બોલીવડની દેશી ગર્લ હવે સિંગલ નથી રહી. પ્રિયંકા હાલમાંજ નિક જોનાસ સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ છે. બંને ના લગ્ન બે અલગ-અલગ રિવાજોથી થયા હતા. ૧ ડિસેમ્બરના રોજ પ્રિયંકાએ કેથલિક એટલે કે ક્રીસ્તી રિવાજોથી લગ્ન કર્યા હતા. અને ૨ ડિસેમ્બરના રોજ પ્રિયંકાએ હિન્દૂ ધર્મ થી લગ્ન કર્યા.લગ્નના બધાજ ફન્કશન જોધપુર માં આવેલ ઉમેદ ભવન માં યોજાયા હતા.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પાંચ દિવસના ભવ્ય લગ્ન સમારંભ પછી આજે જોધપુર છોડી દિલ્હી જવા નીકળ્યા હતા. આ સમયે ઉમેદભવન બહાર બંને સાથે ક્લિક થયા હતા.
પ્રિયંકાએ પૂર્યો સેંથો
પ્રિયંકાએ ગ્રીન સાડી અને ચૂડો પહેર્યો હતો. આ સાથે તેણે માંગમાં સિંદૂર પણ પહેર્યું હતું. નિક જોનાસ દર વખતની જેમ ફોર્મલ કપડામાં જોવા મળ્યો હતો.
પરિણિતી પણ જોધપુરથી નીકળીઃ
પ્રિયંકાની બહેન પરિણિતી ચોપરા પણ આજે જોધપુરથી રવાના થઈ હતી. આ સમયે તે કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.
આજે દિલ્હી જશેઃ
પ્રિયંકા અને નિક આજે દિલ્હી જવા રવાના થશે. તેમનું પહેલુ ફાઈવ સ્ટાર રિસેપ્શન દિલ્હીમાં યોજાશે. પ્રિયંકા-નિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે. આ પછી એક રિસેપ્શન મુંબઈમાં પણ થશે.
18 ફૂટની કેકઃ
ઉમેદ ભવનમાં ધામધૂમથી પ્રિયંકા નિકના લગ્ન થયા હતા. મહેમાનો માટે 200થી વધારે લોકોને ખડેપગે તૈનાત રખાયા હતા. લગ્નમાં મહેમાનોનું સ્વાગત સ્વાદિષ્ટ વ્યંજનોથી કરવાની જવાબદારી તાજ હોટેલે 50 શેફના માથે મૂકી હતી. કુવૈતથી આવેલા નિકના પર્સનલ શેફે દુલ્હા-દુલ્હનની વેડિંગ માટે 18 ફીટની કેક તૈયાર કરી હતી.
મારવાડી ડિશ પણ શીખ્યોઃ
નિકનો પર્સનલ શેફ એક દિવસ પહેલા આખા શહેરમાં ફર્યો હતો અને ત્યાંના મસાલા અને ટ્રેડિશનલ ફૂડ અંગે તેણે જાણકારી મેળવી હતી. નિકનો શેફ જોધપુરના ફેમસ પંજાબી ચિકન કોર્નરમાં પણ ગયો હતો. ત્યાં તેણે મારવાડના મસાલેદાર ભોજન અને નોનવેજ વેરાયટી વિષે જાણકારી મેળવી હતી.
પાંચ દીવાના લગ્નમાં પ્રિયંકા અને નિકે આટલો બધો ખર્ચો કર્યો
જોધપુરના ઉમેદભવનમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર બીજી ડિસેમ્બરે ઉમેદભવનમાં લગ્ન થવાના છે. રણવીર દીપિકાની જેમ નિક-પ્રિયંકાના લગ્નમાં પણ માત્ર અંગત લોકો જ હાજરી પૂરાવશે.
આખી હોટેલ બુક કરાઈઃ
એક અગ્રણી અખબારના રિપોર્ટ અમુસાર નિકના મહેમાનો સીધા જોધપુર જ ઉતરશે જ્યારે પ્રિયંકાના સગા સંબંધીઓ 29 નવેમ્બરે જોધપુર આવશે. 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આલીશાન તાજ ઉમેદ ભવન પ્રિયંકા-નિક માટે આખેઆખી બુક કરાઈ છે. ડીએનએ સાથેની વાતચીતમાં હોટેલના એક સ્ટાફે જણાવ્યું કે આ દિવસ દરમિયાન એકપણ રૂમ ઉપલબ્ધ નથી. પાંચ દિવસ સુધી અમારી આખી હોટેલ બુક કરી દેવાઈ છે.
રૂમ બુકિંગ માટે આટલો ખર્ચઃ
તાજ ઉમેદ ભવન પેલેસમાં 64 લક્ઝુરિયસ રૂમ્સ અને સ્વીટ્સ છે. દરેક રૂમનું એક રાતનું ભાડુ 47,300 રૂપિયા છે. ઐતિહાસિક સ્વીટ્સ માટે એક રાતનું ભાડુ 65,300 રૂપિયા છે. જ્યારે રોયલ સ્વીટ્સ માટેનું ભાડુ 1.45 લાખ રૂપિયા, ગ્રાન્ડ રોયલ સ્વીટ્સ માટે 2.30 લાખ રૂપિયા અને પ્રેસિડેન્શિયલ સ્વીટ્સ માટે ભાડુ 5.04 લાખ રૂપિયા પર નાઈટ છે. ગણતરી માંડો તો કપલ એક રાતના માત્ર રોકાવાના જ રૂ. 64.40 લાખ ભાડુ ચૂકવશે. પાંચ દિવસ માટે આખી હોટેલ બુક કરાઈ છે. એટલે કે પ્રિયંકા-નિક માત્ર એકોમોડેશન પાછળ જ રૂ. 3.20 કરોડ ખર્ચી નાંખશે.
લગ્નમાં કેટલા લોકો હશે?
રિપોર્ટ અનુસાર પ્રિયંકા-નિકના લગ્નમાં 80 જેટલા લોકો ભાગ લેવાના છે. ઑફિસરના જણાવ્યા મુજબ ત્રણ દિવસ ફોર્ટ પર ફંકશન કરવાના રૂ. 30 લાખ રૂપિયા થશે અને કેટરિંગના રૂ. 43 લાખ જેટલા ખર્ચ થશે. લગ્ન પહેલાના ફંક્શનમાં જ પ્રિયંકા નિક 73 લાખ રૂપિયા ખર્ચી નાંખશે.
4 કરોડનો ખર્ચ?
પ્રિયંકા નિકના લગ્નમાં બધુ મેળવીને 4 કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા છે. તાજેતરના સમયમાં થયેલા આ સૌથી મોંઘામાં મોંઘા લગ્ન હશે.
We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Fakt Gujarati. If you are new here, welcome to Fakt Gujarati!
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI