આપણો ભારત દેશ પ્રાચીન સ્થાપત્ય થી બનેલો છે અને આપણે ત્યાં ઘણા બધા એવા શિલ્પ સ્થાપત્યો પણ જોવા મળે છે જે છેલ્લા કેટલા યુગોથી આપણી ભારતીય સંસ્કૃતિનો પરિચય આપે છે. આમ તેમાં ઘણા બધા પ્રસિદ્ધિના શિખર ઉપર મંદિર છે, અને ઘણા બધા કાળથી ભુલાઈ પણ ગયા છે. ભારતની પાવન ધરતી ઉપર બનેલા મોટા મોટા હિન્દુ મંદિરો અને તેના સ્થાપત્ય એક સમયે ભારતનું ગૌરવ હતા. પરંતુ તેમાંથી અમુક મંદીરની જાળવણી ન થઈ શકવાના કારણે તે અત્યારના સમયમાં જોવા મળતા નથી. આપણા દેશમાં બીજા અન્ય દેશના આક્રમણો થવાના કારણે આપણા જે સ્થાપત્ય રહ્યા હતા તેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા.
તેમ છતાં દક્ષિણ ભારતમાં અત્યારે પણ એક શિખરબદ્ધ હિન્દુ મંદિર આવેલું છે, જે આકાશને અડકતા તેના ગુંબજો આજે પણ આર્ય સંસ્કૃતિ દર્શાવે છે. અને આજે અમે તમને દક્ષિણ ભારતમાં આવેલ તમિલનાડુના એક ભવ્ય શંકર ભગવાનના મંદિર વિશેની વાત કરવાના છીએ. તેના દરેક પથ્થરોમાં 1000 વર્ષ જુનો ઈતિહાસ જોવા મળે છે. અને આ મંદિરમાં તેની વાસ્તુ કળા થી લઈને તેના મૂર્તિ વિજ્ઞાનમાં જે વાત રહેલી છે તે બીજે ક્યાય નથી, અને આ મંદિર છે તમિલનાડુનું બૃહદેશ્વર મંદિર. આ મંદિર એન્જિનિયરિંગના યુગમાં પણ એક કૌતુક માનવામાં આવે છે.
આ અદભુત મંદિર તમિલનાડુના તાંજોર જિલ્લામાં આવેલ છે. અને બૃહદેશ્વર નામનું આ મંદિર આખા ભારતમાં તેની સુંદરતા વિશાળતા તથા તેની કલાત્મકતા માટે ખૂબ જ જગવિખ્યાત છે તમને જણાવી દઈએ કે યુનેસ્કોએ આ મંદિરને ” વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ” માં આપેલ છે. તેમજ ઇસવીસન 1900 સમયગાળામાં આ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું તથા ચૌલ વંશના રાજવીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું તથા તમને જણાવી દઈએ કે ચૌલવંશ જેવો અત્યંત પરાક્રમી રાજ પરિવાર ભારતમાં અત્યાર સુધી ઉત્પન્ન થયો નથી.
આ મંદિરના પૂર્વ પશ્ચિમ દિશાની લંબાઈ લગભગ 240 મીટર છે અને તેમ જ ઉત્તર દક્ષિણ ની પહોળાઈ લગભગ 122 મીટર જેટલી છે. અને તેની ઊંચાઈ સાહેબ 66 મીટર જેટલી જણાવવામાં આવી છે. આ સમગ્ર મંદિર ગ્રેનાઈટના પથ્થરથી બનાવવામાં આવ્યો છે અને તેના મંદિરનું શિખર સોનાથી બનેલું છે અને તેનું વજન 80 ટન છે.
આ મંદિરની મુખ્ય ખાસ વાત એ છે કે અહીં આજુબાજુમાં દૂર સુધી ગ્રેનાઇટ મળતો નથી અને ભૂતકાળમાં મળતો હોવાના કોઈ જ લક્ષણો પણ જોવા મળ્યા નથી. તેથી જ અહીંના લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે પહેલાના જમાનામાં આ ગ્રેનાઈટના પથ્થર લોકો ક્યાંથી લાવ્યા હશે? અને તેનાથી પણ આશ્ચર્યની વાત એ કે ખૂબ જ ઉપર 80 ટન વજનનો પથ્થર કેવી રીતે ત્યાં સેટ કરવામાં આવ્યો હશે.
આ મંદિરની એક મહત્વની વાત કરવા જઈએ અથવા તો તેનું એક રહસ્ય જાણીએ તો આ મંદિરનો પડછાયો જમીન પર પડતો નથી. અને એક કહેવત અનુસાર પડછાયો કોઈનો જ સાથ છોડતો નથી પરંતુ આ મંદિરમાં તો પડછાયાને પણ તેનો સાથ મૂકી દીધો છે, અને એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિર જેને પણ બનાવ્યું છે તેને એવી તે કેવી કળા કરી કે આ મંદિર નો પડછાયો જમીનને સ્પર્શ કરતો જ નથી. તેથી તમે વિચારી શકો છો કે આ મંદિરના નિર્માણકારો કેટલા હોશિયાર હશે.
આ મંદિર ઉપર અદભુત દેવી દેવતાઓના શિલ્પ બનાવવામાં આવ્યા છે અને તેમાં ખૂબ જ ઝીણી ઝીણી સુંદર કોતરણી પણ કરવામાં આવી છે. તથા તેના અંદરની તરફ એક ચબૂતરો છે અને તેની ઉપર શંકર ભગવાનના વાહન નંદીની મૂર્તિ મૂકવામાં આવી છે. તથા આખા ભારતમાં વિશાળ નંદીમા આ મંદિરમાં આ નંદીનો બીજો નંબર આવે છે. અને અદભુત વાત તો એ છે કે આ નંદીની મૂર્તિ માત્ર એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ૬ : ૨.૬ : ૩.૭ મીટરનો છે.
મંદિરના ગર્ભગૃહમાં જે શિવલિંગ મૂકવામાં આવ્યું છે તેની ઊંચાઈ 8.7 મીટર જેટલી જણાવવામાં આવી છે. તથા તેનું દર્શન કરતાં જ તમને વિચાર આવશે કે આ મંદિરને “બૃહદ” નામ કેમ આપવામાં આવ્યું છે. મંદિરની દરેક દીવાલોમાં કંઈકને કંઈક કોતરવામાં આવ્યું છે. તમને એક પણ દિવાલ કોઈ જોવા મળશે નહીં તેમાં અલગ-અલગ માતાજી ભગવાન શિવ અને માતા ભવાની અર્ધનારેશ્વર, વીરભદ્ર કાલાંતક, સહિતની ઘણી બધી પ્રતિમાઓ મંદિરના અંદરના ભાગમાં તથા મંદિરના બહારના ભાગમાં કોતરણી કરવામાં આવી છે.
આ મંદિર નું બીજું નામ રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે કારણ કે આ મંદિરનું નિર્માણ રાજવી રાજા ચોલાના નામ પરથી થયું હતું. પહેલાના જમાનામાં આ મંદિર રાજ રાજેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવતું હતું ત્યારબાદ જ્યારે મરાઠા વો દક્ષિણ ભારતમાં ત્રાટકયા હતા ત્યારે તેમને આ મંદિરને “બૃહદેશ્વર મંદિર” નામ આપી દીધું હતું. જ્યારે પણ તમે દક્ષિણ ભારતમાં તમિલનાડુ જાવ ત્યારે આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team