Image by razkoko3 from Pixabay
અનિરુદ્ધ જોશી
દર વર્ષે શ્રાદ્ધ ની પૂર્ણાહૂતિ પછી નવરાત્રિ આસો મહિનામાં જ શરૂ થાય છે પરંતુ આ વર્ષે આસો મહિનામાં પરષોત્તમ અથવા અધિક મહિનો હોવાથી ૧ મહિના પછી નવરાત્રિ શરૂ થશે. આવો સંજોગ લગભગ ૧૬૫ વર્ષ પછી થવા જઈ રહ્યો છે. આસો મહિનામાં અધિક મહિનો ૧૮ સપ્ટેમ્બર થી ચાલુ થઈ ને ૧૬ ઓક્ટોબર સુધી રહેશે. ચાલો જાણીએ આ મહિનામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.
શું ખાવું?
૧. આ મહિના મા જાપ અને તપ સિવાય વ્રત નું પણ ઘણું મહત્વ છે. આખો મહિનો એક જ સમયે ભોજન કરવું જોઇએ જે આધ્યાત્મિક અને આરોગ્ય ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
૨. ભોજન માં ઘઉં, ચોખા, જવ, વટાણા, મગ, તલ, બથુઆં, ચોલાઈ, કાકડી, કેળા, આમળા, દૂધ, દહી , ઘી, કેરી, હરડે, પીપળ, જીરૂ, સૂંઠ, સિંધવ મીઠું, આમલી, પાન – સોપારી, જેકફૂટ, શેતુર, મેથી વગેરે ખાવાની માન્યતા છે.
શું ન ખાવું ?
૧. આ પરષોત્તમ મહિના કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું અને માંસાહાર થી દુર રહેવું. તેથી અધિક મહિના મા આ ચીજ વસ્તુ ઓ ખાવા પીવાની મનાઈ કરવામાં આવી છે.
૨. ફ્લાવર, કોબીજ, મધ, ચોખની માંડ, અડદ, રાઈ, મસૂર, મૂળા, લસણ, કાંદા, રીંગણ, ચણા, વાસી અનાજ, નશીલા પદાર્થો વગેરે ન ખાવા જોઈએ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team