ફ્લોરિડા, કૈરેબિયન સાગરની આસપાસ મેંચીનીલ વૃક્ષ મળી આવે છે. આ વૃક્ષની ખાસિયત એ છે કે તેને દુનિયાનાં સૌથી ઝેરીલાં વૃક્ષ તરીકે ગિનીઝ ઓફ વર્લ્ડ રિકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. લોકોને આ વૃક્ષથી દૂર રાખવા માટે આ વૃક્ષ ઉપર ચેતવણીનું બોર્ડ પણ લગાવવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Hippomane manicinella છે.
તેને મેંચીનીલ (Manchineel) નામ તેના સફરજન જેવા નાના ફળના કારણે મળ્યું છે. એવું માનવામાં આવે છે કે ક્રિસ્ટોફર કોલંબસે મેંચીનીલના સફરજન જેવા ફળને “મૃત્યુનું નાનું સફરજન”નું નામ આપ્યું હતું. આ વૃક્ષ લગભગ 50 ફૂટ ઊંચું હોય છે. તે ચમકદાર જોવા મળે છે અને તેના પાન અંડાકાર હોય છે.
આ વૃક્ષના ફળ ખાવાથી મૃત્યુ થઇ શકે છેઃ-
આ વૃક્ષનો સૌથી ઝેરીલો ભાગ તેનું ફળ છે. જો તેના ફળના રસનું એક ટીપું પણ ત્વચા ઉપર પડી જાય તો ત્વચા ત્યાંથી ફાટી જાય છે અને ખૂબ જ બળતરા થાય છે. આ વૃક્ષના ફળને બાળવામાં આવે તો તેમાંથી નીકળતો ધૂમાડો પણ વ્યક્તિને આંધડા કરી શકે છે અને જો કોઇ વ્યક્તિ આ એક આખું ફળ ખાઇ જાય તો તેનું મૃત્યુ થઇ શકે છે.
એટલું જ નહીં જો તમે વરસાદમાં આ વૃક્ષ નીચે ઊભા રહી જાવ તો તમારા આખા શરીરમાં ખંજવાળ અને બળતરા થશે અને જો ભુલથી પણ તમે તમારી ગાડી આ વૃક્ષ નીચે પાર્ક કરી દીધી તો ગાડીનો રંગ ખરાબ થઇ જશે.
વૈજ્ઞાનિક નિકોલા એચ સ્ટ્રિકલેન્ડે ચાખ્યો તેનો સ્વાદઃ-
એક રેડિયોલોજિસ્ટ નિકોલા એચ સ્ટ્રિકલેન્ડે બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત લેખમાં મેંચીનીલ વિશે જણાવ્યું છે. તેમણે આ વૃક્ષના ફળનો સ્વાદ ચાખ્યો હતો. સ્ટ્રિકલેન્ડે જણાવ્યું કે ટોબેગોના કૈરિબિયન દ્વીપના બીચ ઉપર તેમને એક ગોળાકાર ફળ મળ્યું. તેમાં સિલ્વર કલરની લાઇન પણ હતી. તેમણે આ ફળને હાથમાં લીધું અને થોડું ચાખ્યું.
તેમના મિત્રોએ પણ થોડું ચાખ્યું. થોડી જ વારમાં તે બધાના મુખમાં વિચિત્ર સ્વાદ અનુભવાયો અને ભારે બળતરા થવા લાગી. બે કલાકમાં જ તેમની સ્થિતિ ખરાબ થવા લાગી. 8 કલાક પછી સોજો ઓછો થયો. ગળામાં સોજાના કારણે તેઓ દૂધ સિવાય બીજું કશું જ પી શકતાં ન હતાં.
વિશ્વના સૌથી ઝેરીલા વૃક્ષ મૈંચીનીલ વિશે અહીં એક વાયકા પ્રચલિત છે. સ્પેનના જુઆન પોન્સ ડી લિયોન 1521માં ફ્લોરિજા આવ્યાં અને દાવો કર્યો કે અહીં તેમણે સોનાના મોટાં ભંડારવાળા વિસ્તારની શોધ કરી લીધી છે.
પરંતું અહીંના લોકો તેમને આ જમીન આપવા માટે તૈયાર હતાં નહીં. જેને લઇને સ્થાનીય લોકો અને પોન્સ ડી લિયોનની વચ્ચે સંઘર્ષ થયું. જેમાં તેમનું મૃત્યુ એક ઝેરીલા તીરથી થયું હતું. એવું કહેવાય છે કે આ તીરમાં મૈંચીનીલના ઝેરી રસનો ઉપયોગ કરવામાં આવ્યું હતું. આ તીર તેના પગમાં વાગ્યું હતું.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.