જેમકે આપણે દરેક જાણીએ છીએ કે આપણે ત્યાં વસ્તુનું ખુબ જ મહત્વ છે. શાસ્ત્ર નું પ્રચલન ભારતમાં વધતું જઈ રહ્યું છે. વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબજ સરળ અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો.
આપણા આજુબાજુના વાતાવરણમાં હંમેશા એક ઉર્જાનો પ્રવાહ હોય છે. આ પ્રવાહ આપણા જીવન પર સીધી અસર કરતી હોય છે. પણ જો ઉર્જાનો પ્રવાહ હકારાત્મકની જગ્યાએ નકારાત્મક હોય તો ઘરમાં રહેતા લોકોના મન ઉપર તેની વિપરીત અસર થાય છે. જેમ કે, પરિવારના અંગત સંબંધોમાં તિરાડ પડે છે. પણ જો આ ઉર્જા હકારાત્મક હોય તો ઘર સુખથી ભરાઈ જાય છે.
વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેને અજમાવવાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ લાવી શકો છો. તેના માટે તમને કોઈ ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ ઘરના ઇંટીરિયર અને અમુક વસ્તુઓની સાચી દિશા અને સ્થળને બદલીને વાસ્તુ દોષમાંથી છુટકારો મેળવી શકાય છે.
ફેંગશુઈ ટિપ્સ –
બાથરૂમના વાસ્તુનું પણ રાખો ધ્યાન કેમકે આપણે પોતાના ઘરના ઇંટીરિયરને વાસ્તુના પ્રમાણે ગોઠવતા હોઇએ છે, પણ ઘરની સાથે-સાથે બાથરૂમનું પણ વાસ્તુ પ્રમાણે હોવું ખૂબ જ અગત્યનું છે. બાથરૂમમા જો પાણીની ભરેલી ડોલ રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. એવું કહેવાય છે કે, જો ઘરની ડોલ પાણીથી ભરેલી હોય તો ઘરમાં ધન ક્યારે નહીં ખૂટે.
ફેંગશુઈ અનુસાર બાથરૂમ માટે આસમાની રંગની ડોલ સારી માનવામાં આવે છે. આ ડોલને ભરીને રાખવાથી ઘરમાં લક્ષ્મીની અછત રહેતી નથી. બાથરૂમમાં પણ દોષ થઈ શકે છે માટે તેને ટાળવા માટે બાથરૂમના દરવાજાની સામે અરીસો ન રાખવો. તેમજ એકથી વધારે અરીસા બાથરૂમમાં ન લગાવવા.
દક્ષિણ-પશ્ચિમ દિશામાં સંપૂર્ણ પરિવારની તસ્વીર લગાવવાથી સંબંધોમાં મીઠાસ આવે છે. કહેવામાં આવે છે કે, આ દિશામાં સંયુક્ત પરિવારની તસ્વીર લગાવવાથી પરિવારમાં ક્યારેય વિભાજનની જરૂર ન પડે. બેડરૂમાના દક્ષિણ-પશ્ચિમ દિશામાં પતિ-પત્નીની તસ્વીરો લગાવવાથી તેમની વચ્ચે પ્રેમ વધે છે.
ફેંગશુઈમાં ત્રણ પગ વાળા દેડકાને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખવો જોઇએ. તેને કિચન કે ટોયલેટની અંદર ન રાખવો જોઇએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team