આ કારણોસર તમારે રોજ એક કપ દહી ખાવું જોઈએ😋

જેમ રોજ એક સફરજન ખાવાથી તે ડોક્ટરને દૂર રાખે છે તેમ જ, રોજ એક કપ દહી ખાવાથી ડોક્ટરને દૂર રાખી શકાય છે. દહી ભારતમાં ઘણું પ્રસિદ્ધ છે – અને તે સૌથી પ્રખ્યાત દૂધની આડપેદાશ છે. દહી આટલું પ્રખ્યાત છે તેની પાછડ માત્ર તેનો સ્વાદ નથી પણ દહીના સ્વાસ્થ્યના ફાયદાઓ પણ ઘણા બધા છે.

દહીમાં થોડી ખાંડ નાખો અને તમને મિષ્ટી દહી ખાવા મળે છે – કે જે પશ્ચિમ બંગાળમાં પ્રસિદ્ધ મીઠાઇ છે. એવી જ રીતે, દક્ષિણ ભારતમાં દહી અને ભાત મુખ્ય ખોરાક છે. અને તે દહીમાં રહેલા પોષકતત્વોને આભારી છે. દૂધની જેમ, દહીમાં પણ પોષકતત્વોની માત્રા વધારે હોય છે. દહી ખાવાના ફાયદાઓ તેના સ્વાદ કરતાં પણ વધારે છે પણ કેટલી હદ સુધી ? બાકીનો આર્ટીકલ આ જ સવાલનો જવાબ આપવા માટે બનાવેલો છે.

દહી એટલે શું ? તે કઈ રીતે બને છે ?

દહી દૂધની આડપેદાશ છે. જોકે, તેને ડેરી પ્રોડક્ટસમાં ગણવામાં આવે છે. દહી કે દહીના સ્વરૂપો દૂધની સૌથી લોકપ્રિય આડપેદાશ અને શરીર માટે સારું ગણવામાં આવે છે. દૂધમાથી દહી બનાવવાની પ્રક્રિયાને કર્ડલિંગ કહેવામા આવે છે.

પ્રક્રિયા પોતે જ ઘણી સરળ છે. ઘણા ભારતીય પરિવારો બહારથી દહી ખરીદવાને બદલે ઘરે જાતે જ દહી બનાવે છે. જ્યારે કોઈ પણ એસિડિક પદાર્થ જેમ કે લીંબુ દૂધમાં ઉમેરવામાં આવે છે ત્યારે દૂધ ફાટી જાય છે અને તેમાથી દહી બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. એસિડ દૂધમાં રહેલા પ્રોટીનને એકત્ર કરીને જમાવી દે છે અને તેમાથી દહી બને છે જે આપણે જાણીએ છીયે. દહી બનાવવાની આ પ્રક્રિયાને એસિડિક પ્રક્રિયા કહેવામા આવે છે.

દહી બનાવવાની બીજી પણ પ્રક્રિયા છે જેને દૂધ જમાવવા માટેનું મેળવણ પણ કહેવાય છે. આ પ્રક્રિયામાં, દૂધમાં કોઈપણ એસિડિક પદાર્થ કે લીંબુ ઉમેરવાને બદલે, મેળવણ ઉમેરવામાં આવે છે. અને તેમાથી જે દહી બને છે તેને પનીર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીઝ ઉત્પન્ન કરવા માટેના રસપ્રદ પ્રથમ પગલાં એ છે કે દૂધને ચીઝ દહીમાં ફેરવવું.

દહી અને યોગર્ટ વચ્ચેનો તફાવત

હકીકત : દહી અને યોગર્ટ એ બંને દૂધની અલગ અલગ આડપેદાશો છે. તે સરખી વસ્તુ નથી. દહી અને યોગર્ટ વચ્ચેનો તફાવત તેમની પરિભાષાની બહાર છે. ભારતમાં જેને દહી ગણવામાં આવે છે તેને પશ્ચિમમાં યોગર્ટ કહેવામા આવતું નથી. તમે તે કલ્પનામાથી જેમ બને તેમ જલ્દી બહાર નીકળો એટલું સારું છે. તેને આ રીતે જુઓ. ભારતમાં, લોકો દહીને ભાત સાથે ખાય છે અને જ્યારે પશ્ચિમ બંગાળના લોકો તેના બદલે ગ્રીક દહી ખાવાનું પસંદ કરે છે.

દહી અને યોગર્ટ વચ્ચેનો વાસ્તવિક તફાવત નીચે પ્રમાણે છે :

બનાવવાની પ્રક્રિયા : ઉપર સમજવ્યું એ પ્રમાણે, દહી ત્યારે બને છે જ્યારે દૂધમાં એસિડિક પદાર્થો નાખીને તેને ફાડવામાં આવે છે. જ્યારે યોગર્ટની બનાવટ દહીની બનાવટ કરતાં થોડીક અલગ છે. – તેમાં વાસ્તવિક આથો લાવવાની પ્રક્રિયા જુદી છે. યોગર્ટ બનાવવા માટે બે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે : “ લેકટોબેસિલસ બલ્ગેરિસ અને સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ ” છે.

સ્વાસ્થ્યને થતાં ફાયદા : જ્યારે દહી અને યોગર્ટ બંને સૌથી સ્વસ્થ છે ત્યારે યોગર્ટમાં દહી કરતાં વધારે પ્રમાણમાં સ્વાસ્થ્યના ફાયદાઓ રહેલા છે. દૂધની બંને આડપેદાશો તંદુરસ્ત છે કેમ કે તેમાં સારા બેક્ટેરિયા રહેલા છે. જો કે, યોગર્ટ ખાવાથી, લગભગ ખાતરીપણે કહી શકાય છે કે તે સારા બેક્ટેરિયા આંતરડાના ભાગ સુધી પહોચે છે. દુર્ભાગ્યે, દહી માટે એવું કહી શકાતું નથી.

દહીમાં રહેલ પોષકતત્વોનું મૂલ્ય

  • દહીમાં રહેલ પોષકતત્વોનું મૂલ્ય ૧૦૦ ગ્રામ દહીમાં રહેલા પોષકતત્વો પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ૧૦૦ ગ્રામ દહીમાં :
  • આશરે ૧૦૦ ગ્રામ કેલેરી
  • ૧૧ ગ્રામ પ્રોટીન
  • આશરે ૪.૩ ગ્રામ ચરબી
  • આશરે ૩.૪ ગ્રામ કાર્બોહાયડ્રેટ
  • ૩૬૪ એમજી સોડિયમ
  • ૧૦૪ એમજી પોટેશિયમ
  • અગત્યના પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, વિટામિન બી વગેરે.

દહી ખાવાના ફાયદા

દહી ખોરાકના એ હિસ્સામાં આવે છે કે જેમાં સ્વાદ અને ફાયદો બંને હોય છે. દહીના ફાયદાઓ દહીના પોષકતત્વોમાથી દેખાય છે. દહીના પોષણના શું ફાયદાઓ છે ? દહીના પોષણનું વાસ્તવિક મહત્વ શું છે ? આ બંને સવાલોનો જવાબ આપવા માટે, ચાલો દહી ખાવાના ફાયદાઓ પર નજર કરીયે.

૧. પેટ માટે અત્યંત સારું છે : દહી, યોગર્ટ, ગ્રીક યોગર્ટ – આ બધી જ દૂધની આડપેદાશોમાં ઘણા પ્રમાણમાં જીવંત બેક્ટેરિયા રહેલા હોય છે કે જે તેમને મહાન અને અસરકારક પ્રોબાયોટિક એજન્ટ બનાવે છે. દહીનું એક કપ રોજ ખાવાથી આંતરડાની પ્રવૃત્તિમાં સુધારો આવે છે અને સોજાવાળા વિસ્તારોમાં રાહત આપીને પાચનતંત્રમાં સુધારો લાવે છે.

૨. હાડકાં મજબૂત કરે છે : આપણે બધા જાણીએ છીયે કે દૂધ એ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી, દૂધની આડપેદાશ, દહીમાં પણ કુદરતી રીતે કેલ્શિયમ રહેલું હોય છે. કેલ્શિયમ ઉપરાંત, દહીમાં સારા પ્રમાણમાં ફૉસ્ફરસ રહેલો હોય છે. બંને પોષકતત્વો હાડકાંને અને દાંતને મજબૂત કરવામાં મદદ કરે છે.

૩. લોહીના દબાણને નિયંત્રણમાં રાખે છે : દહીમાં હાજર રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ લોહીના વધારે દબાણને નિયંત્રણમાં લાવે છે.

૪. રોગ-પ્રતિરક્ષા સ્તર ઊંચું લાવે છે : દહી પ્રોબાયોટિક ખોરાક છે. દહીની આ લાક્ષણિક્તા માત્ર પાચન પ્રક્રિયામાં મદદ કરતી નથી પરંતુ શરીરને હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ કરે છે, અને શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વધારે છે.

૫. જાતિય પ્રવૃતિમાં વધારો કરે છે : તમે માનો કે ન માનો પણ, દહી સંભોગને જાગ્રત કરવા માટે પણ જાણીતું છે. સંભોગને જાગ્રત કરતાં ખોરાક એ છે કે જે શરીરમાં જાતિય પ્રવૃતિ કરવાની ઈચ્છા વધારે છે. હકીકતમાં, દહી એક પ્રતિભાશાળી સંભોગને જાગ્રત કરતો ખોરાક છે. તે નપુંસકતા સામે લડવા માટે મદદ કરે છે અને વીર્યનું પ્રમાણ કે જે એક વ્યક્તિ ઉત્પન્ન કરી શકે છે તેને વધારવા માટે પણ મદદ કરે છે.

૬. ચામડીની સ્વાસ્થયતા વધારે છે : જો તમે સૂકી ચામડીથી પીડાતા હોવ અને કોઈ કુદરતી, ઘરગથ્થું ઉપચાર શોધી રહ્યા હોવ, તો કશું શોધવાની જરૂર નથી. દહી તમારી ચામડીને સારી કરશે. આ દહી ખાવાનો ફાયદો નથી, પણ દહીનો ફાયદો છે. તે ફેસ પેકમાં ઘણી સારી રીતે કામ કરે છે અને શુષ્ક ચામડીને કાઢવામાં અને ચામડીના સ્તર પર રહેલી ખામીઓ દૂર કરવામાં મદદ કરે છે.

૭. ભૂખ વધારવામાં મદદ કરે છે : જે વ્યક્તિઓને ઓછી ભૂખ લાગતી હોય તો દહીનો આ ફાયદો તમને ઘણો ફાયદો કરી શકે છે. માત્ર દહીના પોષકતત્વો તેમાં ભાગ ભજવતા નથી પરંતુ દહી પોતે એક સારામાં સારું એપેટાયઝર છે. તે ભૂખ વધારવામાં મદદ કરે છે અને તેથી જ ઘણા લોકો ભોજન કરતાં પહેલા એક કપ દહી ખાય છે.

૮. વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે : શું તમે ક્યારેક આશ્ચર્ય નથી પામતા કે માતા-પિતા તેમના બાળકોને હંમેશા દહી ખાવા માટે કેમ જોર કરે છે ? દહીના પોષણના મૂલ્યો જ તેનો જવાબ આપવા માટે સક્ષમ છે. વાસ્તવિક કારણ એ છે કે દહી જંક-ફૂડ ખાવાની તલપને ઓછી કરે છે. અને સાથે સાથે, વજન ઓછું કરવા માટે પણ મદદ કરે છે. અને તેટલું જ નહીં, કોર્ટિસોલ એ એક એવો હોર્મોન છે કે જેના કારણે જ શરીરની ચરબી પેટના ભાગમાં જમા થાય છે. દહી તે કોર્ટિસોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે, અને તેથી વજનમાં પણ ઘટાડો થાય છે.

૯. મગજની સ્વાસ્થયતા વધારવા માટે યોગદાન આપે છે : દહી રોજ ખાવાનો બીજો એક ફાયદો એ છે કે તે મગજની તન્દુરસ્તી વધારે છે. દહી લાગણીશીલ પ્રહારોને સંતુલનમાં લાવીને લાગણીને રાહત આપવાનું કામ કરે છે. દહી ખાવાથી તણાવ અને ચિંતા પણ દૂર થાય છે.

સારાંશ

દરેક વ્યક્તિને દહી ગમે છે – યુવાનો, મધ્યમવયના લોકો અને વૃદ્ધ લોકો. તેમાં પણ એક અપવાદ છે કે જે લોકોને લેકટોઝ હદ્તુ નથી તે લોકો દહી ખાઈ શકતા નથી, પણ તેનાથી દહી ખાવા પ્રત્યેનો પ્રેમ ઓછો થતો નથી. સામાન્ય રીતે દહીના લાભો સામાન્ય છે અને દહી ખાવાના ફાયદાઓમાં એક વિશેષ – તેનો સ્વાદ છે. જ્યારે ઘણી વ્યક્તિઑ એમ કહે છે કે ગ્રીક યોગર્ટના ફાયદા દહી કરતાં વધારે છે, પણ તમે તમારી આંખ બંધ કરી દો અને દહી સાથે ભાત ખાવાનો આનંદ માણો ! 

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment