⚛ ધાર્મિક શાસ્ત્ર અનુસાર 🐄 ગાયને નિયમિત ગોળ અને રોટલી ખવડાવવાથી થતા ફાયદા

Image Source

હિંદુ ધર્મમાં ઘણા પશુ પક્ષીઓને શુભ માનવામાં આવે છે. તેમાંથી સૌથી વધુ મહત્વ ગાયને આપવામાં આવ્યું છે. હિંદુઓમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે તે આપણને દૂધ આપે છે.ગાયની પૂજા અને સેવાનું પણ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.

એવી માન્યતા છે કે ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. તેથી જો તમે ગાયની પૂજા કે સેવા કરો છો, તો તમે એક સાથે આ બધા દેવતાઓને પ્રસન્ન કરી શકો છો. શાસ્ત્રોમાં ગાયની સેવા અને પૂજા સાથે સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક ખૂબ જ પ્રચલિત પણ છે.

ગાયને ગોળ અને રોટલી ખવડાવવી એ પણ આ નિયમોમાંથી એક છે. એવું કરતા તમે ઘણા લોકોને જોયા હશે.પરંતુ શું તમે જાણો છો કે ગાયને ગોળન રોટલી ખવડાવવાના ઘણા ફાયદા છે. આ બાબતે અમારી વાત ઉજ્જૈનના પંડિત અને જ્યોતિષ મનીષ શર્મા જણાવે છે કે, ‘હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. ગાય ભગવાન શ્રીકૃષ્ણને પણ ખૂબ પ્રિય છે.જો કોઈ વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે ગાયની સેવા કરે તો તેને દરેક પ્રકારે જીવનમાં સુખ મળે છે. આમ તો ગાયને નિયમિત દિવસમાં ખાવા માટે અલગ-અલગ વસ્તુઓ આપવી જોઈએ. જો તમે ગ્રહ શાંતિ કે જીવનમાં આવી રહેલી સમસ્યાઓને ઓછી કરવા માંગતા હોવ તો તમારે ગાયને ગોળ રોટલી ખવડાવવી જોઈએ.

પંડિતજી આપણને તેના બીજા ફાયદાઓ પણ જણાવે છે

Image Source

ગ્રહોની શાંતિ માટેના ઉપાયો-

  • જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ હોય તો તમારે નિયમિત રીતે ગાયને રસોઇમાં બનેલી પહેલી રોટલી ખવડાવવી જોઈએ. રોટલી ઘઉંના લોટની હોવી જોઈએ.
  • જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો.
  • જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો ગાયને રોટલી સાથે શાકભાજીઓ પણ ખવડાવવા જોઈએ.
  • બૃહસ્પતિ ગ્રહ નબળો હોય તો તમારે ગાય રોટલી અને ગોળ સાથે ચણા પણ ખવડાવવા જોઈએ.
  • જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ગાયને રોટલી અને પાણી અર્પણ કરવું જોઇએ.
  • રાહુની મહાદશાને ઓછી કરવા માટે ગાયને કાળી દાળની સાથે રોટલી આપો.
  • શનિ ગ્રહને શાંત કરવા માટે તમે દર શનિવારે ગાયને ઘી લગાવેલી રોટલી સાથે પાલક ખાવા માટે આપો.
  • કેતુ ગ્રહને બળવાન બનાવવા માટે સફેદ તલ અને ઘઉંના લોટની બનેલી રોટલી ખાવા માટે આપો.

Image Source

આર્થિક સમસ્યાઓના સમાધાન માટે

જો તમે ઘણા સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમને આ પરેશાનીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો, તો તમારે નિયમિત રીતે ગાયના પગને સ્પર્શ કરીને તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. તેનાથી તમને માત્ર માનસિક શાંતિ જ નહીં મળે પરંતુ તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવવાનો માર્ગ પણ મળશે.

નોકરીમાં પ્રમોશન માટેના ઉપાય – તમારા કામ માટે ઘરની બહાર નીકળતી વખતે જો તમને ગાયનો અવાજ સંભળાય, તો તે દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. ખાસ કરીને જો તમને નોકરીમાં પ્રમોશન ની આશા હોય તો ગાયનો અવાજ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.

વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય – ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરવા માટે તમારે નિયમિત રીતે સવાર સાંજ ભગવાનના મંદિરમાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી ઘર શુદ્ધ રહેશે અને તમામ પ્રકારના દોષ દૂર થશે.

ઘરમાં સકારાત્મક ઉર્જા માટેના ઉપાય – ઘરમાં જો સકારાત્મકતા જળવાઈ રહે તો પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ પણ જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા રહેલી છે, તો તેને દૂર કરવા માટે, તમારે તમારા ઘરમાં ગાય સાથે શ્રી કૃષ્ણની છબી લગાવવી જોઈએ.

આશા છે કે તમને આ માહિતી ગમી હશે. આ લેખને શેર અને લાઈક ચોક્કસ કરો, આ પ્રકારના વધુ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “⚛ ધાર્મિક શાસ્ત્ર અનુસાર 🐄 ગાયને નિયમિત ગોળ અને રોટલી ખવડાવવાથી થતા ફાયદા”

Leave a Comment