નોટ ગણતી વખતે ભૂલથી પણ ન કરો આ કામ નહિતર લક્ષ્મીને નારાજ થતા વાર નહીં લાગે..

કહેવાય છે કે, આ દુનિયામાં ‘પૈસા’ બધું જ નથી પરતું હાલનો સમય એવો છે કે પૈસા ભગવાનથી પણ કમ નથી. દિવસની શરૂઆત થાય અને આંખો ખુલે ત્યારથી લઈને રાતના સુવાના સમય સુધી ડગલે અને પગલે પૈસાની જરૂર પડે છે અને એક પણ કામ પૈસા વગર થતું નથી. જેમાં હવે તો અત્યારના જમાનામાં સંબંધ પણ બાકાત નથી!!

હાલની પરિસ્થિતિનું વર્ણન ઘણા લોકોના મોઢે સાંભળવા મળશે કે, “પૈસા તો પાણીની જેમ વપરાય જાય છે.” એવી જ બીજું અમુક લોકો એવું બોલતા જણાશે કે, “પૈસા ટકતા જ નથી.” તો અમુક કિસ્સાની વાત કરીએ તો આ સ્થિતિમાં ઘણા લોકોના ઘરમાં લક્ષ્મીનો શ્રાપ પણ હોય શકે અથવા લક્ષ્મી નારાજ થઇ હોય તેવું પણ બની શકે. તો આજના આર્ટીકલમાં આપણે એ વાત વિશે જાણવાના છીએ કે, પૈસા ગણતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ નહિતર લક્ષ્મી રૂઠી જાય છે.

પૈસાને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તો નોટ ગણતી વખતે ખાસ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એ માટે નીચે અમે મુદ્દાઓની વિસ્તૃત માહિતી જણાવી છે એ વાંચવાનું ભૂલશો નહીં.

  • ઘનમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, જેથી તે ગમે તે જગ્યાએ મૂકી દેવા ન જોઈએ.
  • ક્યારેય નોટ ગણતી વખતે તેના પર થુંક લગાડીને ન ગણવા જોઈએ. આવું કરવાથી ધનને અપમાનિત કાર્ય જેવું બને છે.
Haende lassen Geld durch die Finger gleiten
  • જો પૈસા ગણતી વખતે નોટ ચોંટી જતી હોય તો બાજુમાં સહેજ સ્પોંજમાં પાણી લઈને નોટની ગણતરી કરવી જોઈએ.
  • જયારે પણ હાથમાંથી કે પર્સમાંથી પૈસા નીચે પડી જાય તો પૈસાને હાથમાં લઈને તેને માથે અડાડીને નમન કરીને તેને ફરી પર્સમાં રાખવા જોઈએ. જો આવું કરવામાં ન આવે તો ભવિષ્યના સમયમાં ભારે આર્થિક નુકસાન આવવાની સંભાવના રહે છે.
  • પર્સમાં ક્યારેય નોટ સાથે ખાન-પાનની વસ્તુ ન રાખવી જોઈએ.
  • પર્સમાં નકામી રસીદ કે બીલ ન રાખવા જોઈએ. જે દેવું કરાવે છે એવું માનવામાં આવે છે.
  • પૈસાને ક્યારેય ગાદલા નીચે ન મુકવા જોઈએ. પર્સને ખરાબ હાથે અથવા મેલા હાથથી ન અડકવું જોઈએ.

આ કાળજી રાખવાના પોઈન્ટ્સ છે. ઉપરાંત લક્ષ્મીને પાવન અને મહેનતની કમાણીથી મેળવતા હોઈએ છીએ તો તેને સાચવવાની કાળજી પણ રાખવી પડે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment