બધા લોકોને ભાત ખાવાનું ખુબ ગમે છે. લગભગ દરેક ઘરમાં ભાત બનાવવામાં આવે છે. દરેક ને છુટા છુટા ભાત ગમે છે પણ લોકોને ભાત બનાવવાની સાચી રીત ની ખબર નથી હોતી જેથી ભાત વધુ પાકી જાય છે, જેથી ભાતનો સ્વાદ પણ જતો રહે છે. ભાતને પરફેકટ બનાવવા માટે તમારે થોડી ટીપ્સ અપનાવવી પડશે જેનાથી ભાત છુટા છુટા બનશે. ચાલો તમને જણાવીએ છીએ છુટા ભાત બનાવવાની ટ્રીક.
જુદી જુદી ડીશ બનાવવા માટે જુદી જાતના ચોખા ઉપયોગમાં લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બાસમતી ચોખા પોતાના સ્વાદ અને સુગંધ ને કારણે આખા વિશ્વ માં પ્રખ્યાત છે. જો તમે ઈચ્છો છો તમારા બનાવેલ ભાત પણ છુટા છુટા દેખાય તો જરૂર અપનાવો આ ટ્રીક. ચાલો તમને જણાવીએ છીએ ભાત ને છુટા છુટા બનાવવાની રીત.
ભાતને પકાવતા પહેલા તેમાં થોડા ટીપા તેલના નાખી દો તેનાથી ભાત ચોટશે નહી અને છુટા છુટા બનશે. જો તમે ખુબ જુના ચોખા ઉપયોગ કરી રહ્યા છો તો તેને લગભગ 30 મિનીટ સુધી જરૂર પલાળીને રાખો.
ભાત બનાવતી વખત ચોખા અને પાણીનું પ્રમાણ 1:2 માં રાખો એટલે કે એક કપ ચોખા તો 2 કપ પાણી નાખો. જો તમે ભૂરા ભાત બનાવી રહ્યા છો તો પાણી થોડું વધુ પ્રમાણમાં લેવું પડશે.
ભાતને ઉકળતી વખતે વારંવાર હલાવવા ન જોઈએ નહી તો ભાત ચોટી જાય છે અને તૂટી જાય છે.
જો તમે પણ આનાથી સારી રીત જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરી ને બીજા ને મદદ રૂપ થઇ શકો છો
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI