એક મહિલા એવી છે જેને પાલતું બિલાડી રાખવાનો બહુ શોખ હતો. પણ બિલાડીનો ચહેરો તેને ગમતો ન હતો એટલે તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી. પછી જે થયું એ જાણીને તમને બિલાડી ઉપર દયા આવી જશે..
આપણને ચહેરા પર સહેજ નાની ફોલ્લી થઇ તો પણ નથી ગમતું. આ વાત આપણી એકની નથી હોતી બધાને ખૂબસૂરત દેખાવવું ગમતું હોય છે, પણ ઘણી ખરી મહેનત પછી અમુકવાર કોઈ રીઝલ્ટ નથી મળતું ત્યારે મનોમન પરેશાન થઇ જવાતું હોય છે. આ સ્થિતિમાં એક જ ઓપ્શન બાકી રહે, એ છે ‘પ્લાસ્ટિક સર્જરી.’ આ ઓપ્શનથી એકદમ ખૂબસૂરત બની શકાય છે જોઈતા મુજબનો ચહેરો બનાવી શકાય છે. પણ આજના લેખમાં અમને તમને જણાવવાના છીએ કે, પ્લાસ્ટિક સર્જરી માણસ જ કરાવે એવું નથી. આ લીસ્ટમાં જાનવરો પણ સામેલ છે.
હા, આ એકદમ સત્ય વાત છે કે જાનવર પણ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. હમણાં એક બિલાડીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. કદાચ આ સાંભળી ઘણા લોકોને નવાઈ લાગશે, પણ આ એકદમ સત્ય વાત છે. લે! હવે જાનવર પણ પ્લાસ્ટિક સર્જરી કરીને ખૂબસૂરત દેખાય એ હરીફાઈમાં જોડાયા છે. ચાલો, જાણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી એ બિલાડીની વાત.
ચીનમાં રહેતી એક મહિલાને પહેલેથી જ પાલતું બિલાડી ઘરમાં રાખવાનો એટલો જબરો શોખ છે કે વાત જ ન પૂછો!! આ મહિલાએ તેની પાલતું બિલાડી ખૂબસૂરત અને સેક્સી દેખાય એ માટે તેને પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે હોસ્પિટલ લઇ ગઈ હતી. જો કે, બિલાડી પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે તૈયાર ન હતી પણ તેની માલકીનનો ફરજીયાત ફોર્સ હોવાથી બિલાડીને હોસ્પિટલે જવું પડ્યું હતું.
બિલાડીની માલકીને એવું કર્યું કે તેની પાલતું બિલાડીની પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી. ખાસ કરીને બિલાડીની આંખની આસપાસ પ્લાસ્ટીક સર્જરી કરાવી નાખી હતી. આવું કાર્ય કરવા પાછળનું કારણ એ મહિલાને પૂછવામાં આવ્યું તો ખબર પડી કે તેને આ બિલાડીનો ચહેરો પસંદ ન હતો. બિલાડીની આંખની આસપાસનો વિસ્તાર પસંદ ન હતો એટલે તેને હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરવવા માટે લઇ જવામાં આવી હતી.
તમને કદાચ આ પ્લાસ્ટિક સર્જરીનો અંદાજ નહીં હોય પણ આ મહિલાએ તેની પાલતું બિલાડીની પ્લાસ્ટિક સર્જરી માટે ૧ લાખ ૫ હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા. આ સર્જરી કરાવી એટલે બિલાડીની આંખો સુઝી ગઈ હતી અને તેની આંખો લાલ થઇ ગઈ હતી. જયારે આ તસવીર બિલાડીની માલકીન મહિલાએ સોશિયલ મીડિયા પર મૂકી ત્યારે એ મહિલા બહુ જ ટ્રોલ થઇ હતી અને લોકોએ તેને એવું કહ્યું હતું કે, આ બિલાડી પર અત્યાચાર કરી રહી છે.
શું કહેવું તમારું??? આવું કરવું કેટલી હદ સુધી સારૂ ગણાય? આ સમયમાં મને એક શેર યાદ આવે કે, “જુર્મ કી દુનિયા તુને ઐસી કયું બનાઈ એ ખુદા; જુર્મ દુસરો પર હુઆ થા લેકિન જુર્મી હમેં કહને લગે.” બિલાડીનો ચહેરો પસંદ ન હતો તો બિલાડી બદલી નાખવામાં શું પ્રોબલેમ હતો? ૧ લાખ ૫ હજારમાં તો ખૂબસૂરત પાલતું બિલાડી ખરીદી શકાય જ ને, પણ શું કરીએ આવા વિચાર માટે દિમાગ તો જોઈએ ને!!!
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel