દરરોજ પીવામાં આવતી ચાનો સ્વાદ વધારવા માટે ઉમેરો આ 10 ઘટકો

Image Source

જો તમને ચા પીવી ખૂબ જ સારી લાગે છે તો તેમા આ વધારાના ઘટકો નાખીને તમે જરૂરથી એક્સપરિમેન્ટ કરી શકો છો બની શકે છે કે તમને આ ચાનો સ્વાદ વધુ સારો લાગે.

ભારતમાં ચા નુ મહત્વ શું છે એ કોઈ એવા વ્યક્તિને પૂછો જેને જ્યાં ખૂબ જ પ્રિય છે અને તેમને સમય ઉપર ચા મળી નથી. જ્યાં માત્ર એક હોટ ડ્રિંક જ નહીં પરંતુ આપણા ઇમોશન્સ થી ઓછું નથી. પરંતુ ઘણા લોકોને ચાની સાથે અલગ-અલગ પ્રકારના પ્રયોગો કરવાનું ખૂબ જ પસંદ હોય છે એવામાં એક મોટી સમસ્યા એ હોય છે કે સામાન્ય ઉપયોગમાં આવતા ઘટકોના માત્રાની લોકોને માહિતી હોતી નથી.

શું તમે જાણો છો કે દૂધ,ખાંડ, ચા પત્તી,પાણી આદુ સિવાય એવા બીજા દસ ઘટકો છે જે આપણે ઉમેરી શકીએ છીએ? તો ચાલો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ત્યાં સાથે કયા ઘટકો તમારે ઉમેરવા જોઈએ.

Image Source

1 કેસર

1 કપ ચામાં કેટલું લેવું : એક અથવા વધુ માં વધુ બે સેર

કેસર વાળી ચા ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેના ફાયદા પણ ઘણા બધા જોવા મળે છે. કેસરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેમાં સ્વાદ અને ફ્લેવર દરરોજ કરતા અલગ આવી શકે. તમે એક વખત ચા માં કેસર નાખીને જુઓ તમને પણ આ ચા ની આદત લાગી શકે છે.

Image Source

2 સ્ટાર ફુલ

એક કપ ચા માં કેટલી માત્રા : 1 ફુલ

સ્ટાર ફુલ ચા માં નાખ્યા પછી કંઈક મુલેઠી જેવો સ્વાદ આપે છે. જો તમને ગળામાં ખરાશ અથવા તો ખાંસી થઈ રહી છે તો સ્ટાર ફુલ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે તેને તમે પોતાની  ચા માં દરરોજ સામેલ કરી શકો છો.

Image Source

3 તજ

એક કપ ચા માં કેટલી માત્રા : ⅛ ચમચી તજ પાવડર અથવા ૧ નાનો ટુકડો

તજ નાખેલી ચા માં એક અલગ જ પ્રકારની ફ્લેવર હોય છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.તે શિયાળાના સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હા, તજ વાળી ચા બનાવતી વખતે ધ્યાન રાખો કે તેને વધુ ન નાખો નહીં તો તમારા ગળામાં દુખાવો ઉત્પન્ન કરી શકે છે.

Image Source

4 હળદર 

એક કપ ચા માં કેટલી માત્રા : ⅛ ચમચી

જે પ્રમાણે હળદર વાળું દૂધ લાભકારી હોય છે તેવી જ રીતે હળદર વાળી ચા પણ ખૂબ જ લાભકારી હોય છે અને લોકો તેને પીવે છે. આ ચા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અને જો તમને વધુ શરદી થઈ ગઈ છે અથવા તો વાતાવરણ ખરાબ હોવાને કારણે થોડી તકલીફ થાય છે તો આ ચા તમને ખૂબ જ કામ લાગશે.

Image Source

5 લવિંગ

એક કપ ચા માં કેટલી માત્રા : 3 થી 4

લવિંગનો ઉપયોગ ચામાં ખૂબ જ કરવામાં આવે છે. અને તે શરદી, ખાંસી, તાવ વગેરેમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. લવિંગથી ચા માં ખૂબ જ સ્ટ્રોંગ સ્વાદ આવે છે.અને તે તમને જરૂર થી પસંદ આવશે પરંતુ હા,તેમાં વધુ લવિંગ ન નાખો કારણ કે તેનાથી તમારી ચા કડવી થઈ જશે.

Image Source

6 ફુદીનો

એક કપ ચા માં કેટલી માત્રા: 1-2 પાન

જો તમે દૂધ વગરની ચા બનાવી રહ્યા છો તો ફુદીનાનો ઉપયોગ કરીને જુઓ. આ ચા ન માત્ર તમને તાજગી આપશે પરંતુ એટલી શ્રેષ્ઠ ફ્લેવર આપશે કે તમને મજા આવી જશે.અને આઈસ-ટી માં તો ફુદીનો એક મુખ્ય ઘટક હોય છે.

Image Source

7 ઈલાયચી

એક કપ ચા માં કેટલી માત્રા : 1-2

ઇલાયચી નો સ્વાદ આદુની સાથે ખૂબ જ સારો લાગે છે. વધુ ઈલાયચી નાખવી જોઈએ નહીં જો તમને ગળી ચા પસંદ છે તો તેને એક થી વધુ ન નાખો. ઈલાયચી તમારી ચા માં હર્બલ ફ્લેવર લાવશે અને તમારી ચાનો સ્વાદ પણ વધારશે.

Image Source

8 ગોળ

એક કપ ચા માં કેટલી માત્રા : જેટલી ગળી ચા તમારે પીવી હોય તેટલો

પ્રોસેસ્ડ ખાંડની તુલનામાં હંમેશા ગોળ વાળી ચા વધુ સ્વાસ્થ્યકારક માનવામાં આવે છે. પરંતુ વધુ ગળ્યું ખાવું સારું માનવામાં આવતું નથી તેથી થોડું ધ્યાન રાખો. ગોળવાળી ચા માં તંદૂર નો ફ્લેવર આવે છે. અને તેનો સ્વાદ ખાંડની તુલનામાં ખૂબ જ અલગ હોય છે.

Image Source

9 કાળા મરી

એક કપ ચા માં કેટલી માત્રા : 2-3

જો તમારું ગળું ખરાબ છે તો આ કાળા મરી વાળી ચા તમને ખૂબ જ ફાયદો આપી શકે છે. આ ચા તમારે શિયાળાની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં પીવી જોઈએ. પરંતુ ઉનાળાની ઋતુમાં તમને તકલીફ કરી શકે છે તેથી આ ઋતુમાં ધ્યાન રાખીને પીવો.

Image Source

10 સંચળ પાવડર( કાળું મીઠું)

એક કપ ચા માં કેટલી માત્રા : ¼ નાની ચમચી

જો તમે એક દિવસ પહેલા ખૂબ જ બૂમો પાડી છે અને તમારું ગળું બેસી ગયું છે અથવા તો તમારો અવાજ દબાયેલો છે તો કાળા મીઠા વાળી ચા તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.એક વખત તમે તેને ટ્રાય કરીને જુઓ.તમને ખ્યાલ આવી જશે કે તે તમને કેટલો ફાયદો આપી શકે છે.

આ દરેક ઘટકો ચા માં નાખવામાં આવે છે પરંતુ તમને આમાંથી કોઇપણ ઘટકથી સમસ્યા થાય છે તો તેનો ઉપયોગ કરશો નહીં.

માત્ર ચા પીવાથી તમારી તબિયત સંપૂર્ણ રીતે યોગ્ય થતી નથી તેથી ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment