તમારી પાસે કોઇપણ કંપની અને મોડેલની ગાડી હોય પણ તેના ટાયર બ્લેક જ કેમ હોય છે? ગાડીનો કલર કોઇપણ હોય શકે છે પરંતુ ટાયર તો બ્લેક કલરના જ હોય છે. શું તમને આ પાછળનું કારણ ખબર છે? બીજું કે, તમે એ પણ નોંધ્યું હશે કે નાના બાળકોની સાઇકલમા રંગીન ટાયર હશે. લાલ, પીળા, જાંબલી કે અન્ય કોઇપણ રંગના ટાયર હશે. તો અન્ય વાહનોમાં ત્યાર બ્લેક કેમ હોય છે એ વિશેની વાત જાણીએ આજના આર્ટીકલમાં
સૌ પ્રથમ તમને જણાવી એ તો ત્યાર રબરમાંથી બને છે અને રબરના રસમાં કાર્બનની માત્ર ઉમેરવામાં આવે છે. વાહનોના ટાયરને રંગીન બનાવવામાં આવતા નથી પરંતુ તેને બ્લેક જ કરવામાં આવે છે. રબરની ઘણી બધી વેરાયટી હોય છે. જેમાંથી અલગ-અલગ પ્રકારની વસ્તુ અને ટાયર પણ બને છે. ટાયરની ક્વોલીટી રબર પર આધાર રાખે છે. રબર એ સ્લેટી પ્રવાહી જેવું હોય છે જેમાંથી રબરને પ્રોસેસ કરીને તેમાંથી ટાયર બનાવવામાં આવે છે. પરંતુ જયારે એમાંથી ટાયર બનાવવામાં આવે ત્યારે તેમાં બે પદાર્થોનું ખાસ મિશ્રના ઉમેરવામાં આવે છે.
(૧) કાર્બન (૨) સલ્ફર.
ટાયર માટેનું રબર જયારે મિશ્રણ થતું હોય ત્યારે કેટલા પ્રમાણમાં કાર્બન ઉમેરવામાં આવે છે તેના પર ટાયરની ક્વોલીટી નિર્ધારિત કરી શકાય છે. કાર્બન ઉમેરવાથી ટાયરને મજબૂતી અને તેનું આયુષ્ય નક્કી થાય છે. સાથે ટાયર બનાવતી વખતે તેમાં સલ્ફરનું સંયોજન પણ ઉમેરવામાં આવ છે. જેથી ટાયરની શીથીલતા જળવાય રહે છે અને ટાયરની આયુષ્ય લાંબી કરી શકાય છે. સામાન્ય રીતે બાળકોની સાઇકલની સરખામણીએ અન્ય વાહનો વધુ અંતર કાપતા હોય છે તેમજ સ્પીડ પણ વધુ હોય છે. તો ત્યારે મજબૂત અને ટકાઉ ટાયરની જરૂર પડે છે.
એટલે ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ટાયરનો કલર બ્લેક જ હોય છે. એ ટાયરમાં કેવો અને કેટલો અને ક્યાં પ્રકારનો કાર્બન ઉમેરેલો છે તેના પર ટાયરની ક્વોલીટી નક્કી થાય છે. અન્ય એક વાત પણ તમે નોંધી હશે કે, જયારે ટાયરને સળગાવવામાં આવે ત્યારે તેમાંથી ડાર્ક બ્લેક ધુમાડો નીકળે છે જે દર્શાવે છે કે ટાયરમાં કાર્બન ઉમેરવામાં આવે છે. કાર્બન સિવાય તેમાં સલ્ફર પણ ઉમેરેલ હોય છે.
ટાયરોની અલગ-અલગ રેંજ બનાવતી ઘણી કંપનીઓ માર્કેટમાં હાજર છે, જે ઉતમ ક્વોલીટીના વાહનો માટેના ટાયરો બનાવે છે. જેમાં અમુક મોટી કંપનીઓ છે. જેમ કે, MRF, JK, TVS વગેરે ઉચ્ચ ગુણવતાના વાહનો માટેના ટાયર બનાવે છે.
આ મુદાથી આગળ જોઈએ તો બાળકોની સાઇકલના ટાયરોમાં વધુ મજબૂતીની જરૂર પડતી નથી. જેને કારણે તેમાં કાર્બન ઉમેરવામાં આવતો નથી. નાની સાઇકલના ટાયરો એટલે તો રંગીન બનાવવમાં આવે છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel