જ્યારે કોઈ પણ લગ્ન હોય છે ત્યારે ઘણી બધી વસ્તુઓ ખાસ હોય છે. જેમાં વર-વધુ ના કપડાં,તેમનો મેકઅપ જમણવાર, ડેકોરેશન વગેરે.. જેમાં લગ્ન માં મળવાવાળા ભેટ પણ અલગ જ હોય છે. જ્યારે પણ આપણે કોઈ લગ્ન માં જઈએ છીએ તો કોઈ ના કોઈ ભેટ તો જરૂર આપીએ છીએ. આ રિવાજ ખૂબ જ જૂનો છે. લગ્ન માં મળવાવાળા ગિફ્ટ ઘણા પ્રકાર ના હોઈ શકે છે. પરંતુ અહિયાં તમે કોઈ ને લગ્ન માં ભેટ સ્વરૂપ કચરાપેટી આપતા જોયું છે?? આ વાત સાંભળવા માં ખૂબ અજીબ લાગે છે. લગ્ન માં કોઈ આવી વસ્તુ થોડી ના આપે. આજે અમે તમારી સાથે એવા વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છે કે લગ્ન માં વર-વધુ ને ભેટ ના રૂપ માં કચરાપેટી આપે છે.
ચાલો જાણીએ શું છે તેનું કારણ..
ચમોલી જિલ્લા ના દૂરરસ્થ ગામ કોસા નિવાસી ભવાન રાવત આમ તો એક એંજીનિયર છે. હમણાં જ ભવાન જિલ્લા માં એક લગ્ન પ્રસંગ થયો. જ્યારે લગ્ન પસંગ માં ગિફ્ટ આપવાનું ચાલી રહ્યું હતું ત્યારે લોકો ચમકતા ગિફ્ટ લઈ ને આવતા હતા અને ફોટો પડાવતા હતા. પણ જ્યારે ભવાન સ્ટેજ પર ગયા ત્યારે તેમણે વર-વધુ ને કચરાપેટી ભેટ માં આપી. આ નજારો જોઈને બધા હેરાન થઈ ગયા. પણ જ્યારે તેમણે તેનું કારણ કીધું ત્યારે ત્યાં બધા તેમની તારીફ કરવા લાગ્યા. હવે સવાલ એ છે કે કચરાપેટી ભેટ આપવાનું કારણ શું છે?
આ કારણ થી લગ્ન માં આપે છે કચરાપેટી ની ભેટ
હકીકત માં તો ભવાન પર સ્વચ્છતા નો જુનુન સવાર છે. તેઓ પી. એમ મોદી ના સ્વચ્છતા અભિયાન થી ખૂબ જ પ્રેરિત છે. એટલે જ તેમણે પોતાના ગામ માં અને આજુ બાજુ ના શહેર માં સ્વચ્છતા નું અભિયાન હાથ ધર્યું છે. તેઓ બધો ખર્ચો પોતાની નોકરી ની સેલરી માંથી જ કાઢે છે. તેઓ ગામે ગામે જઈને કચરાપેટી આપે છે અને સ્વચ્છતા પ્રતે જાગરૂકતા ફેલાવે છે. હમણાં જ તેમણે આ અભિયાન માં નવો પ્રયોગ સામેલ કર્યો છે. કે જેમાં તે દરેક લગ્ન માં જઈને વર-વધુ ને કચરાપેટી ભેટ આપે છે. આ રીતે તેમનો સંદેશ ઘણા લોકો સુધી પહોંચે છે.
ભવાન દેશ ને સ્વચ્છ રાખવો એ તેમનું કર્તવ્ય સમજે છે. એટલે જ તેઓ દિલ લગાવી ને કામ કરે છે. અને બીજા ને પણ પ્રેરિત કરે છે. ભવાન નું આ કામ સાચે માં તારીફ ને લાયક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team