લગ્ન બાદ દરેક છોકરી ઉપર તેના નવા પરિવાર ની જવાબદારીઓ આવી જાય છે? જેના કારણે ઘણી વાર છોકરીને તેના પિયરની યાદ આવતા પણ તેના માતા-પિતા ને અવગણવા પડે છે. અહિયાં અમે તમને થોડી એવી ટીપ્સ બતાવી રહ્યા છીએ જે તમને મદદગાર ની સાથે-સાથે તમારા સંબધ પિયર અને સાસરી બન્ને જગ્યાએ મજબુત કરી દેશે.
શેડ્યુલ બનાવો
તમારા સાસરીમાં વાત કરીને સ્ચેદ્યુલ બનાવો કે તમે પિયર ના કામની ઉપેક્ષા કર્યા વગર કેટલી વાર અને ક્યાં સમયે પિયર જી શકો છો.
પિયર થી બોલાવો
તમે તમારા પિયર થી તમારી માતા-પિતા, ભાઈ -બહેન બધાને ક્યારેક ક્યારેક તમારા ઘરે પણ બોલવાનું રાખો. તેઓ આવીને જોઈ પણ શકશે કે તેમની દીકરી કઈ રીતે સાસરા માં પોતાની જવ્બ્દારીઓ નિભાવે છે અને કઈ રીતે ગૃહ્સ્તી સંભાળે છે. અને સાથેજ તમારા સાસુ-સસરા ને પણ મળી શકશે. આમ કરવાથી બન્ને પરિવારોના સંબંધ મજબુત થશે.
બધી વાતો પિયરમાં ન કહો
જયારે તમે તમારા પિયર વાળાને મળો ત્યારે નીસ્ન્દેહ ચર્ચા કરો, વાતચીત કરો અને સલાહો પણ લો. પણ સાસરા ની નાની મોટી સમસ્યા ની વાતું પોતાના પિયરમાં ન કરો. કોઈ વાત લઈને રાઈ નો પહાડ ન કરો. તમારા નવા પરિવાર ની ઈજ્જત તમારા હાથ માં છે. બસ આ વાત સમજો અને વિવેક થી પરીસ્થીઓને સમજો.
આયોજન કરો
મહિના માં એક વાર આખા પરિવાર સાથે ભોજન અથવા કોઈ પીકનીક પ્લાન કરો. બધાય સાથે રહો , આમ કરવાથી બધાય ના સંબંધ માં એક પ્રકરની મજબુતી આવી જશે અને બન્ને પરિવાર સુખી પણ રહશે.
તીજ ત્યોહારો માં ખાસ ધ્યાન રાખવું
તીજ ત્યોહાર માં તમે તમારા પરિજનો ને પોતાના સાસરે બોલાવો અથવા તમે તેમના ઘરે જાઓ. અસલ માં આવા અવસરોમાં બધાય ને પોતાના લોકોની યાદ આવે છે. પણ યાદ રહે કે આવા અવસરો માં તમારે બન્ને પરિવારોનું ધ્યાન રાખવાનું છે એટલા માટે તમારી સીમા અને મર્યાદા નું વિશેષ ધ્યાન રાખવું.
ALL IMAGE SOURCE : PINTEREST
આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI
1 thought on “આદર્શ વહુ બનવું હોય તો આને એક વાર વાન્ચીલો, બધાની આંખો માં ઈજ્જત કમાઈ લેશો👌👌”