દરેક તહેવાર ઘણી બધી ખુશીઓ લઈને આવે છે. તહેવારોનું મહત્વ પણ અલગ-અલગ હોય છે. લોકો વચ્ચેનો મેળાપ જાળવી રાખે એ તહેવાર, મનમાં રહેલા દ્વેષને દૂર કરે એ તહેવાર. એવી રીતે હમણાં હોળીનો તહેવાર આવશે. તો આ તહેવારને પણ અતિ ખુશીઓથી ભરેલો બનાવવા તેમજ સાથે સુખ-સમૃદ્ધિ લાવવા માટે આટલા કાર્ય કરવાનું ભૂલશો નહીં.
હોળી હોલિકા દહન સાથે રંગોની ખુશી પણ લાવે છે. બે વ્યક્તિઓ વચ્ચેની તિરાડોને દૂર કરવા માટે હોળી-ધુળેટી બહુ અગત્યના તહેવારો છે. આવો સાથે મળીને જાણીએ હોળી પર સાત પ્રકારના અનોખા કામ કરશો તો બધા સંકટમાંથી મુક્તિ મળે છે.
(૧) હોલીકાનું પૂજન કરો. શ્રીફળ, ફળ, મિષ્ટાન, ખજૂર અને ધાણી જેવી વસ્તુનું આહ્વાન આપો. બીજા દિવસે હોળીની ભસ્મ લઈને પૂજન વિધિમાં તેનો ઉપયોગ કરો. જેથી કોઈએ કરેલા તાંત્રિક પ્રયોગમાંથી મુક્તિ મળે છે.
(૨) હોળીના દિવસે જે લોકો ભગવાન વિષ્ણુના દર્શન કરે છે તે વૈકુઠગામી બને છે. જો તે પ્રતિમા હિંડોળા પર ઝૂલતી હોય તેવી હોય તો આખા વર્ષ દરમિયાન શુભ કર્યો પૂર્ણ થઇ જાય છે.
(૩) નમક. મરચું, રાઈ લઈને ખુદના માથા પરથી ઉતારીને હોળીની અંદર નાખવું. કોઈ વ્યક્તિથી બચાવ કરવો હોય તો તે વ્યક્તિનું નામ લઈને હોળીમાં નાખવું.
(૪) હોળીના દિવસે શક્ય તેટલું દાન-પુણ્ય પણ કરવું જોઈએ.
(૫) અશુભ ગ્રહોની અસર દૂર કરવી હોય તો હોળીની ભસ્મ શરીર પર લગાવીને સ્નાન કરવું જોઈએ.
(૬) હોલિકા દહન બાદ જે રાખ નીકળે છે. તેને શરીર પર લગાવવી જોઈએ. એવી માન્યતા છે કે દહન થયેલી હોળીની ગરમ રાખ ઘરમાં સમૃદ્ધિ લાવે છે. સાથે પરિવારમાં શાંતિ અને પ્રેમ વધે છે.
(૭) હોલિકા દહન દરમિયાન ઘઉંના ડુંડાને સેકીને ઘરમાં રાખવાથી ધનધાન્યની વૃદ્ધિ થાય છે.
આથી વિશેષ આગળ પણ જાણવા જેવી માહિતી જોઈતી હોય તો વધુ વાંચો આગળ..,
એવું માનવામાં આવે છે કે, હોળીનું ભસ્મ બીજા દિવસે વહેલી સવારે ઘરમાં લાવવાથી અશુભ શક્તિઓ દૂર ભાગે છે. ભસ્મનું લેપન કરવાથી કલ્યાણ થાય છે. હોળીની ત્રણ પરિક્રમા કરવી. શ્રીફળ, ખજૂર, ધાણી અને પાણી લઈને હોળીની પૂજા કરવી. હોળીની પૂજા કરવાથી સુખ-શાંતિ, સમૃદ્ધિ,સંતાનપ્રાપ્તિ પણ થાય છે. જે વ્યક્તિઓને સંતાનસુખ ન હોય તે હોળીની ટેક લઇ શકે છે. તેમજ યથાશક્તિ મુજબની દાન-પુણ્ય કરવાનું ભૂલવું નહીં, આવા કાર્યો હોળી દરમિયાન કરવાના ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel