આજે પણ અંગ્રેજો ના કબ્જા માં છે આ રેલ્વે ટ્રેક, વાપરવા માટે ચુકવવા પડે છે લાખો રુપયા..🚊🚊

આમ તો આપણી આઝાદી ને ૭૧ વર્ષ થઇ ગયા છે, પરતું આજે પણ આપણી એક વસ્તુ અંગ્રેજો ના કબ્જા માં છે. મોટા ભાગના લોકોને આ વાતની જાણ નહી હોય કે મહારાષ્ટ્ર માં એક એવી રેલ્વે લાઈન છે, જ્યાં અધિકારી રીતે ઇન્ડીયન રેલ્વે નો કોઈ હક નથી અને આના સંચાલક ની જવાબદારી બ્રિટેન ની એક પ્રાઈવેટ કમ્પની પાસે છે.

ભારત માં રહીને પણ ભારત થી જોડાયેલ નથી આ રેલ્વે ટ્રેક. આ રેલ્વે ટ્રેક પર શકુંતલા એક્સપ્રેસ નામક એક માત્ર પેસેન્જર ટ્રેન ચાલે છે. કહેવાય છે કે યતમાલ થી મુર્તીઝાપુર વચ્ચે બનેલ આ નેરો ગેઝ લાઈન ની શરૂઆત બ્રિટીશ રાજ્ય માં થઇ હતી. આ એવો સમય હતો જયારે બધી ટ્રેનો ના સંચાલક ગ્રેટ ઇન્ડીયન પેનીન્સુલાર ના હાથ માં હતી.

આ સિવાય મધ્ય ભારત માં ચાલનારી બધી ટ્રેનો નો જીમ્મો પણ આ કમ્પની પાસે હતો. આશ્ચર્ય ની વાત તો એ છે કે ૧૯૫૨ માં રેલ્વે ના રાષ્ટ્રીયકરણ દરમ્યાન, આ ટ્રેક ને અવગણવામાં આવી હતી. એટલા માટે ગ્રેટ ઇન્ડિયન પેનિનસ્યુલર રેલવેને આજે પણ આ લાઈનનો અધિકાર છે.

શંકુતલા રેલ્વે ની સ્થાપના ૧૯૧૦ માં બ્રિટીશ પ્રાઇવેટ ફર્મ ના કિલીક નિકસન દ્વારા થઇ હતી. અંગ્રેજો ના રાજ માં રેલ નેટવર્ક ફેલાવાનું કામ આ કમ્પની કરતી હતી. કમ્પની એ બ્રિટીશ ગવર્મેન્ટ સાથે જોઈન્ટ વેન્ચર પર કામ કરવા માટે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે નામક કમ્પની નું નિર્માણ કર્યું હતું. આજે પણ શંકુતાલા રેલવે દ્વારા સાંકડી ગેજ ટ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે.

યવાતમલથી અમરાવતી જીલ્લાના અચલપુરમાં, 190 કિલોમીટરના અંતરે આવવા માટે આશરે 20 કલાકનો સમય લાગે છે, જેનું ભાડું ૧૫૦ રુપયા છે. આ રૂટ પર ટ્રેન દિવસ માં ખાલી એકજ વાર ચાલે છે.

આશરે ૧૦૦ વર્ષ જૂની ૫ ડબ્બાઓની આ ટ્રેન ૭૦ વર્ષ સુધી ૧૯૨૧ માં મેન્ચેસટેર માં બની જેએડડી સ્ટીમ ઈન્જીન થી ચાલતી રહી. ત્યારબાદ ૧૯૯૪ માં ઈન્જીન ની જગ્યાએ ડીઝલ ઈન્જીન લગાવામાં આવ્યા. આ રેલ્વે લાઈન ને યુઝ કરવા માટે ભારતીય રેલ્વે ને દર વર્ષે આશરે ૧ કરોડ રુપયા બ્રિટીશ કમ્પનીને આપવા પડે છે.

2016 માં, તત્કાલિન રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ નારો ગેજને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવા માટે 1500 નું બિલ પસાર કર્યું હતું, તાકી તે ભારતીય રેલ્વે ની હેઠળ કરી શકાય છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment