ભારતને રહસ્યમય દેશ પણ ગણવામાં આવે છે. ખાસ કરીને અહીંના પ્રાચીન મંદિરોમાં એવા રહસ્ય જોવા મળે છે જે દુનિયામાં કદાચ જ તમને બીજી જગ્યાએ જોવા મળે આજે અમે તમને ભારતમાં ભોલેનાથના એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ અનોખું મંદિર છે તે શિવલિંગનો આકાર દર વર્ષે વધી રહ્યો છે અને કહેવામાં આવે છે કે આ દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ છે જે ખૂબ જ અલગ છે આ વિચિત્ર મંદિરનું નામ માતંગેશ્વર છે જે મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલ છે તમને જણાવી દઈએ કે ખજૂરાહો પર્યટન સ્થળરૂપે ખૂબ જ ફેમસ છે, અને તેને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ પણ ઘોષિત કરવામાં આવ્યું છે. અહીં તમે હિન્દુ અને જૈન મંદિરોને પણ જોઈ શકો છો.
દર વર્ષે એક ઇંચ વધી રહ્યો છે શિવલિંગનો આકાર
આ મંદિરમાં શિવલિંગની ઊંચાઈ 9 મીટરની છે અને અહીં આવનાર દરેક ભક્ત આ શિવલિંગની મહિમા જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે. શિવલિંગનો આકાર દર વર્ષે અહીં એક ઇંચ જેટલો વધી રહ્યો છે, અને આ મંદિરના પૂજારી તથા પર્યટક વિભાગના લોકો દર વર્ષે અહીં શિવલિંગના આકારને ટેપ થી માપતા હોય છે, અને તેમને દાવો કર્યો છે કે આ શિવલિંગ જેટલું ધરતીની ઉપર છે તેટલું જ ધરતીની નીચે પણ છે. તેથી કહેવાનો અર્થ છે કે તેનો આકાર એવો જ રહે છે ભલે તે ધરતીની ઉપર હોય અથવા તો ધરતીની નીચે.
આથી વધી રહ્યો છે શિવલિંગનો આકાર
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શંકરની પાસે પન્ના રત્ન હતું જેને શંકર ભગવાને પાંડવોના ભાઈ યુધિષ્ઠિર ને આપ્યું હતું, અને યુધિષ્ઠિર પાસેથી તે મળી માતંગ ઋષિની પાસે પહોંચ્યું, અને તેમને રાજા હર્ષવર્મન ને આપી દીધું. આમ તે રાજા સુરક્ષા માટે આ મળીને જમીનમાં દાટી દીધું હતું આમ આ રત્નમાં અપારશક્તિ હોવાથી તેની દેખભાળ કરનાર કોઈ જ ન હતું. તેનાથી જ આ શિવલિંગ આ મણીની ઉપર પ્રગટ થયું છે માતંગ ઋષિના રત્નના કારણે જ તેનું નામ માતંગેશ્વર મહાદેવ પડ્યું છે. અને આ રત્નના કારણે જ આ શિવલિંગનો આકાર દર વર્ષે વધતો જાય છે, અને આ રત્નની અપારશક્તિના કારણે જ આ શિવલિંગને વિવિધ શિવલિંગ પણ કહેવામાં આવે છે.
ખજૂરાહોનું સૌથી ઊંચું મંદિર
લક્ષ્મણ મંદિર ની પાસે જ આવેલ આ મંદિર 35 ફૂટ ચોરસ વાર નું છે. અને તેનું ગર્ભ ગૃહ પણ ખૂબ જ મોટું છે. પ્રવેશ દ્વાર પુર્વની તરફ છે અને મંદિરનું શિખર ઘણા બધા માળનો છે માનવામાં આવે છે કે આ મંદિર 900 થી 925 ઈસવીસન ની આસપાસ બનેલું હશે અને આ શિવલિંગને મૃત્યુંજય મહાદેવ ના નામથી પણ લોકો જાણે છે. માતંગેશ્વર મહાદેવ મંદિરને ખજૂરાહોમાં સૌથી ઊંચું મંદિર માનવામાં આવે છે.
સ્વર્ગ તરફ જાય છે આ મંદિરનો ઉપરનો ભાગ
અહીંના પૂજારીઓના કહેવા અનુસાર 9 શતાબ્દીનું આ મંદિર કળિયુગથી જોડાયેલું છે અને માનવામાં આવે છે કે આ મંદિરનો ઉપરનો ભાગ સ્વર્ગની તરફ અને નીચેનો ભાગ પાતાળની તરફ જોવા મળે છે. માનવામાં આવે છે કે જ્યારે આ ભાગ પાતાળ લોક તરફ પહોંચી જશે ત્યારે કળિયુગ સમાપ્ત થઈ જશે.
દર વર્ષે વધી રહી છે આ મંદિરની માન્યતા
આ મંદિરની માન્યતા દર વર્ષે વધી રહી છે અને ભક્તોની ભીડ તો અહીં વધતી જ જાય છે, આમ તો આ મંદિર સમગ્ર વર્ષ ભક્તોનું સ્વાગત કરતું જ રહે છે. પરંતુ શ્રાવણ મહિના દરમિયાન અહીં ભક્તોની અલગ જ ભીડ જોવા મળે છે અને એક અલગ જ નજારો ઊભો થાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team