આખરે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં માં થઇ ડો. હાથી ની એન્ટ્રી….

કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ડો. હાથી નામનું પાત્ર ભજવનારા એક્ટરની શોધમાં નિર્માતા પાછલા બે મહિનાથી હતા. કહેવાઈ રહ્યું છે કે હવે આ તેમને કોઈ એક્ટર મળી ગયો છે.

કવિ કુમાર આઝાદના પાત્ર માટે કોઈ બીજું નહીં પરંતુ નિર્મલ સોની રિપ્લેસ કરી રહ્યા છે. તેઓ કવિ કુમાર પહેલા ડો. હાથીનું પાત્ર ભજવી ચૂક્યા છે.

રવિવારે કર્યું કમબેક સિટી જાણકારી મુજબ નિર્મલ રવિવારે ફિલ્મ સિટીમાં કમબેક એપિસોડનું શુટિંગ કરી ચૂક્યા છે. ડો. હાથીનું પાત્ર ભજવનારા કવિ કુમાર આઝાદનું 9 જુલાઈએ નિધન થઈ ગયું હતું. તેમના નિધન બાદથી જ નવા ચહેરાની શોધ કરાઈ રહી હતી. પરંતુ પાત્રને લાયક કોઈ એક્ટર નહોતો મળી રહ્યો.

લાંબા સમયથી નિર્માતાઓ ડો. હાથીની શોધમાં હતા. રિપોર્ટ મુજબ કવિ કુમારના નિધન બાદથી જ નિર્માતાઓ ડો. હાથીના પાત્ર માટે ઓડિશન લઈ રહ્યા હતા.

હકીકતમાં નિર્માતાઓને એક એવા એક્ટરની જરૂર હતી જેની કોમિક ટાઈમિંગ કવિ કુમાર સાથે મેચ થતી હોય.કવિ કુમાર દર્શકોને ખૂબ હસાવતા. હાથીના પાત્રમાં કવિ કુમાર આઝાદને જોતા જ લોકો હસવા લગતા. તેમના ફેશિયલ એક્સપ્રેશનના કારણે દર્શકોને આનંદ મળતો હતો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment