મિત્રો એવું કહેવાય છે કે આ દુનિયા ખૂબ જ નાની છે. અહિયાં ક્યારે, કોની સાથે કયા મુલાકાત થઈ જાય એ ખબર ન હોય. આવું જ કઈક દિલ્હી થી શિકાગો જઈ રહેલા એક પાયલોટ સાથે થયું. આ Flight માં સુધા સત્યન નામ ના એક ટીચર સફર કરી રહ્યા હતા. આવા માં ઉડાન ભરતા પહેલા બધા જ ક્રૂ મેમ્બર ના નામ કહેવામાં આવે છે ત્યાં પાયલોટ રોહન ભસીન નું નામ પણ સામેલ હતું. આ નામ સાંભળતા જ ટીચર ને તેના આશરે 30 કરતાં વધુ વર્ષ જૂના સ્ટુડન્ટ ની યાદ આવી ગઈ. જે નાનપણ માં મોટા થઈ ને પાયલોટ બનવાની વાત કરતો હતો.
આવા માં સુધા જી એ એર હોસ્ટેસ્ટ ને બધી વાત કરી અને પાયલોટ ને મળવાની વિનંતી કરી. જ્યારે પાયલોટ ને આ વાત ની ખબર પડી તો તેને ટીચર ને કોકપિટ માં બોલાવી દીધા. ટીચર એ તેના આસરે 30 વર્ષ જૂના સ્ટુડન્ટ ને પાયલોટ ડ્રેસ માં જોયો તો તેમની આંખો ભરાઈ આવી. તેમણે તરત જ પોતાના સ્ટુડન્ટ ને ગળે લગાવી દીધો. આ આખો નજારો ભાવુક કરનારો હતો. ત્યારબાદ આ નજારા ને રોહન ની મમ્મી એ ટ્વિટર પર શેર કર્યો. તેમણે રોહન અને રોહન ની બાજુ માં ટીચર એવો એક ફોટો શેર કર્યો. તો બીજી બાજુ એમને 1990-91 ની ફોટો પણ શેર કરી.
રોહન ની મમ્મી કહે છે કે જ્યારે રોહન પ્લે સ્કૂલ માં ગયો ત્યારે તેને પોતાનું નામ કેપ્ટન રોહન ભસીન કીધું હતું. સંજોગ પણ એવું બતાવે છે કે આશરે 30 કરવા વધુ વર્ષ પછી ટીચર સ્ટુડન્ટ ને મળે છે તો તે પાયલોટ બની ચૂક્યો હોય છે. રોહન ની ફેમિલી માં બીજા લોકો પણ પાયલોટ રહી ચૂક્યા છે. રોહન ના દાદા જય દેવ ભસીન પણ પાયલોટ હતા. તેઓ 1954 માં કમાન્ડર હતા. રોહન ના માંતા-પિતા પણ એરલાઇન થી જોડાયેલા છે. રોહન ની બહેન અને જીજા પણ પાયલોટ છે. તેથી જ રોહન ને પાયલોટ બનવાની પ્રેરણા મળી.
જ્યારે સોશિયલ મીડિયા પર લોકો ને ટીચર અને સ્ટુડન્ટ ની મોમેન્ટ ખબર પડતાં જ ભાવુક થઈ ગયા. એક યુઝર એ લખ્યું છે કે એક ટીચર માટે આના થી વધારે ભાવુક વાત શું હોઈ શકે?? સ્ટુડન્ટ એ લક્ષ્ય ને પ્રાપ્ત કર્યું જે તેને બાળપણ માં જોયું હતું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team