આપણે ઘણીવાર સમાચારમાં અને જાહેરમાં પણ ક્યારેય ક્યારેય સાંભળવા અને જોવા મળે છે કે આજે પણ લોકો દીકરી પેદા થતાંજ કાંતો તેને મારી નાખે છે અથવા તેને ક્યાંક મૂકીને લાવારિસ ની જેમ હાલત કરી નાખે છે. પણ ખુબજ ઓછા લોકો એવા જોવા મળે છે જે એક સુપરમેન કે સુપર વુમેન તરીકે બાળકોનો બચાવ કરે છે.
આજે એવીજ એક સ્ટોરી અમે તમારે સમક્ષ લાવ્યા છીએ. એક મહિલા ઓફિસરે મમતાનું સાગર છલકાવી મિસાલ બની ગઈ છે. નવજાત ત્યજી ગયેલી નવજાત બાળકીને એક મહિલા ઓફિસરે તેનું દૂધ પીવડાવ્યું. હા, તમે બરાબર સાંભળ્યું આ ઘટનાએ ખાલી આપણને નહીં પણ એ જગ્યા સ્તિથ બધાને સ્તબ્ધ કરી દીધા હતા.
તો ઘટના કઈંકઆવી રીતે શરૂ થઇ હતી કે કર્ણાટકની રાજધાની બેંગલુરુ માં આ બાળકીની ડિલિવરી થતાંજ તેને ખરાબ અને ત્યજી નાખીને ભાગી ગયું હતું. બાળકીની હાલત એટલી ખરાબ હતી કે કકળતી ઠંડીમાં તેને કીડીઓએ ખાવાનું શરૂ કરી દીધું હતું. ભગવાનની દયાથી બાળકી શ્વાસ લઇ રહી હતી. ગંભીર હાલતમાં બાળકીને તરતજ હોસ્પિટલે લઇ ગયા અને નજીકના પોલીસ સ્ટેશન ને ખબર કરવામાં આવી.
બાળકીની એવી ખરાબ હાલત જોઈ આ મહિલા ઓફિસરની અંદર મમતા ઉંડી પડી અને તેમને ડોક્ટરને બાળકને સ્તનપાન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. જયારે ડોક્ટર્સે પરમિશન આપી તો તરતજ ઓફિસર બાળકીને સ્તનપાન કરાવવા લઇ ગઈ અને આશરે ૧૫ મિનિટ સુધી મહિલા ઓફિસરે બાળકીને સ્તનપાન કરાવ્યું. આ કરુણાભરી મહિલા ઓફિસરનું નામ હતું સંગીતા..
સંગીતાએ પણ હાલમાંજ એક બાળકીને જન્મ આપ્યો હતો જે અત્યારે ૧૦ મહિનાની છે. કર્ણાટકના પ્રખ્યાત સમાચારપત્ર ને પોતાના ઇન્ટરવ્યૂમાં સંગીતાએ કહ્યું કે,” હું, આ બાળકીની હાલત જોઈ ન શકી, આ બાળકીને જોઈ મને મારી દીકરીની યાદ આવી ગઈ હતી. આ બાળકીને જોતાજ મને એહસાસ થયો કે તેને ભૂખ લાગી હતી અને મેં કશુંજ વિચાર્યા વગર તેને બસ દૂધ પીવડાવી દીધું.”
સંગીતની આ કરુણાભરી ભાવના જોઈ ત્યાં ઉપસ્થિત લોકો તથા ડોકટરો પણ તેમના વાખલ કરવા લાગ્યા હતા.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.
Author : Aditi Nandargi.