તમારા રૂટિનમાં ઉમેરો ગાજરનો રસ, તમારી ત્વચા ચમકી ઉઠશે

ગાજરના રસનો ઉપયોગ કરીને ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે, ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

Image Source

શિયાળામાં ગાજરનું સેવન કરવામાં આવે છે. હલવો અને શાકભાજી સિવાય ગાજરનો રસ શિયાળામાં તંદુરસ્ત ભોજન નો એક ભાગ છે, તેમાં રહેલું પોષણ તમને ઘણી રીતે લાભ આપે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો તમે ત્વચાની સંભાળ માંટે રૂટિન માં  ગાજરનો રસ લઈ શકો છો. ગાજરના રસનો ઉપયોગ કરવાથી તમે સુર્ય થી રક્ષણ મળે છે, એંટિ અજિંગ ની સમસ્યાઓ થી છુટકારો મળે છે. બીજું કે ગાજર ને કાચું ખાવાથી ચહેરાનું  તેજ પણ વધે છે, તેથી તેને સલાડમાં શામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.

રોજ કેમિકલ યુક્ત ઉત્પાદનનો ઉપયોગ કરવાથી ઘણી સમસ્યા ઓ થાય છે, જો કે તમે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો છો, તો ફક્ત તમારી ત્વચા જ ગ્લો કરશે નહીં, પરંતુ તે ચમકી ઉઠશે. ગાજરમાં એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-એજિંગ ના ગુણ હોય છે જે ત્વચાને જુવાન રાખે છે અને ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે, તો ચાલો આપણે જાણીએ કે ગાજરના રસનો ઉપયોગ કેવી રીતે કરવો.

તૈલી ત્વચા

ગાજરમાં વિટામિન એ હોય છે જે ત્વચામાં હાજર અતિશય તેલને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી ત્વચા ફ્રેશ રહે. ફેસ પેક બનાવવા માટે, એક કપ ગાજરના રસમાં એક ચમચી દહીં, ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. અડધા કલાક પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો.

ડ્રાયનેસ થશે દૂર

ગાજરમાં પોટેશિયમ હોય છે જે આપણી ત્વચાની અંદરની ડ્રાયનેસ દૂર કરે છે. તમે શિયાળામાં ગાજરના માસ્કનો ઉપયોગ કરીને તમારી ત્વચાને મોઈશ્ચરાઈજ કરી શકો છો.  નિયમિત ઉપયોગથી ત્વચા નો નિખાર પણ સુધરે છે. ફેસ પેક બનાવવા માટે ગાજરને ગ્રાઇન્ડ કરો. હવે તેમાં એક ચમચી મધ અને દૂધ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા પછી, આ પેકને તમારા ચહેરા પર લગભગ 15 મિનિટ માટે લગાવી રાખો. 15 મિનિટ પછી, જ્યારે તે સૂકાઈ જાય, પછી તેને સામાન્ય પાણીથી ધોઈ નાખો.

રંગત નિખારે

રંગને સુધારવા માટે પણ ગાજરનો રસ વાપરી શકાય છે. આ માટે ગાજરનો રસ, દહીં અને ઇંડા ની સફેદી ને મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. 15 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી સાફ કરો. ગાજર ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને તેનાથી રંગત પણ સાફ થાય  છે.

એંટિ એજિંગ

Image Source

એન્ટિ એજિંગની સમસ્યા 30 વર્ષ વતાવ્યા પછી શરૂ થાય છે, જેમા ચહેરા પર કરચલીઓ અથવા ફાઇન લાઈન દેખાય છે. તેનાથી રાહત મેળવવા માટે, તમે ગાજર ના રસ નો ઉપયોગ કરી શકો છો. આ માટે ગાજરના રસમાં એલોવેરા મિક્સ કરી તમારા ચહેરા પર લગાવો. નિયમિત ઉપયોગ કરવા થી સમય પહેલા ના અજિંગ ની  સમસ્યાથી રાહત મળે છે. ગાજરમાં વિટામિન સી હોય છે, જે ત્વચામાં કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને કરચલીઓ ઘટાડવાનું કામ કરે છે.

ટેનિગ થશે દૂર

Image Source

ગાજરમાં રહેલા  બીટા કેરોટિન અને કેરોટિનોઇડ્સ ત્વચાને યુવી કિરણોથી બચાવે છે અને સૂર્ય ના કિરણ ને કારણે થતી ટેન ને ઘટાડે છે. ગાજરના રસમાં ગુલાબજળ મિક્સ કરો અને તેને એક  સ્પ્રે બોટલમાં ભરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા અને શરીર પર છાંટો, તે ત્વચાને માત્ર હાઇડ્રેટ રાખશે સાથે જ સૂર્યના હાનિકારક કિરણોથી પણ બચાવશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment