મહિલાને ગર્ભ રહ્યા પછી આ મહીને ખાસ કાળજીની જરૂર પડે છે – દરેક પતિને યાદ રાખવા જેવું

દરેક મહિલાનું ‘માં’ બનવું એ સપનું હોય છે. એટલે તો પ્રેન્ગેન્સીનો સમય મહિલા માટે ખુશી ભર્યા માહોલનો હોય છે. પ્રેગનેન્સી દરમિયાન ખાન-પાનમાં તેમજ શરીરનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એથી વિશેષ મહિલાને આ સમય દરમિયાન ડાયેટ અને ઊંઘમાં પણ કાળજી રાખવી જરૂરી બને છે. આ સમયની બેદરકારી આવનારા બાળકને ભોગવવી પડે છે.

આવું એટલા માટે છે કે, માતાના સ્વાસ્થ્યની સીધી જ અસર પેટમાં રહેલા બાળક પર પડે છે. આમ તો પ્રેગેનેન્સીના નવ મહિના માટે શરીર અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પરંતુ આઠમાં મહિનામાં ખાસ ખાન-પાન અને ઊંઘની બાબતમાં આટલું ધ્યાન રાખવું જરૂરી છે. નીચેના મુદ્દાઓ ખાસ નોંધીને રાખજો જે દરેક મહિલાને ઉપયોગી થશે.

Image Source

  • પ્રેગનેન્સીના આઠમો મહિનો ચાલુ હોય ત્યારે ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ મહિલા માટે જરૂરી બને છે.

image source

  • આઠ મહિના પુરા થયા પછી જે ખોરાકમાં ફાઈબરની માત્ર વધુ મળી શકે એમ હોય તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.
  • આ મહિના દરમિયાન બેલેન્સ ડાયેટ ફોલો કરવું જોઈએ
  • પ્રેગનેન્સી દરમિયાન આરામ કરવાની સલાહ બધા આપતા હોય છે પરંતુ જરૂરથી વધારે આરામ ન કરવો જોઈએ. જે શરીરમાં સ્થૂળતા આપે છે.
  • પ્રેગનેન્સી દરમિયાન મહિલા જેટલી એક્ટીવ રહે એટલું સારૂ.

  • પ્રેગનેન્સીમાં હલકી લટાર મારવી કે હળવી કસરતથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
  • પ્રેગનેન્સીના સાત-આઠ મહિના વીતી ગયા પછી વધારે ઉભું રહેવાની કોશિશ ન કરવી જોઈએ.

Image Source

એ સિવાય એ પણ યાદ રાખો કે પ્રેગનેન્સી દરમિયાન સેક્સ કરી શકાય છે પણ ગર્ભના ભાગ પર વજન ન આવવો જોઈએ. એથી વિશેષ મહિલાઓ પ્રેગનેન્સી દરમિયાન ઘરનું હળવું કામ કરી શકે છે. પરંતુ બહુ ‘હાર્ડવર્ક’ ન કરવું, જેનાથી ગર્ભમાં રહેલ બાળકને કોઈ નુકસાન થાય. તો આ વાતને ખાસ યાદ રાખો જેનાથી ડીલીવરી પણ નોર્મલ રહે.

ખાસ નોંધ : કોઈ પણ પગલાં લેતા પહેલા તમારે તામારા ડોક્ટર ની સલાહ લેવી આવશ્યક છે 

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment