સ્ત્રીઓ પુરૂષો કરતાં ૧00 ગણી આગળ છે – ન માનો તો આ વાંચો એટલે ખબર પડે…

દુનિયાના વસ્તી વધારાના આંકડા પર ધ્યાન દઈએ તો હંમેશા વધારે આંક જોવા મળે છે. એમ, સ્ત્રી/પુરૂષની ગણતરીમાં વધારો-ઘટાડો જોવા મળે છે. ભારત પહેલેથી પુરૂષ પ્રધાન દેશ રહ્યો છે. જેથી અમુક હદની માન્યતા વિકસી છે. સ્ત્રીઓને હંમેશાં પુરૂષ કરતાં પાછળ હોય એ રીતે સાબિત કરવામાં આવી છે.

શું તમે જાણો છો?? આટલી વાત જે મહિલાઓને ખુબ જ તાકાતશીલ ગણાવી શકે છે. ઉપરાંત શું તમે મહિલાઓના શરીરનાં તથ્યો જાણો છો? જો જવાબ ‘ના’ હોય તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ચૂકશો નહીં

મહિલાઓ પુરૂષ કરતાં વધુ આગળ છે. આ વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થાય છે. કેવી રીતે?? તો જાણીએ આજના આ આર્ટીકલમાં…

(૧) ફ્લેક્ષીબીલીટી

વાત જયારે ફ્લેક્ષીબીલીટીની હોય ત્યારે સ્ત્રી હંમેશાં પુરૂષ કરતાં આગળ છે. મહિલાઓની સ્નાયુમાં પુરૂષ કરતાં વધારે ઈલાસ્ટીન હોય છે. આ ચીજ મહિલાઓને પુરૂષ કરતાં વધુ ફ્લેક્ષીબલ બનાવે છે. જેને કારણે જીમ્નાસ્ટીકમાં લેડી વધુ જોવા મળે છે.

(૨) અનઇકવલ બ્રેસ્ટ સાઈઝ

સામાન્ય રીતે જોવામાં આવે તો ફીમેલ બ્રેસ્ટ એક સરખા જ લાગે છે. હકીકતમાં બંને બ્રેસ્ટનો આકાર જુદો જુદો હોય છે. મતલબ કે એક બ્રેસ્ટનો આકાર બીજા કરતાં નાનો કે મોટો હોય છે. જયારે પુરૂષનાં કિસ્સામાં આ સવાલ જ નથી.

(૩) નેવર એન્ડીંગ ટોલ્કસ

સ્ત્રી પુરૂષની સરખામણીમાં વધુ બોલે છે. દિવસમાં કોઇપણ મહિલા અંદાજીત ૨૦,૦૦૦ શબ્દો બોલે છે. જયારે પુરૂષ માત્ર ૭,૦૦૦ શબ્દો બોલે છે. સામાન્ય રીતે તેના શરીરમાં FOXP2 નામનું પ્રોટીન હોય છે, જે લેડીમાં વધુ હોય છે. એ પ્રોટીનને “લેંગ્વેજ પ્રોટીન” પણ કહેવાય છે. તો હવે સમજી ગયા ને કેમ છોકરીઓ વધુ બોલે છે….!!

(૪)  હાઈઈમ્પેક્ટ ઓફ આલ્કોહોલ

આલ્કોહોલ કેપેસિટીની વાત કરીએ તો હંમેશાં એવું લાગે કે, પુરૂષની કેપેસિટી વધુ હોય છે. પરંતુ આ ખોટી વાત છે. સ્ત્રીઓનાં શરીરમાં પાણીની માત્ર ઓછી હોય છે તેથી સ્ત્રીને આલ્કોહોલની અસર જલ્દી થાય છે.

(૫) સેન્સિટીવીટી

મહિલાઓના કાન સુવાના સમયે પણ વધુ સંવેદનશીલ હોય છે. જેથી નાના બાળકની નાના થી નાની હરકતને ઊંઘ દરમિયાન એ સાંભળી શકે છે.

આ ઉપરાંત હજું ઘણાં કારણો છે જે મહિલાઓને પુરૂષ કરતાં વધુ આગળ પડતું સ્થાન અપાવે છે. ઈમોસન્સની દ્રષ્ટીએ મહિલાનાં શરીરમાં વધુ સંવેદના અનુભવાય છે. જેમાં સુખ, દુઃખ, રૂદન વગેરે જેવી બાબત સામેલ છે. લેડીની લોજીકલ વિચારવાની ક્ષમતા વધુ હોય છે. જે ઝડપથી નિર્ણય લેવામાં તેને મદદરૂપ થાય છે. ખાસ કરીને એક “સ્ટ્રોંગ અટેચમેન્ટ” સ્ત્રીઓમાં જોવા મળે છે.

તો છે ને મહિલા બધે જ આગળ!!! એટલે જ કદાચ પુરૂષો સ્ત્રી પ્રત્યે વધુ આકર્ષણ રાખતા હોય છે…

“ફક્ત ગુજરાતી” ની લેખક ટીમે આજનો આર્ટીકલની જે માહિતી રજૂ કરી એ તમને કેવી લાગી એ કમેન્ટ બોક્ષમાં જણાવજો. હા, પેઇઝને લાઇક કરવાનું ભુલતા નહીં.
Author : Ravi Gohel

Content Copyrights received

Leave a Comment