પોતાની પાછળ આટલા કરોડો ની સંપત્તિ છોડી ગયા દિગ્ગજ અભિનેતા કાદર ખાન..😲😲

બોલીવુડ ના કોમેડી કિંગ અને લેખક કાદર ખાન હવે આપણા સમક્ષ નથી રહ્યા. તેઓ આશરે ૮૧ વર્ષના હતા. તેમના પુત્ર સરફરાઝે પિતાના નિધન વિષે મીડિયા ને જાણ કરી હતી. તેઓ ઘણા સમયથી બીમાર રેહતા હતા, તેમને સ્વાસ ની તકલીફ હતી જેના માટે તેઓ કેનેડા ના એક હોસ્પીટલમાં ભરતી હતા.

બૉલીવુડ ના મશૂર અભિનેતા કાદર ખાન એમના જમાના ના મહાન અને ખુબજ જાણીતા અભિનેતા હતા. કાદર ખાન ને શ્વાસ લેવામાં ખુબજ તકલીફ પડતી હતી. આ બીમારીના કારણે ડોકટરો એ પહેલા તેમને વેન્ટિલેટર માં રાખ્યા હતા પણ પછી ત્યાંથી શિફ્ટ કરી ને બાયપાસ વેન્ટિલેટર માં રાખવામાં આવ્યા.

બોલીવુડમાં કાદર ખાને તેમના જીવનમાં ૩૦૦ થી વધુ ફિલ્મો કરી હતી. કાદર ખાને તેમના કરિયર ની શરૂઆત ૧૯૭૩ માં ફિલ્મ ‘દાગ’ થી કરી હતી. અને ત્યારબાદ ફિલ્મી કરિયરમાં હિમ્મતવાલા, ઘર સંસાર, દુલ્હે રાજા અને રાજા બાબુ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો માં શાનદાર અભિનય કર્યો હતો.

કાદર ખાન પોતાના બાળકો અને પત્ની માટે કરોડો ની દૌલત છોડી ગયા છે. ૨૦૧૮ અનુસાર કાદર ખાન ૧૦ મીલીયન ડોલર એટલે કે લગભગ ૭૦ કરોડની સંપત્તિ છે. કાદર ખાન ના બે પુત્રો છે. તેમના મોટા દીકરાનું નામ સરફરાઝ છે જે તેમની સાથે કેનેડા માં સારવાર માટે હમેશા સાથે રહ્યા. 

કોમામાં જતા રહ્યા હતા કાદર ખાન

કાદર ખાનના દીકરા સરફરાઝે તેમના નિધનની પુષ્ટિ કરી છે. સરફરાઝે પીટીઆઈને જણાવ્યું કે, અમારા પિતા અમને છોડીને જતા રહ્યા છે. કેનેડાના ટાઈમ પ્રમાણે 31 ડિસેમ્બરે સાંજે 6 વાગે તેમનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. કાદર ખાન હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે ગઈ કાલે બપોરે કોમામાં જતા રહ્યા હતા. સરફરાઝે જણાવ્યા પ્રમાણે, તેમનો આખો પરિવાર કેનેડામાં જ છે અને તેથી કાદર ખાનના અંતિમ સંસ્કાર પણ કેનેડામાં જ કરવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં જન્મ્યા હતા

કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937માં અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેઓ ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદર ખાને 300થી વધારે ફિલ્મમાં કામ કર્યું છે અને 1970થી 80ના દાયકામાં તેઓ પ્રખ્યાત સ્ક્રીનરાઈટર પણ રહ્યા હતા. કાદરખાને ફિલ્મોમાં એન્ટ્રી કરી તે પહેલાં તેઓ સિવિલ એન્જિનિયર કોલેજમાં પ્રોફેસર હતા. કાદર ખાને ફિલ્મ કરિયરમાં ઘણી અલગ અલગ પ્રકારની ભૂમિકા નિભાવી છે. તેમને કોમેડીની સાથે સાથે નેગેટિવ રોલમાં પણ એટલા જ પસંદ કરવામાં આવ્યા હતા.

કાદરખાનની ફિલ્મોગ્રાફી

કાદર ખાન એક વર્સેટાઈલ એક્ટર હતા. તેઓ એક્ટર હોવાની સાથે સાથે ડિરેક્ટર, સ્ક્રીન રાઈટર અને કોમેડિયન પણ હતા. તેમણે 250થી વધારે ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યા હતા. તેમની ડેબ્યૂ ફિલ્મ દાગ હતી, જે 1973માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાદર ખાન સાથે રાજેશ ખન્ના પણ હતા. 1974માં ફિલ્મ રોટી માટે તેમણે ડાયલોગ્સ લખ્યા હતા અને તે માટે રાજેશ ખન્ના અને મનમોહન દેસાઈએ તેમને 1.21 લાખ રૂપિયાની ફી આપી હતી, જે તે સમયે ખૂબ વધારે માનવામાં આવતી હતી.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Comment