ભાવનગરના પિનાકીનભાઈ મકવાણા નું એક અનોખું અભિયાન – એક વાર જરૂર થી વાંચો

શુદ્ધ ખાદીની ખરીદીમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ વળતર

શુદ્ધ ખાદી અભિયાન અંતર્ગત 7 વર્ષમાં 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને વળતરનો લાભ આપયો છે

ગાંધી સ્મૃતિ, ભાવનગરનું ખાડીમાં ચાલુ વળતર 25 ટકા અથવા 15 ટકા ચાલે છે તે પછીની રકમ ઉપર શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાન ફક્ત વિદ્યાર્થીઓને તેમના પોતાના પહેરવાના કપડાંની ખાદી કે રેડીમેઈડ કપડાં ઉપર, ગાંધી સ્મૃતિના વળતર બાદ રહેતી રકમ ઉપર 50 ટકા વિશેષ વળતર આપે છે.

આ યોજના જે શાળા -કોલેજોમાં વિદ્યાર્થીઓએ ખાદી ફરજીયાત પહેરવાની ન હોઈ તે શાળા કોલેજો માટે છે. ઉપરના ગાંધી સ્મૃતિના અને શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાનના વળતર પ્રમાણે ગાંધી સ્મૃતિના 25 ટકા વળતરની શુદ્ધ ખાદી વિદ્યાર્થી ખરીદે તો તેને રૂ.400 ની ખાદી રૂ.150 માં પડે અને 15 ટકા વાળી શુદ્ધ ખાદી રૂ.170 માં પડે. આ યોજના વિદ્યાર્થીઓના ફક્ત પહેરવાના કપડાં પુરતીજ છે.

શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાનના સંયોજક પિનાકીનભાઈ મકવાણા દ્વારા આ યોજના એ 2017 ના ડિસેમ્બર માં 8 વર્ષ પુરા કરીને ડિસેમ્બર 2017 સુધી માં 8000 વિદ્યાર્થીઓને આ વિશેષ વળતરની યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. અને પિનાકીનભાઈ એ શાળા કોલેજોમાં ફરીને અત્યાર સુધીમાં લગભગ 22000 વિદ્યાર્થીઓ વચ્ચે શુદ્ધ ખાદીનો પ્રચાર કરે છે.

તેમને પોતાને પેંશન મળે છે તેમના પત્નીને પેંશન મળે છે એટલે કમાવાની કઈ ગણતરી ન હોવા છતાં 8 વર્ષ પહેલા જયારે તેમને શુદ્ધ ખાદીજ શા માટે? પત્રિકા શરુ કરી ત્યારે જેમને તે ગમી તેમને પૈસા મોકલવાનું ચાલુ કર્યું કમાવાની ગણતરી ન હોવા છતાં મદદ આપવા મંડી એટલે ઉપર પ્રમાણે યોજના બનાવીને વિદ્યાર્થીઓને શુદ્ધ ખાદી માં 50 ટકા વળતર આપવાનું તેમને શરુ કર્યું। પત્રિકા પાછળ અને વિશેષ વળતર પાછળ તેઓ પોતાનો અંગત ફાળો પણ દર વર્ષે 20 થી 25 હજર રૂપિયા આમાં ભેળવે છે.

વર્ષો સુધી જેમને ખાદીજ પેહેરી હોઈ અને ખાદી નો પુરેપુરો રંગ જેમને લાગ્યો હોય તેઓ કહેતા હોઈ છે કે ખાદી નું કામ સામા પ્રવાહે તરવા જેવું છે છતાં શુદ્ધિ પૂર્વકનો પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવે છે તેથી શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાન દ્વારા 2015-16 ના વર્ષ દરમિયાન 233000ની કુલ કિંમતની ખાદી વિદ્યાર્થીઓને પુરી પડાઈ અને 2015-16 ના વર્ષ દરમ્યાન રૂ. 248000ની ખાદી વિદ્યાર્થીઓને પુરી પડાઈ. 2016-17ના વર્ષ નો આંકડો તેનાથીય મોટો થવાનો છે.

વિદ્યાર્થીઓ શુદ્ધ ખાદી ખરીદશે તેમને આનો લાભ મળી શકશે. ખાદી એ કપાસ પકવનાર ખેડૂતથી માંડીને કાંતનાર વણકર વગેરે ધંધાઓને રોજી રોટી પુરી પાડે છે. તેઓ સ્વનિર્ભર સ્વતંત્ર રીતે પોતાને ઘેર બેસીને બાલવૃધ્ધ બધા જ આ વ્યવસાય કરી શકે છે. ખાદી સામા પ્રવાહે તરવા જેવું હોવાથી મિલન શોષણખોર ધંધા સામે હરીફાઈમાં આ ખાદીનું કામ ટકી શકે નહિ છતાં લોકહિતકારી, માનવતાયુક્ત, પર્યાવરણ રક્ષક આ કામ ટકી રહે તે માટે શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાને આ યોજના બનાવી છે.

જેથી વિદ્યાર્થીઓ 50 ટકા વિશેષ વળતર નો લાભ મેળવીને આ માનવતા સભર કામ માં પોતાનો સહકાર આપી શકે. શુદ્ધ ખાદી આરોગ્યની દ્રષ્ટિએ પણ પહેરવાલાયક વસ્તુ છે તેથી તે વિશેષ લાભ પણ પહેરનારને મળી શકે.

પિનાકીનભાઈ ના ખુબ સુંદર અભિયાન ને વધુ લોકો સુધી પોંહચાડો… વધુ માં વધુ Share કરો.

જો તમે આમાં સહભાગી થવા માંગતા હોવ તો નીચે આપેલ નંબર ઉપર કોલ કરો
રોનક્ભાઇ – 97232 21428
પિનાકીનભાઈ – 99744 04093

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – ફક્તગુજરાતી ટીમ

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

 

Leave a Comment