જનરલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિન માં આવેલી એક રિપોર્ટ અનુસાર પુરુષો પોતાના પ્રેમને જાહેર કરવામાં ખૂબ જ ઉતાવળા હોય છે. તે લગભગ 88 દિવસમાં જ પોતાના પ્રેમનો ઇજહાર કરે છે. બીજી તરફ મહિલાઓ તેની માટે 132 દિવસ લે છે. એટલે જોવા જઈએ તો મહિલાઓ ખૂબ જ સમજી-વિચારીને પ્રેમના ખાડામાં પડે છે. પરંતુ તેના પછી દિલ તુટવાની બિમારી પણ તેમને વધુ હોય છે. હા, મહિલાઓમાં બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ નો રેટ પુરુષો કરતા ખૂબ જ વધારે છે. જો 60% મહિલાઓ દિલ તૂટવા ઉપર ખૂબ જ દુઃખી થાય છે અને પુરુષોમાં તે 40% છે.
Image Source
તણાવથી જોડાયેલું છે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ
યુરોપીયન હાર્ટ જનરલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ એક એવી બીમારી છે જેમાં દિલના અમુક મસલ્સ અસ્થાયી રૂપથી કમજોર થઈ જાય છે. આ મસલ્સ લૂઝ થઈ જાય છે જેનાથી તેની પંપીંગ ક્ષમતા ઓછી થઈ જાય છે. અને લગભગ તે કોઈ દુઃખ અથવા પોતાના વ્યક્તિથી દુર જવા ઉપર થાય છે. તેમાં હાર્ટ નો એક ભાગ અસ્થાયી રૂપથી કમજોર થઈ જાય છે. ત્યારે તો એવું કહેવામાં આવે છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે હસવું ખૂબ જ જરૂરી છે. તમે હસશો તો તમારું હૃદય સ્વસ્થ રહેશે અને તેનાથી તણાવ ઓછો થાય છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ શ્રેષ્ઠ રહે છે.
પોસ્ટ મેનોપોઝના વધુ કેશ
બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ મેનોપોઝ બાદ વધુ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ બીમારીના લગભગ 60 % કેસ મહિલાઓમાં જોવા મળે છે. તેમાં પણ વધુ 50 વર્ષની ઉંમર પછી અથવા તો પોસ્ટ મેનોપોઝમાં જોવા મળે છે.
શું છે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમના લક્ષણ
- છાતીનો દુખાવો
- શ્વાસ લેવામાં તકલીફ
- ગભરાહટ
- પરસેવો
એલર્ટ રહેવાની જરૂર
યુરોપીયન હાર્ટ જનરલનું એ પણ કહેવું છે કે મહિલાઓમાં હૃદયની બીમારીની ખબર થોડી મોડી પડે છે.અને દર સાલ હૃદયની બીમારીથી પીડિત ત્રણમાંથી એક મહિલા મરીઝનું મૃત્યુ થઈ જાય છે. તેનું શું કારણ એ છે કે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ બેપરવાહ હોય છે. ઘણી વખત લોકોને લાગે છે કે મહિલાઓને હૃદયની બીમારીનું જોખમ ઓછું હોય છે. પરંતુ નવી સ્ટડીઝ અને રિસર્ચ એ વાતને ખોટી જણાવી રહી છે. તે આપણને સજાગ કરે છે કે હૃદયની બીમારીઓ મહિલાઓને પણ હોય છે. તેથી તેમને સ્વાસ્થ્યને લઈને એટલું જ સચેત રહેવાની જરૂર છે.
Image Source
મહિલાઓ હોય છે ઓછી દિલફેંક
દિલ ઉપર વાત થઇ રહી છે તો થોડી નજર દિલના મામલાઓ પર પણ નાખવામાં આવે. આમ તો પુરુષો ને મહિલાઓની તુલનામાં વધુ દિલફેંક સમજવામાં આવે છે પરંતુ પ્રપોઝ કરવાના મામલામાં એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવી છે. શાદી.કોમ ના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હવે ભારતીય પુરુષ એવું ઈચ્છે છે કે મહિલા જ તેમને સર્વપ્રથમ પ્રપોઝ કરે. એટલે કે જો તમારું દિલ કોઈ છોકરા ઉપર આવી ગયું છે તો પ્રપોઝ કરવાની પહેલ તમે કરો કારણકે જમાનો બદલાઈ ગયો છે તે પણ તમારા પ્રપોઝ કરવાના ઈંતજારમાં જ બેઠા હશે.
શું મહિલાઓનું દિલ વધારે વખત તૂટે છે?
એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પુરુષો કરતા મહિલાઓનું દિલ વધુ વખત તૂટે છે. રિલેશનશિપ પુરી થવાનું દુઃખ મહિલાઓના દિમાગમાં લાંબા સમય સુધી રહે છે. વધારે પડતા પુરુષો ચાર-પાંચ મહિના પછી નોર્મલ થઇ જાય છે. પરંતુ મહિલાઓને નોર્મલ થવા માટે અને આ દુઃખમાંથી બહાર નીકળવા માટે ઘણી વખત બે વર્ષ અથવા તો તેનાથી વધુ સમય લાગી જાય છે.
મહિલાઓ પોતાના એક્સને ભૂલી નથી શકતી
યુનિવર્સિટી કોલેજ લંડનની એક રિસર્ચ અનુસાર પુરુષ મહિલાઓની તુલનામાં વધુ તીવ્રતાથી બ્રેકઅપ કરી લે છે. અને પોતાના કેરિયરમાં આગળ વધી જાય છે પરંતુ મહિલાઓને પોતાના એક્સને ભુલવા માટે વધુ સમય લાગે છે.
Image Source
શું કહે છે સાઈકોલોજીસ્ટ
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ બિન્દા સિંહ જણાવે છે કે સમજી વિચારીને આપણે સંબંધ બાંધીએ છીએ પરંતુ ત્યારબાદ આપણને દગો મળે તો લગભગ મહિલાઓ તૂટી જાય છે. તે પોતાને ઠગાયેલ મહેસૂસ કરે છે. તેનાથી તેમના દિલ અને દિમાગ ઉપર ખૂબ જ ઊંડો ધક્કો લાગે છે અને તે વિચાર્યા કરે છે કે એવું તો શું થયું કે આ સંબંધ એક જ ઝાટકામાં તૂટી ગયો.
હોર્મોન્સના કારણે પ્રેમ
આમ તો પ્રેમમાં પડવા માટે ભલે 80 દિવસ લાગે અથવા તો 180,સાચું તો એ છે કે પ્રેમમાં આપણા મગજના એક પ્રકારના કેમિકલ રિએક્શનના કારણે થાય છે.
ડોપામીન,નોરએપીનેફ્રિન અને ફીનાઇલ,ઇથાઇલ, એમઆઈન આ ત્રણ કેમિકલ્સ છે. પ્રેમની શરૂઆત માં અથવા પોતાના પ્રેમીને જોતી વખતે આ કેમિકલ આપણા લોહીમાં સામેલ થઈ જાય છે અને તેની સંપૂર્ણ અસર આપણા શરીર પર પડે છે. ડોપામીન નો દિમાગ ઉપર તે જ અસર થાય છે જે કોકીન અથવા તો નિકોટીનનો થાય છે. અને આ કેમિકલ આપણા દિમાગમાં પ્રેમ ભરે છે.
પ્રેમ કરવા વાળા ને નથી લાગતી ભૂખ
પ્રેમમાં પડવાથી આપણા શરીરમાં એક અલગ જ પ્રકારની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. એપીનેફ્રિન અને નોરપેનેફ્રિન રિલીઝ થાય છે અને તે આપણા દિલને તીવ્રતાથી ધડકવા માટે ટ્રિગર કરે છે અને તેથી જ જ્યારે આપણે કોઈના પ્રતિ આકર્ષિત થઇએ છીએ તો આપણને ભૂખ લાગતી નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “એક રિસર્ચ અનુસાર પ્રેમને વ્યક્ત કરવા માટે મહિલાઓ 130 દિવસનો સમય લે છે, છતાં પણ મહિલાઓમાં દિલ તૂટવાના મામલા વધુ”