરવો. નાના મોટા બધા લોકો નું સન્માન કરવું.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.