શહીદ ‘સુદીપ વિશ્વાસે’ હોળી પર ઘરે આવવાનો વાયદો કર્યો હતો પણ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું અને બધા દિલ રડી પડ્યા

પુલવામા હુમલામાં શહીદ થયેલા નામની યાદી કરેલ હતી તેમાં એક નામ પણ હતું. જે જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલા શહીદ થઇ ગયા. કલકતાના સુદીપ વિશ્વાસ પણ તેમાં શામેલ હતા. સુદીપ ડ્યુટી પર જ શહીદ થઇ ગયા હતા. આજે અમે તમે આ શહીદ જવાનની જે કહાની જણાવીશું તો તમારા હદયમાંથી ભાવનાનો દરિયો તૂટી પડશે. ભગવાન આવા કર્મનું બંધારણ કોઈનું ન કરે.

સુદીપ વિશ્વાસ શહીદ થઇ ગયા તેમાં બીજી એક જિંદગી પણ તબાહ થઇ ગઈ. કારણ કે સુદીપના લગ્ન કરવાના હતા અને તેના માતા-પિતા તેના માટે છોકરી પણ શોધી રહ્યા હતા. એક મહિનાની રજા લઈને ગયા ડીસેમ્બરમાં સુદીપ પોતાના ઘરે આવ્યા હતા પણ કુદરતે આ મુલાકાતને બસ અહીં જ થંભાવી દીધી. એ ઘર પરની મુલાકાત છેલ્લી મુલાકાત બની ગઈ અને પુલવામા હુમલામાં સુદીપ શહીદ થઇ ગયા.

૧૫ જાન્યુઆરીએ સુદીપ ડ્યુટી પર પરત આવ્યા હતા અને હોળીના પર્વ પર એ ફરીથી રજા ઉપર આવવાના હતા. એ પહેલા જ હોળીની જેમ આગ સુદીપના માતા-પિતાના દિલમાં લાગી ગઈ. ભગવાન કદાચ ઓછું સુખ આપે તો ચાલે પણ માતા-પિતાના આધારને છીનવી લે એ કોઈને કેવી રીતે પોસાય!!!

  • ૧૦માં ધોરણની પરીક્ષા પાસ કરીને CRPFમાં થયા હતા નિયુક્ત

બંગાળના નદિયા જીલ્લામાં રહેતા સુદીપ વિશ્વાસના પરિવારમાં પિતા સંન્યાસ વિશ્વાસ, માતા મમતા વિશ્વાસ અને એક નાની બહેન છે, જેના લગ્ન થઇ ચુક્યા છે. સુદીપ કિસાન પરિવારથી છે. તેના પિતા પાસે થોડી જમીન છે જેમાંથી જીવન ગુજરાન ચાલે છે અને સુદીપ ૧૦મું ધોરણ પાસ થયા પછી CRPFમાં ભરતી થયા હતા. એ પછી ઘરની સ્થિતિ ધીમે-ધીમે સુધરવા લાગી એ પછી સીદુપે નોકરી કરતા-કરતા માતા-પિતા માટે કાચા મકાનમાંથી પાકા બનાવ્યા.

  • શહીદ થયા એ પહેલા માતા સાથે આવી વાતચીત થઇ હતી

સુદીપના માતા-પિતાએ કહ્યું કે, હુમલો થયો એ દિવસે લગભગ ત્રણ વાગ્યે ફોન પર વાતો થઇ હતી. તેને માતા-પિતાને આશ્વાસન આપતા કહ્યું હતું કોઈ ચિંતા ન કરો. પિતા બીમાર છે તો ડોક્ટર પાસે ઈલાજ કરવાનું કહ્યું હતું. એ જ દિવસે સમાચાર જોતા ખબર પડી કે આંતકી હુમલો થયો છે જેમાં ઘણા જવાનો શહીદ થયા છે.

હુમલો થયાના બીજા દિવસે સુદીપના ઘરે ખબર પડી કે તે શહીદ થઇ ચુક્યા છે. દીકરાના શહીદ થવાના સમાચાર સાંભળીને માતા-પિતાનો તો ચહેરો પડી ગયો અને આખા ઘરનું વાતાવરણ રડવાના આવજથી ઘેરાઈ ગયું. આંતકી ઘટનાનું દુઃખ શું હોય એ જાણવા માટે તો શહીદ જવાનના ઘરનું વાતાવરણ જાણવું પડે તો ખબર પડે.

ભગવાને સુદીપના લેખ એવા લખ્યા હશે કે, બહુ નાની ઉંમરમાં પરિવારનો સાથે છોડીને ચાલ્યા ગયા. એથી વિશેષ માતા-પિતાનો આધાર હતો એ તૂટી ગયો. સુદીપે દેશ માટે તો લોહી રેડ્યું જ છે પણ ઘર માટે તેની શહીદી મોટું કાર્ય બરાબર છે કારણ કે પરિવારમાં હસવાનો અવાજ રડવામાં બદલાઈ ગયો.

Leave a Comment