મંદિરમાં લોકો માથું ટેકવાની સાથે સાથે ચડાવો પણ ચડાવે છે. લોકો ચડાવામાં મુખ્યત્વે ફૂલોની માળા, પ્રસાદ અથવા જેની પાસે વધુ પૈસા હોઈ તે સોનું ચાંદીનો ચડાવો કરે છે. પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં દેવી દેવતાઓ ને ફૂલોની માળા નહી પરંતુ ચપ્પલોની માળા ચડાવવામાં આવે છે.
જી હા, કર્ણાટકના ગુલબર્ગ જીલ્લામાં સ્થિત લકમ્મા દેવીનું મંદિર છે. આ મંદિરની બહાર લીમડાનું એક ઝાડ છે, માં ના ભક્તો મંદિરની બહાર લીમડાના ઝાડ પર ચપ્પલ લટકાવે છે. અહીના લોકોનું માનવું છે કે તેના દ્વારા ચડવવામાં આવેલા ચપ્પલથી માં પૂરી રાતભર ઘૂમે છે. જેથી ચપ્પલ ચડાવવાવાળાની દરેક સમસ્યા અને દુખ દર્દ દુર થાય છે.
લકમ્મા દેવી મંદિરમાં દિવાળી બાદ આવતી પંચમીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં દર વર્ષે અનેક ભક્તો દર્શન કરવા આવે છે અને તેઓ ચપ્પલ લઇને આવે છે, તેથી આ તહેવારને ફૂટવેર ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
માન્યતા
ગામવાળાનું કહેવું છે કે એકવાર દેવી લક્ષ્મી અહીં ટહેલવા માટે નીકળ્યાં હતાં. ત્યારે જ દુત્તારા ગામના એક દેવતાની નજર તેમના પર પડી અને તેમણે દેવીનો પીછો કરવાનું શરૂ કર્યું. આ વાતથી દુઃખી દેવીએ જ્યાં ઊભાં હતાં તે જ જગ્યાએ જમીનમાં ધસી ગયાં, બસ, ત્યારથી માતાજીનું મંદિર અહીં છે અને ત્યારથી મંદિરનું નામ લકમ્મા દેવી રાખવામાં આવ્યું હતું.
લોકોનું કહેવું છે કે પહેલાંના સમયમાં અહીં બળદોની બલિ ચડાવવામાં આવતી હતી, પરંતુ સરકારે આ બલિ ચડાવવાની મનાઈ ફરમાવતાં ત્યાં રહેતાં લોકોનું કહેવું છે કે દેવીમા ખૂબ ક્રોધિત થઇ ગઇ હતી અને દેવીને શાંત કરવા માટે આ પરંપરા અહી શરુ કરવામાં આવી હતી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team