એક એવી પત્ની જેને ફક્ત તેની શારીરિક સુંદરતાને કારણે પસંદ કરવામાં આવે છે

Image Source

વિદેશમાં એક શબ્દ ખૂબ પ્રખ્યાત છે, જે પરણીત યુગલ સાથે જોડાયેલો છે. તેનો ભારતમાં ઓછો ઉપયોગ થાય છે, પરંતુ ઘણા લોકો તાના મારવા માટે તેના ઉપયોગમાં પાછળ રેહતા નથી.

લગ્ન એક એવો સંબંધ છે, જેમાં બે લોકો જીવનભર સાથે રહેવાનું વચન પૂર્ણ કરે છે. તે સંબંધ પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને સન્માન જેવા આધાર પર ટકેલો હોય છે. કોઈ લોકો લવ મેરેજ કરે છે, તો કેટલાક તેમના માતા-પિતાની પસંદગી દ્વારા. પરંતુ એક એવા લગ્ન પણ છે જેને મોટાભાગે શો ઓફ સાથે સંકળાયેલું છે. આ લગ્નમાં પત્નીને તેના ગુણ અથવા સ્વભાવને કારણે નહીં, પરંતુ શારીરિક સુંદરતાને કારણે પસંદ કરવામાં આવે છે. તેના માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે, તેનો ઉપયોગ વિદેશોમાં સામાન્ય છે.

Image Source

ટ્રોફી વાઈફ-:

ટ્રોફી વાઈફ, આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે તે યુગલ માટે કરવામાં આવે છે, જેમાં પુરુષની ઉંમર વધારે હોય, પરંતુ તેની પત્ની યુવાન હોય અને જેને સામાન્ય રીતે ફક્ત પતિની હાજરીને કારણે જીવનસાથી બનાવવામાં આવ્યા હોય. જે સ્ત્રીઓ માટે આ શબ્દનો ઉપયોગ થાય છે, તેના માટે સામાન્ય અભિપ્રાય એ હોય છે કે તેની પાસે શારીરિક આકર્ષણ સિવાય બીજી કોઈ વ્યક્તિગત ક્ષમતા હોતી નથી.

Image Source

બીજી, ત્રીજી પત્ની -:

ટ્રોફી વાઈફ સામાન્ય રીતે કોઇ વ્યક્તિની બીજી અથવા ત્રીજી પત્ની હોય છે, જેને વ્યક્તિ તેથી પસંદ કરે છે કારણકે તે બતાવી શકે કે તેની પત્ની કેટલી સુંદર છે. તેને પુરુષો તે બતાવવા માટે પણ ઉપયોગ કરે છે કે ઉંમર વધવા છતાં પણ તેનું આકર્ષણ ઓછું થયું નથી.

તેમજ કેટલાક તેને તેની જાતીય શક્તિ સાથે પણ જોડે છે. આ પ્રકારના સંબંધમાં પત્નીની ભૂમિકા પતિને સંતુષ્ટ કરવાનો અને લોકોની સામે ખુબ સુંદર દેખાવમાં સાથીની સાથે ઊભા રહેવાની છે. આ તેવુ જ હોય છે, જેમકે કોઈ તેની ટ્રોફી બતાવે છે.

સંબંધો લાગણીઓ પર નહિ શો ઓફ પર બંધાયેલા છે -:
આ પ્રકારના સંબંધોમાં સામાન્ય ટ્રેન્ડ એ છે કે તેમાં પતિની ઉંમર વધારે હોય છે અને તે ખૂબ ધનિક હોય છે તેમજ તેની પત્ની સાથે ભાવાત્મક લગાવ ઓછો હોય છે. સામાન્ય રીતે આ સંબંધમાં પત્નીને હંમેશા તેની સુંદરતા અને દેખાવ સુંદર બનાવીને રાખવો પડે છે, તેનો ખર્ચ પણ પતિ ઉઠાવતા હોય છે. ટ્રોફી વાઈફનો સામાન્ય અભિપ્રાય એ છે કે તેઓ લગ્ન ફક્ત સંપતિ જોઈને કરે છે.

Image Source

આ શબ્દ ખૂબ અપમાનજનક છે -:

ટ્રોફી વાઈફને ખૂબ અપમાનજનક શબ્દ માનવામાં આવે છે, કેમકે તે સ્ત્રીના આત્મસમ્માનને નકારી કાઢે છે. તે સમાજની નજરોમાં તેને કોઈ વસ્તુની જેમ રજૂ કરે છે, જેને ફક્ત પ્રદર્શન માટે ખરીદવામાં આવ્યું હોય. જે લોકો આ શબ્દનો ઉપયોગ કરે છે, તેવી સ્ત્રીઓને ભાવાત્મક અને માનસિક રીતે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથેજ તેને સમાજ પણ તેની તરફ આદરથી જોતું નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment