કોઈએ ભૂત સાથે લગ્ન કર્યા હોય એવું છે? પણ ભૂત અને આ મહિલા વચ્ચે પહેલા પ્રેમ હતો પછી બંનેએ લગ્ન કરી લીધા..

દુનિયામાં સજીવ તો ઘણા બધા છે. એ બધામાં મનુષ્ય જાતિમાં લગ્નની પરંપરા છે અને એથી વિશેષ આવનારી પેઢીના સર્જન માટે પણ લગ્ન જરૂરી છે. પણ શું તમે ક્યાંય આવું સાંભળ્યું છે કે, ભૂત સાથે લગ્ન થાય કાર્ય હોય? સાંભળવાનું તો દૂર માત્ર વાંચીને મનમાં ડર લાગી જાય એમ છે. પણ હા, આ વાત બિલકુલ સાચી છે કે એક મહિલાએ ભૂત સાથે લગ્ન કરી લીધા. પહેલા બંને એકબીજાને પ્રેમ કરતા હતા પછી લગ્ન કરી લીધા.

યુરોપની એક મહિલાએ ભૂત સાથે લગ્ન કરી લીધા. આમ તો માણસના લગ્ન માણસ સાથે થાય છે પરંતુ આ મહિલા એ ભૂત સાથે લગ્ન કરી લીધા. આ મહિલાની લવ સ્ટોરી અજીબ છે. પરંતુ આ લવ સ્ટોરીમાં જાણવા જેવું પણ ઘણું છે સાથે અમુક લોકોને ડર અનુભવાય એવી પણ સ્ટોરી છે. ડાઉનપેટ્રિકમાં રહેતી આ મહિલાની લવ સ્ટોરીએ લોકોને વિચારમાં મૂકી દીધા છે.

તમને જે તસવીરમાં દેખાય છે એ મહિલાની અમે વાત કરી રહ્યા છીએ કે જે ભૂત સાથે લગ્ન કરી લીધા છે. ભૂત અને આ મહિલા વચ્ચે પહેલા દોસ્તીના સંબંધ હતા પછી તે એકબીજાને પ્રેમ કરતા થઇ ગયા અને એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા. આ મહિલા હાલ ૪૫ વર્ષથી વધુની ઉંમરની છે. હા, આ ખબર વાંચીને જલ્દીથી કોઈને વિશ્વા નથી આવતો પણ એકદમ સત્ય વાત છે. “અમાન્ડા” નામની આ મહિલા જણાવે છે કે, ૩૦૦ વર્ષ પહેલા તેના પતિ જૈકની મોત થઇ ગયું હતું. તેનો પતિ સમુંદરનો લુંટેરો હતો. જેને તેની પત્ની અમાન્ડાએ ક્યારેય જોયો નથી.

રીપોર્ટ મુજબ એવું છે કે, અમાન્ડાએ તેના પતિને ક્યારેય જોયો નથી પણ તેને જણાવ્યું કે ડાર્ક અને કાળા લાંબા વાળ હોય એવા સીનનો લાગે છે. આ વાત તેના પતિએ તેને જણાવી એવું કહે છે. સાલ ૧૭૦૦,માં અમાન્ડાના પતિને સજામાં ફાંસી આપવામાં આવી હતી. અમાન્ડા એ પણ કહે છે કે તે તેના ભૂતિયા પતિ સાથે સારૂ અને ખુશ મહેસૂસ કરે છે. જો કે જૈક જીવંત નથી પણ શક્તિશાળી આત્માના રૂપે અમાન્ડા પાસે જ રહે છે.

અમાન્ડાની વાત કરીએ તો તે ૫ બાળકોની માતા છે અને તેની તેના ઈન્સાની પતિ સાથે તલાક લઈ લીધા છે. અમાન્ડાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહી છે. એક તસવીર અમે અહીં પોસ્ટ કરી છે જેમાં આ મહિલા દુલ્હનના શણગારમાં તેમના પતિ સાથે ઉભી છે. સમાન્ય વાત છે કે જૈક એટલે કે તેનો આત્મારૂપી પતિ આપણને ન દેખાય છતાં પણ એ આ મહિલા સાથે ફોટોમાં ઉભો છે. અમાન્ડા એક બ્લેક ઝંડી લઈને ઉભી છે તેને તે પતિ માને છે. તેમાં તેના વર્ષો પુરાણા પતિની આત્મા રહે છે એવું માને છે.

વિદેશની આ મહિલાને કોઈ માનસિક રીતે નબળી સ્થિતિ હોય તેવું પણ કહી શકે છે. કારણ કે એ જે હરકત કરી રહી છે તેના પરથી આમ તો એવું જ સાબિત થાય એમ છે. કારણ કે જે દેખાતું જ નથી તે કેવી રીતે ભૂત-પ્રેત કે બીજું કાંઈ હોઈ શકે?

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment