મહાન દાર્શનિક, બુદ્ધિજીવી અને અર્થશાસ્ત્રના જ્ઞાતા આચાર્ય ચાણક્યએ જીવનના દરેક પહેલુને તેમના નીતિ શાસ્ત્રમાં સમજાવ્યા છે. આચાર્ય ચાણક્યના મત મુજબ આ 4 બાબતો પતિ-પત્ની વચ્ચેના પ્રેમ અને સુમેળમાં વધારો કરે છે.
ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જીવનના દરેક પહેલૂને યોગ્ય રીતે સજાવવામાં આવ્યા છે. આચાર્ય ચાણક્યએ તેમના જીવનના અનુભવો દ્વારા માનવનું કરિયર, મિત્રતા, લગ્ન જીવન, સંપત્તિ, શિક્ષણ અને વ્યવસાય વગેરે જેવી દરેક બાબતો પર ધ્યાન આપ્યું છે. આચાર્ય ચાણક્ય અનુસાર પતિ-પત્નીને એકબીજાના પૂરક માનવામાં આવે છે. તેઓ કહે છે કે જો દાંપત્ય જીવન સાદું અને પ્રેમભર્યું રાખવું હોય તો બંને તરફથી પ્રયત્નો કરવા જરૂરી છે. પરસ્પર સંવાદિતા અને પ્રેમ પર આધારિત સંબંધ જ મજબૂત બને છે. તો ચાલો જાણીએ ચાણક્ય નીતિ અનુસાર કઈ કઈ 4 બાબતો છે જેને સુખી દાંપત્ય જીવનનું કારક માનવામાં આવે છે.
એકબીજા સાથે સ્પર્ધાની ભાવના રાખશો નહિ
ચાણક્ય નીતિ કહે છે કે પતિ-પત્ની એકબીજાના સાથી છે હરીફ નહિ. સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્ની બંનેનું સાથે ચાલવું જરૂરી છે. જીવનની બંને સમસ્યાઓ એકબીજાના પાર્ટનર બનીને ઉકેલવી જોઈએ, સ્પર્ધક બનીને નહીં.
ગોપનીયતાની કાળજી લો
આચાર્ય ચાણક્ય અનુસાર દરેક સંબંધની પોતાની મર્યાદા હોય છે. એવી જ રીતે પતિ-પત્ની વચ્ચે કેટલીક એવી ગુપ્ત વાતો હોય છે જે તેમણે ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિને ના જણાવવી જોઈએ નહીં તો તેમના પરસ્પર સંબંધોમાં તિરાડ પડી શકે છે.
એક બીજાની જરૂરતને ઓળખો
આચાર્ય ચાણક્ય મુજબ જીવનસાથી તરીકે પતિ પત્ની બંનેએ એક બીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખતા આવડવું જોઈએ. સુખી લગ્નજીવન માટે એક બીજાની ભાવનાઓની કદર કરવી અને તેનો સાથ આપવો જોઈએ.
ધીરજ રાખો
આચાર્ય ચાણક્ય અનુસાર જો તમે તમારા લગ્નજીવનને સફળ બનાવવા માંગો છો, તો પતિ-પત્નીએ દરેક બાબતમાં ધીરજ રાખવી જોઈએ કારણ કે ઘણીવાર પ્રતિકૂળ પરિસ્થિતિઓ તમારા સંબંધોમાં કડવાશ લાવી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચાણક્યનીતિ શાસ્ત્ર મુજબ, જાણો 4 એવી બાબતો જે પતિ પત્નીના દાંપત્ય જીવનની ખુશીનું કારણ છે”