દર્શન કરીને ગુજરાતી પરિવાર પરત ફરી રહ્યો હતો. પુરપાટ ટ્રકે ગાડીનું પડીકું વાળી દીધું.

દરરોજ આપણી આસપાસ ઘણા અકસ્માત થતાં હોય છે. જ્યારે પણ કોઈ અકસ્માત થાય છે તો તેમાં નુકશાન પણ થતું હોય છે. ઘણા અકસ્માત એવા પણ હોય છે જેમાં જીવનો પણ નુકશાન થતું હોય છે. આવા જ એક સમાચાર અમે તમારી માટે લાવ્યા છે. વાત છે બનાસકાંઠાની અહિયાંના એક પરિવારનો રાજસ્થાનના બાડમેર પાસે અકસ્માત થાય છે.

આ અકસ્માતમાં 4 મૃત્યુ થયા હતા. તેમાં હમણાં 8 વર્ષના બાળકની હાલત ખૂબ ગંભીર છે. આ પરિવાર જસોલથી દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. અકસ્માત એ સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો. આ દરમિયાન તેમની ગાડીનો એક ઝડપથી આવતા ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માત થતાં જ ગાડીનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહ બહાર કાઢવા માટે ગાડી કાપવાનો સહારો લેવો પડ્યો હતો.

ટ્રક ચાલક અકસ્માત પછી ટ્રક છોડી ભાગી ગયો હતો. અકસ્માતમાં એક પુરુષ ને ત્રણ મહિલાનું મૃત્યુ થયું હતું. આ સિવાય જે લોકો ઘાયલ થઈ ગયા હતા તેમને દવાખાન દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ મહિલા અને એક પુરુષના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા હતા જ્યારે તેમની સાથે રહેલ એક મહિલા અને એક બાળક એ ઘાયલ થઈ ગયા હતા. સારવાર દરમિયાન એ મહિલાનું મૃત્યુ થયું હતું. બાળકની પરિસ્થિતિ હજી ગંભીર છે.

ધાનેરાનો છે આ પરિવાર..

કમલાદેવી (70),

ઘાનેરાના રાજેશ કૈલાશ માહેશ્વરી (22),

ધાનેરાના દ્રૌપદીબેન (65) અને

મનિષાબેન (32)નો સમાવેશ થાય છે.

રાજેશ કે જે આ મહિલાઓ અને બાળકને લઈને દર્શન કરવા માટે નીકળ્યો હતો તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. રાજૂ ચા સપ્લાયનો વેપાર કરતો હતો. આ બધા દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે એક ફૂલ સ્પીડમાં આવતી ટ્રક દ્વારા ટક્કર થઈ હતી અને તેમનો ખૂબ ભયંકર અકસ્માત થયો હતો જેમાં 3 મહિલા અને 1 પુરુષનું મૃત્યુ થયું હતું. એક બાળક કે જે હજી ગંભીર છે. તેની સારવાર ચાલી રહી છે.

Leave a Comment