” આમ તો હસી મજાક એ આપણા જીવનનો જ એક હિસ્સો છે પરંતુ આપણે આપણા સામાજિક દાયરામાં રહીને કોઈની પણ મજાક ઉડાવવી જોઈએ, જે મજાકથી કોઈનું અપમાન થાય અથવા તો તેને દુઃખ પહોંચે એવું કામ આપણે ભૂલમાં પણ ન કરવું કરવું જોઈએ.”
મારા વર્ગમાં એક છોકરી ભણે છે તેનું નામ છે રિતિકા. એ ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને આજે તે મારી પાસે એક પિરિયડ માં આવી અને કહ્યું કે ‘મેડમ શું મને તમારી બે મિનિટ મળી શકે છે?’ તો મેં કહ્યું કે હા કેમ નહીં તારી જે પણ કહેવું હોય તે તું કહી શકે છે મેં વિચાર્યું કે કદાચ કોઈ ભણતર સબંધિત તેને મદદ જોઈતી હશે, લગભગ દરેક છોકરીઓ આવી રીતે ફ્રી પિરિયડમાં મારી પાસે આવે છે.
તો તેને કહ્યું કે ” મેડમ તમે તમારા જુના કપડા કોને આપો છો? ” મેં આ વાત સાંભળીને હેરાન થઈ ગઈ કે આવું કેવું સવાલ છે મેં તેને પૂછ્યું કે તું કેમ આવું પૂછી રહી છે?
તો તેને જણાવ્યું કે “મેડમ હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું અને મારી સાથે ભણતી છોકરીઓ ખૂબ જ અમીર પરિવારમાંથી આવે છે અને તે દરરોજ મારા કપડાંનો મજાક ઉડાવે છે, હું મારું ભણતર જ ખૂબ જ મુશ્કેલ થી કરી શકું છું અને ઘરમાં ઘણી બધી મુશ્કેલીથી ભણવા માટેનો ખર્ચ મળે છે, તો એવામાં હું મારી માટે નવા કપડાં કેવી રીતે લઈ શકું? મેં સાંભળ્યું છે કે તમારુ ખૂબ જ જલ્દી લગ્ન થવાનું છે અને તમે તમારા જુના કપડા બીજા કોઈને જ ન આપતા મને તમારા બધા જ જુના કપડા આપી દેજો “.
આ વાતને સાંભળીને સૌ પ્રથમ તો અમે તેના કપડાં તરફ જોયું અને તે ખરેખર ખૂબ જ જૂના હતા પરંતુ તેને ખૂબ જ વ્યવસ્થિત રીતે ઇસ્ત્રી કરીને પહેર્યા હતા.
તેની આ વાત સાંભળીને મારું હૃદય એકદમ જ ભાવુક થઈ ગયું અને મારા મનના સાગરમાં એક તોફાન આવી ગયુ અને મને એવું પ્રતીત થયું કે હું પોતે તેમાં ડૂબી જાવ, ત્યારબાદ ખૂબ જ નમ આંખોથી મેં રિતિકાને જોઈ અને તેને ગળે લગાવી દીધી.
આગલા દિવસે જ્યારે મેં રિતિકા માટે નવા કપડા લીધા અને તેના ઘર તરફ ચાલવા માંડી ત્યારે તેને અમુક કપડાં આપ્યા, અને તેના ચહેરાની ખુશી જોઇને હું પણ ખુબ જ ખુશ થઇ ગઈ,અને તે ખુશી હું જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકું.
ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે આપણે કોઈના પણ વ્યક્તિત્વ વિશે વાત કરતી વખતે એક મિનિટ માટે પણ કશું વિચારતા નથી અને ગમે તેને ગમે તે વસ્તુ કહી નાખીએ છીએ. આપણે કોઈના પણ વ્યક્તિત્વ વિશે બોલવાનું કોઈ જ અધિકાર નથી.
જો કોઈ અમીર છે તો તેની પાસે ભગવાને આપેલું બધું જ છે તો શું આપણને અધિકાર છે કે આપણે જેને જે બોલવું હોય તે બોલી શકે અને તેને અપમાનિત કરી શકીએ? શું આપણા હૃદયમાં ભગવાનનો કોઈ જ ડર રહ્યો નથી.
કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી ગરીબ નથી હોતું અમુક લોકો જન્મથી જ અમીર હોય છે અને બીજી બાજુ અમુક લોકો પોતાની મહેનતથી પૈસા કમાય છે અને અમુક વ્યક્તિ તો એવા પણ હોય છે જે ખૂબ જ મહેનત કરે છે તો પણ તે ગરીબ જ રહે છે, ગરીબ વ્યક્તિ મહેનત અને મજૂરી કરે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તથા પોતાના આત્મસન્માન ને બચાવી ને પોતાનું જીવન જીવે છે તેથી જ આપણે ક્યારેય કોઈ પણ ગરીબ વ્યક્તિ ની મજાક ઉડાવવી જોઇએ નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team