લગ્ન પહેલાની લાઈફ અને લગ્ન પછીની લાઈફમાં ઘણો તફાવત આવી જાય છે. આ વિષયમાં બોલીવૂડ પણ બાકાત નથી. કારણ કે, ફિલ્મી દુનિયામાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જે લગ્ન પહેલા સકસેસ હતી તેમજ તેની પાસે કરોડો રૂપિયાની સંપતિ, જમીન-જાયદાદ અને વિશાળ ચાહક્ગણ હતો. એ જ અભિનેત્રીઓ લગ્ન પછી સામાન્ય જિંદગી જીવવા લાગી હતી. તેઓને લગ્ન પછી એક્ટિંગ છોડવી પડી હતી. અમુક અભિનેત્રીઓએ શોખથી એક્ટિંગ છોડી, તો અમુકે મજબૂરીમાં એક્ટિંગ છોડી એવા પણ કિસ્સાઓ છે. તો ચાલો જોઈએ એવી અભિનેત્રીઓના નામ જેને લગ્ન પછી એક્ટિંગને કાયમી બાય-બાય કહી દીધું છે.
(૧) ટ્વિન્કલ ખન્ના
૧૯૯૫માં ‘બરસાત’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર આ અભિનેત્રીએ લગ્ન પછી બહુ ઓછી ફિલ્મ કરી. થોડા સમય પછી એક્ટિંગમાંથી રાજીનામું પણ લઇ લીધું. બોલીવૂડના સ્ટાર અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા પછી ફિલ્મની એક્ટિંગ લાઈન તેને છોડી દીધી હતી. અત્યારે તે ઈન્ટીરીયર ડીઝાઇનર, સ્તંભકાર અને પ્રસિદ્ધ લેખિકા તરીકે જાણીતી છે.
(૨) સોનાલી બેન્દ્રે
આ અભિનેત્રીએ ૧૯૯૪માં તેના કરિયરની શરૂઆત કરી હતી. તેની ઘણી ફિલ્મો હીટ રહી હતી. પરંતુ નિર્માતા અને નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા પછી એક્ટિંગ કરવાનું છોડી દીધું હતું.
(૩) અસીન
તમિલ ફિલ્મમાં પણ કામ કરનાર અને પછી બોલીવૂડ ફિલ્મ’માં એક્ટિંગમાં આવનાર અસીન નામની અભિનેત્રીને લગ્ન પછી એક્ટિંગ છોડવી પડી હતી. ‘ગજની’ ફિલ્મથી એન્ટ્રી કરનાર બોલીવૂડની આ અભિનેત્રીનું પણ કંઇક એવું જ છે.
(૪) સાયરા બાનો
૬૦ની સાલની સુપરહીટ અદાકાર સાયરાબાનોએ ૧૯૫૯માં તેના કેરિયરની શરૂઆત કરી હતી. બાદ દિલીપ કુમાર સાથે તેના લગ્ન થયા અને એન્ડ ધ લાસ્ટ તેને એક્ટિંગની દુનિયા છોડી દીધી હતી.
(૫) શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ બોલીવૂડમાં ખુબ જ સારી ફિલ્મ આપી છે. તેની એક્ટિંગ બહુ તેજદાર છે છતાં પણ તેને લગ્ન પછીના જીવનમાં એક્ટિંગની પૂર્ણહૂતી કરી હતી.
તો આ એવી પાંચ અભિનેત્રીઓ છે જેના કેરિયરની શરૂઆત બહુ સારી થઇ હતી છતાં પણ લગ્ન પછીના સમયમાં તેની એક્ટિંગ પ્રત્યેની રૂચી ઓછી થઇ ગઈ હતી. હજુ આ નામની યાદી વધુ જોઈએ તો જેનેલિયા ડિસૂજા, સંગીતા બિજલાની અને નરગીસ દત પણ સામેલ છે. આ પણ એવી અભિનેત્રીઓ છે જેને એક્ટિંગમાંથી કાયમી મુક્તિ લીધી હતી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel