આ દુનિયા માં એવી ઘણી વસ્તુ છે કે જેને જાણ્યા- સમજ્યા વગર આપણે કઈ પણ કહી દઈએ છીએ અને કઈ પણ કરી દઈએ છે. આજે હું એક એવી જ વાર્તા લઈને આવી છું કે જેનાથી તમે વિચારવા માટે મજબૂર થઈ જાશો. અને તમે તમારી જાત ને કઈક ને કઈક જરૂર થી કહેશો.
એક સમય ની વાત છે કે કેટલાક લોકો બસ માં બેસી ને જઈ રહ્યા હતા, આજ બસ માં એક દસ વર્ષ ની છોકરી પણ જઈ રહી હતી. છોકરી લીલા વૃક્ષ ને જોઈ ને ખુશ થઈ જતી હતી અને તેના પપ્પા ને કહેતી-પપ્પા આ વૃક્ષ અને જમીન કેવા ભાગી રહ્યા છે. તેના પપ્પા એ કઈ જ ન કહ્યું. તેની બાજુ ની સીટ પર એક યંગ કપલ હતું જેના હમણાં હમણાં જ લગ્ન થયા હતા. છોકરી ની આ વાત ને વારે વારે સાંભળીને તેઓ હેરાન થઈ ગયા હતા.
થોડી વાર પછી છોકરી એ બૂમ પાડી ને કહ્યું કે પપ્પા આ પણ જુઓ વૃક્ષ ની સાથે વાદળ પણ ભાગે છે. છોકરી ની આ વાત સાંભળી ને બાજુ માં બેઠેલા લોકો ને ખૂબ ગુસ્સો આવા લાગ્યો, અને કહ્યું તમે તમારી છોકરી નો ઈલાજ કોઈ સારા ડોક્ટર પાસે કેમ નથી કરાવતા???આટલી મોટી થઈ છે અને કહે છે કે વાદળ ચાલે છે. આ વાત સાંભળીને છોકરી ના પિતા એ કહ્યું કે તે હમણાં જ ડોક્ટર પાસે થી આવી છે તે જન્મ થી જ અંધ હતી. આજે જ તેની રોશની પાછી આવી છે અને તે આ બધુ પહેલી વખત જોઈ રહી છે. આ વાત સાંભળીને ત્યાં બેઠેલા લોકો ને ખૂબ જ ખોટું લાગ્યું અને તેમને છોકરી ના પિતા પાસે માફી માંગી.
આ વાત થી આપણ ને એ શીખવા મળે છે કે કોઈ પણ વાત જાણ્યા વગર કઈ પણ કહી દેવું એ સારી આદત નથી. કોઈ પણ વાત વિશે તમે જાણ્યા વગર જ કઈ પણ કહી દો છો તો તમારા થી કોઈ વખત એવી પણ ભૂલ થઈ શકે કે તમે પોતાને માફ નહીં કરી શકો.
વાર્તા ભલે કાલ્પનિક છે પરંતુ જો આપને ગમી હોય તોહ દરેક સાથે શેર જરૂર કરજો
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “એક અંધ છોકરી”