ઘરનું પીવાનું પાણી જો ઉચિત દિશા અને ઉચિત જગ્યા ઉપર જો મુકવામાં ન આવે તો ઘરમાં રોગની સાથે સાથે ધનહાની નો યોગ પણ બને છે. આવો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કઈ દિશામાં મૂકવું જોઈએ પીવાનું પાણી, અને તેની સાથે જ જાણીએ બીજી 11 રોચક અને કામની બાબતો.
1. ઘરના રસોઈ ઘરમાં પીવાના પાણીનું વાસણ મૂકવાનું સ્થાન ઉત્તર ઇશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ અથવા તો પૂર્વમાં છે. ફિલ્ટર મશીન વગેરે પૂર્વ અથવા પૂર્વ ઉત્તર ખૂણામાં મૂકો.
2. જો તમે અંડરગ્રાઉન્ડ ટાંકો, બોર અથવા હેડ પંપ લગાવવાનું વિચારી રહ્યા છો તો ઉત્તર દિશા, ઈશાન દિશા અથવા પૂર્વ દિશામાં જ લગાવો.
3. દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં કૂવો અથવા ટ્યુબવેલ બોર હોવો જોઈએ નહીં.
4. ઉપર છત ઉપર આવેલ પાણીની ટાંકીમાં પાણી ચઢાવવા માટે મોકલનાર પંપ પણ ઉપર જણાવેલી દિશા અનુસાર હોવું જોઈએ.
5. ઓવર હેડ ટાંકો ઉત્તર અને વાયવ્ય ખુણા ની વચ્ચે હોવો જોઈએ. ટાંકીનો ઉપરનો ભાગ ગોળ હોવો જોઈએ.
6. જો તમારા ઘરમાં પહેલેથી જ જુના સમયનો કૂવો અને ટ્યુબવેલ ઊંઘી દિશામાં છે, તો તેને ભરાવી દો અને તેનો ઉપયોગ ન કરો.
7. ઘરના નળ માંથી પાણી ટપકતું રહે છે તો આર્થિક નુકસાન થાય છે. તેથી તે નળ ખૂબ જ જલ્દી ઠીક કરાવી લો.
8. જેમના ઘરમાં પાણી બહાર નીકળવાની જગ્યા દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેમને આર્થિક સમસ્યાઓથી ઝજુમવું પડે છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં પાણી બહાર નીકળવા થી આર્થિક દ્રષ્ટિથી તેને શુભ માનવામાં આવે છે.
9. ઘરમાં નાહવાની જગ્યા ઉચિત દિશામાં હોવી જોઈએ તે પૂર્વમાં હોય તો શુભ માનવામાં આવે છે.
10. બાથરૂમને ભીનું રાખવું આર્થિક સ્થિતિ માટે યોગ્ય નથી પ્રયોગ કર્યા બાદ તેને કપડાથી સુકવવાનો પ્રયાસ જરૂરથી કરવો જોઈએ.
11. પીવાના પાણીને પિત્તળ, તાંબા અથવા તો માટીના ઘઢામાં જ ભરીને રાખવું જોઈએ લોખંડ સ્ટીલ અથવા પ્લાસ્ટિક વગેરેમાં પાણી રાખવાથી તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “વાસ્તુશાસ્ત્ર અનુસાર પીવાનું પાણી ઘરમાં ક્યાં મૂકવું જોઈએ? જાણો બીજી 11 કામની બાબતો”