વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરમાં આ દોષને કારણે લોકો બિમાર રહેતા હોય છે..વાંચો જાણવાજેવી માહિતી

Image Source 

હાલ એવી પરિસ્થિતી છે કે આપણી બધીજ બાજુ બીમારીઓ ફેલાયેલી છે, જેના કારણે મોટા ભાગના લોકો હવે તણાવમાં આવી ગયા છે. કોરોનાને કારણે મોટા ભાગના લોકોનું જનજીવન ખોરવાયું છે. જોકે આ સંક્રમણને કારણે તો સમગ્ર વિશ્વ હાલમાં હેરાન થઈ રહ્યું છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે તમારા ઘરમાં અમુક વાસ્તુ દોષને કારણે પણ તમે બિમાર પડી શકો છો. ત્યારે આજે અમે તમને તે બધાજ દોષ વીશે વીગતવાર માહિતી આપીશું.

Image Source 

મધ્ય ભાગ ખુલ્લો રાખવો

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તમારે તમારા ઘરનો મધ્યભાગ ખુલ્લો રાખવો જોઈએ. પહેલાના સમયમાં ઘરના મધ્યભાગમાં લોકો બગીચો રાખતા હતા. પરંતુ હાલ તેવું સંભવ નથી. જોકે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરનો મધ્યભાગ ખાલી હોય. કારણકે જો મધ્યભાગ ભરેલો હશે તો ઘરમાં અનેક બિમારીઓ ઘૂસી શકે છે. સાથેજ તમારે મધ્યભાગમાં કોઈ પણ પ્રકારનો સામાન પણ ન રાખવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સકારાત્મક શક્તિ નથી રહેતી. જેના કારણે પરિવારના સભ્યોની તબીયત પર તેની ગંભીર અસર પડી શકે છે.

Image Source 

ઉત્તર પૂર્વ બંધ દિશા ખુલ્લી રાખવી

આપણા દરેકના ઘરમાં ઉત્તર પૂર્વ દિશાના દ્વાર હંમેશા ખુલ્લા રહેલા હોવા જોઈએ. આ દિશામાં મોટા ભાગે મંદિર રહે તે વધારે સારુ માનાવામાં આવે છે. કારણકે આ દિશાઓને દેવી દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. સાથેજ ઘરના આ સ્થાનથી સકારાત્મક ઉર્જા આવતી રહે છે. જેથી એ વાતનું ધ્યાન રાખજો કે ઘરમાં ક્યારેય પણ ઉત્તરપૂર્વ દિશા પૂરી રીતે બંધ ન થાય. નહીતો તમારા ઘરમાં ધનનો અભાવ સર્જાઈ શકે છે. સાથેજ ઘરના સભ્યો પણ બિમાર પડી શકે છે.

Image Source

દક્ષિણ દિશા ખુલ્લી ન રાખતા

ઘરમાં દક્ષિણ દિશાને ક્યારેય પણ ખુલ્લી ન રાખવી જોઈએ. કારણકે આ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. જેથી જો તમે ઘરમાં આ દિશાને ખુલ્લી રાખી તો પછી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. જેથી જો આ દિશાને  ખુલ્લી રાખશો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાતો આવશેજ સાથેજ ઘરના સભ્યો બિમાર પણ રહી શકે છે. માટે બને ત્યા સુધી તમારા ઘરની દક્ષિણ દિશા ક્યારેય પણ ખુલ્લી ન રાખતા.

Image Source

પલંગ નીચે સામાન ન મુકો

જો તમને પણ પલંગ નીચે સામન મુકવાની આદત છે. જેમા તમે તમારા ઘરમાં બેડ નીચે  જુની ચીજ વસ્તુઓ તેમજ જુતા ચપ્પલ મુકો છો. તો તમારે તમારી આ આદત બદલી કાઢવી જોઈએ. કારણકે આ આદતને ઘણી ખરાબ આદત માનવામાં આવે છે. સાથેજ પલંગની નીચે કબાડ વસ્તુઓ મુકવા કરતા તે જગ્યાએ સાફસુફી રાખશો તો તે વધારે સારુ રહેશે. ઉપરાંત સાફસુફ રાખવાથી તમને કોઈ નુકશાન પણ નહી થાય

Image Source

ઈશાનકોણ યોગ્ય હોવો જોઈએ

ઘરનો ઈશાનકોણ સૌથી સુંદર અને સૌથી સારો હોવો જોઈએ. ક્યારેય પણ ઘરનો ઈશાન કોણ કપાયેલો ન હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરનો ઈશાન કોણ કપાયેલો હોય તો તમારા ઘરના સભ્યોને ગંભીર રોગોનો સામનો કરવો પડી શકે છે. સાથેજ જો ઘરની ઉત્તર દિશામાં ઈશાન કોણ વધારે હશે તો તેના કારણે ઘરની મહિલાઓને ઘણી તકલીફ પડી શકે છે. સાથેજ કો પૂર્વ દિશા તરફ ઈશાન કોણ વધારે હશે તો ઘરના પુરુષોને વધારે સમસ્યા થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment