- તેમના વાસણ બેંક માં પાંચસો થાળીઓ , ગ્લાસ અને ચમચી છે, જેનો પૂરો હિસાબ રજીસ્ટર માં કરવામાં આવે છે.
- આ સ્ત્રીઓ ની મિત્રતા લગભગ ૨૧ વર્ષ જૂની છે. સૌથી પહેલા તેઓએ બજાર ની વખાર માંથી સામાન લેવાનું બંધ કર્યું હતું.
ભોપાલ માં શક્તિ નગર ની રેહવાસી ચાર સ્ત્રીઓ ઇલા મિદા, શ્વેતા શર્મા , સ્મિતા પટેલ અને ડૉ. મધુલિકા દીક્ષિત એ મળીને વાસણ ની બેંક બનાવી છે. તેમનો હેતુ પર્યાવરણ ને સંતુલિત બનાવી રાખવા માટે પ્લાસ્ટિક અને નિકાલજોગ થાળી ગ્લાસ નો ઉપયોગ ન કરવાનો છે.
આ હેતુ થી અહી ધાર્મિક, સામાજિક અને પારિવારિક આયોજનો માટે વાસણો મફત માં ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમના વાસણ બેંક માં પાંચસો થાળીઓ, ગ્લાસ અને ચમચી છે, જેનો બધો હિસાબ રજીસ્ટર કરવામાં આવે છે.
આ સ્ત્રીઓ ની મિત્રતા લગભગ ૨૧ વર્ષ જૂની છે. સૌથી પહેલા તેઓએ બજાર ની વખાર માંથી સામાન લેવાનું બંધ કર્યું. તેઓ પોતાની સાથે ઘરેથી જ થેલીઓ લઈને જતી હતી. તેઓ આ જાણતી હતી કે પ્રાણીઓ આ ખોરાક ખાવાને લીધે મરી જાય છે. એટલા માટે તેઓએ વાસણ બેંક શરૂ કરી.
આ સ્ત્રીઓ જણાવ્યું કે અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમ માં જતા હતા તો ત્યાં નીકાલજોગ થાળીઓ માં જમવાનું પીરસવામાં આવતું હતું. ત્યારે અમને અનુભવ થયો કે તેના થી આપણા પર્યાવરણ ને નુકશાન થઇ રહ્યુ છે. સાથેજ પ્રાણીઓ ને પણ નુકશાન થઈ રહ્યું છે, કેમકે પ્રાણીઓ આજ નીકાળજોગ થાળીઓ ને ખાઈ જાય છે.
આ બધી સ્ત્રીઓ પર્યાવરણ પ્રેમી છે. તેઓએ વિચાર્યું કે આટલો બધો પ્લાસ્ટિક નો બગાડ થઈ રહ્યો છે જે આપણી આવનારી પેઢીઓ માટે ખુબજ નુકશાનકારક છે. આ વાતને ધ્યાન માં રાખીને તેઓએ એક બીજા સાથે પૈસા ભેગા કરીને વાસણ બેંક ની શરૂવાત કરી.
તેમના આ કામ માં મીના દીક્ષિત અને હરિપ્રિયા પંત એ ઘણી મદદ કરી. ત્યારબાદ કોઈ પણ કાર્યક્રમ માટે વાસણ મફત આપતી હતી. ખાસ વાત એ છે કે વાસણ બેંક માં પ્લાસ્ટિક નો કોઈપણ સામાન વાપર્યો ન હતો. તેઓને આ કામ માં અશોક પટેલ, રમનદીપ, અહલુવાલિયા, કલ્પના સિંહ અને યોગેશ ગુડ્ડુ સક્સેના નું વિશેષ યોગદાન રહ્યું છે.
ઇલા મિદા, શ્વેતા શર્મા , સ્મિતા પટેલ અને ડૉ. મધુલિકા દીક્ષિત એ જણાવ્યું કે વાસણ બેંક ખુલ્યા પછી નિકાલજોગ, થર્મોકોલ ની પ્લેટ અને પ્લાસ્ટિક થી બનેલી વસ્તુઓ નો ઉપયોગ ઘણા હદ સુધી બંધ થઈ ગયો છે. તે પોતાના ઘરેથી જ વાસણ બેંક નું સંચાલન કરી રહી છે.
તેમના આ કાર્ય થી પર્યાવરણ ને નુકશાન નથી થતું. કોરોના વાયરસ ને લીધે સુરક્ષા નું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. વાસણ આપતા પેહલા તે સામે વાળાને એટલું જરૂર કહે છે કે વાસણ સારી રીતે સાફ કરીને પાછા આપે, જેથી કોઈને મુશ્કેલી ન પડે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team