શું તમે ક્યારેય કોઈ ભિખારી ને અંગ્રેજી બોલતા કે પછી અંગ્રેજી માં ગીતો ગાતા જોયું છે.?? નથી જોયું ને? આજ કાલ social media પર એક આવો જ video viral થઈ રહ્યો છે. જેમાં તમને આવો નજારો જોવા મળશે. આ વિડિયો જોઈ ને તમને રાણું મંડેલ ની યાદ આવી જશે. એ જ રાણું મંડેલ જેને રેલ્વે સ્ટેશન પર લતા મંગેશકર નું ગીત ગાઈ ને રાતો રાત ખ્યાતિ મળી હતી. અને હિમેશ રેશમિયા એ તેને પોતાની ફિલ્મ માં ગીત ગાવાનો મોકો પણ આપ્યો.
આ વખતે જે વિડિયો viral થયો છે એ પટના ની એક ગલિયો માં ભીખ માંગી રહ્યા એક ભિખારી નો છે. ચોંકાવનારી વાત એ છે કે ભીખ માંગતા આ વ્યક્તિ નું નામ સની બાબા છે અને તે અંગ્રેજી માં ગીતો ગાય છે.
એક યુજરે ટ્વિટર પર આ વિડિયો શેર કર્યો છે. વિડિયો માં કેટલાક લોકો એની સાથે અંગ્રેજી માં વાત કરે છે. સની બાબા કહે છે કે તમે અંગ્રેજી માં સવાલ પૂછો હું તમને અંગ્રેજી માં જવાબ આપીશ. એક વ્યક્તિ એ પૂછ્યું કે તમે શું કરો છો. ત્યારે સની બાબા કહે છે કે I beg (હું ભીખ માગું છું). તે પછી લોકો એ પૂછ્યું કે તમે બીજું શું કરો છો?? ત્યારે સની બાબા એ કહ્યું કે હું ડાંસ કરું છું અને ગીત ગાવ છું. તે 60 ના દશક ના પોપ્યુલર ગાયક જિમ રિવેજ નું ગીત સંભળાવે છે.
This man, a beggar from Patna sings Jim Reeves “He’ll have to go”.
Priceless ❤️ pic.twitter.com/lJdoRjrxMa— Vandana (@VandanaJayrajan) April 20, 2020
Social media પર લોકો આ વિડિયો ને ખૂબ જ like કરે છે. કેટલાક યુજર કહે છે કે સની બાબા ઇન્ટરવ્યૂ લેનાર કરતાં પણ સારું અંગ્રેજી બોલે છે. ઘણાં લોકો એવું કહે છે કે સની બાબા ની મદદ કરવી જોઈએ. કઈ પણ કહો પણ સની બાબા ખૂબ જ સરસ અંગ્રેજી બોલે છે અને સાથે જ ગાય પણ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team