ગરમીની ઋતુ વધી રહી છે અને દરેક લોકો આ ઋતુમાં પોતાને ફ્રેશ રાખવા માંગે છે જેના માટે લોકો ઠંડી ઠંડી વસ્તુઓનું સેવન કરે છે. ખાવામાં ફળોનું સેવન અને પોતાને તાજા અને ઠંડા રાખવા માટે પીણાંમાં લીંબુ પાણીનું સેવન માનો ગરમીની ઋતુમાં સામાન્ય વાત છે. ગરમીમાં કોઈપણ માટે લીંબુ પાણી જાણે કે તેમની પહેલી પસંદ બની જાય છે કેમકે તેનાથી ન માત્ર શરીરમાં વિટામિન-સી, પોટેશિયમ અને ફાઇબર મળે છે પરંતુ શરીર પણ ઠંડુ રાખે છે.
પણ જરૂરી નથી કે લીંબુ પાણીનું સેવન દરેક માટે ફાયદાકારક જ હોય. દરેક વસ્તુના ફાયદા અને નુકસાન બેવ હોય છે તેવી જ રીતે લીંબુ પાણી કોઈક માટે ફાયદાકારક તો કેટલાક માટે નુક્સાનકારક પણ બની શકે છે, અને આજે આ બ્લોગના માધ્યમથી અમે તેમના માટે બતાવી રહ્યા છે જેમણે લીંબુ પાણી પીવું ન જોઈએ.
૧. જો પેટમાં અલ્સર હોય
ક્યારેક ક્યારેક કોઈક લોકોને વધારે તેલ-મસાલા વાળી વસ્તુઓ ખાવાથી પેટમાં અલ્સરની મુશ્કેલીઓ થવા માંડે છે, જેના કારણે પેટમાં દુખાવો અને બળતરા થવા માંડે છે. એવામાં તેમને લાગે છે કે ઠંડુ ઠંડુ લીંબુ પાણી પીવાથી તેમની આ સમસ્યા ઘણા અંશે ઓછી થશે, પણ તેમની ધારણા ખોટી છે કેમકે પેટમાં અલ્સરથી પીડાતા લોકો જો લીંબુ પાણીનું સેવન કરશે તો તેમની મુશ્કેલીઓ ઘણી વધી શકે છે.
૨. એસિડિટીમાં ન પીઓ લીંબુ પાણી
આજકાલ વધારે પ્રમાણમાં બહારનું ખાવાનું ખાવાથી મોટાભાગના લોકો એસિડિટીની ફરિયાદ કરે છે, જેનું કારણ ઘણીવાર ગળામાં બળતરા જેવી તકલીફો ઉત્પન્ન થાય છે. એવામાં ઘણી વાર લોકો લીંબુ સોડા પાણી પીએ છે અથવા લીંબુ પાણી પીએ છે કેમકે તેમને એવું લાગે છે કે તેનાથી મુશ્કેલી દૂર થઈ જશે, પણ તેઓ ખોટા હોય છે કેમકે લીંબુ માં ઘણા પ્રમાણમાં એસિડ હોય છે અને તેનું સેવન કરવાથી એસિડિટીની મુશ્કેલી ઘણી વધી જાય છે.
૩. દાંતની તકલીફો
જો તમારા દાંતમાં દુખાવો કે દાંતને સંબંધિત કોઈ મુશ્કેલી છે તો બિલકુલ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ નહીં, નહીં તો પરેશાની તેનાથી વધારે વધી શકે છે. કેમકે લીંબુમાં સાઈટ્રસ એસિડ હોય છે અને તેનાથી દાંત નબળા બનીને તૂટી શકે છે અથવા દાંતમાં સેન્સિટિવિટી એટલે કે ઝણઝણાહટની મુશ્કેલી પણ ઉત્પન્ન થઈ શકે છે.
૪. નબળા હાડકાં અથવા હાડકાંની મુશ્કેલી
જે લોકોમાં હાડકાંમાં દુખાવાથી સંબંધિત કે હાડકાંથી જોડાયેલ કોઈ મુશ્કેલી હોય તો તેમણે લીંબુ પાણી બિલકુલ પીવું જોઈએ નહીં કેમકે તે પીવાથી વધારે વખત તમારે બાથરૂમ જવું પડી શકે છે અને વારે વારે યુરીન નિકલવાથી શરીરનું કેલ્શિયમ બહાર નીકળી જશે અને હાડકાં પણ નબળા બની શકે છે.
૫. યુરિક એસિડ અથવા કિડનીની મુશ્કેલીઓ
જે લોકોને યુરિક એસિડની મુશ્કેલી છે તે લીંબુ પાણીનું સેવન બિલકુલ ન કરશો નહીં, નહિતર શરીરમાં દુખાવો અથવા સોજાની સમસ્યા વધી શકે છે. તેના ઉપરાંત જેમને કિડનીની સમસ્યા છે તે પણ લીંબુ પાણી અથવા લીંબુથી દૂર રહો, નહીં તો કિડની સ્ટોનની મુશ્કેલી થઈ શકે છે.
દરેક વસ્તુના થોડાક ફાયદા અને નુકસાન બંને હોય છે કેમકે ફાયદા અને નુકસાન સિક્કાની બે બાજુ છે અને આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. તેથી લીંબુ પાણી પીતી વખતે ઉપર જણાવવામાં આવેલી થોડી વાતોને ધ્યાન માં જરૂર રાખો. હંમેશા યાદ રાખો કે તમારું સ્વાસ્થ્ય અને તમારી સુરક્ષા તમારા હાથમાં છે તેથી કોઈ પણ વસ્તુને નજરઅંદાઝ ન કરો, પોતાનું ધ્યાન રાખો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI